હોમપેજગુજરાત‘વિદ્યાર્થી ગંભીર હાલતમાં કમ્પાઉન્ડમાં પડી રહ્યો, કોઈ પગલાં ન લેવાયાં’: અમદાવાદની સેવન્થ...

‘વિદ્યાર્થી ગંભીર હાલતમાં કમ્પાઉન્ડમાં પડી રહ્યો, કોઈ પગલાં ન લેવાયાં’: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ, એડમિન હેડ સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરવા DEOનો આદેશ

DEOએ શાળાને આ ત્રીજી નોટિસ મોકલી છે. આ પહેલાં જે દિવસે ઘટના બની એ દિવસે એટલે કે 19 ઑગસ્ટે અને બીજી નોટિસ 23 ઑગસ્ટે મોકલવામાં આવી હતી. હવે 27 ઑગસ્ટના રોજ ત્રીજી નોટિસ મોકલવામાં આવી છે.

- Advertisement -

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ ભારે આક્રોશ ફેલાયો હતો. પછીથી આ મામલે DEOને આવેદન આપવામાં આવ્યાં હતાં તથા વાલીઓએ શાળાની બહાર પ્રદર્શન પણ કર્યું હતું. હિંદુ વિદ્યાર્થીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજ્યો હતો. આ દરમિયાન શાળામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું હતું. હવે DEOએ શાળાના સંચાલકો વિરુદ્ધ કડક પગલાં ભરીને પ્રિન્સિપાલ સહિતનાઓને નોટિસ આપીને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.

નોંધનીય છે કે DEOએ શાળાને આ ત્રીજી નોટિસ મોકલી છે. આ પહેલાં જે દિવસે ઘટના બની એ દિવસે એટલે કે 19 ઑગસ્ટે અને બીજી નોટિસ 23 ઑગસ્ટે મોકલવામાં આવી હતી. હવે 27 ઑગસ્ટના રોજ ત્રીજી નોટિસ મોકલવામાં આવી છે. અહેવાલ મુજબ આ નોટિસમાં શાળાને આચાર્ય, વહીવટી વડા અને અન્ય સંબંધિત સ્ટાફને નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

પ્રિન્સિપાલ સહિતનાઓ સસ્પેન્ડ

નોટિસમાં ઉલ્લેખ છે કે, “ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફની ગંભીર બેદરકારી બહાર આવી છે. ઉપરાંત, BNS કલમ 211 (b) (જાહેર સેવકને ગુના વિશે સૂચના અથવા માહિતી આપવામાં નિષ્ફળ જવું) અને કલમ 239 (ગુના વિશે માહિતી આપવામાં ઇરાદાપૂર્વક નિષ્ફળતા) હેઠળ શાળાના આચાર્ય, સુરક્ષા ગાર્ડ અને વહીવટી સ્ટાફ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેથી જવાબદાર પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટીવ હેડ અને સ્ટાફને સસ્પેન્ડ કરવા જોઈએ અને લેવામાં આવેલી કાર્યવાહી અંગે DEO ઓફિસને રિપોર્ટ સુપરત કરવો જોઈએ.”

- Advertisement -

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આજ સુધી શાળાએ 19 ઑગસ્ટના રોજ બપોરે 12:30થી 12:45 વાગ્યાની વચ્ચે બનેલી ઘટના અંગે કોઈ જવાબ આપ્યો નથી કે કચેરીને જાણ કરી નથી. આ ઘોર બેદરકારી અને ઉદાસીનતા દર્શાવે છે. ઘાયલ વિદ્યાર્થી તમારી શાળાના પરિસરમાં લાંબા સમયથી ગંભીર હાલતમાં પડ્યો હતો, પરંતુ ઘાયલ વિદ્યાર્થીને બચાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં, જે શાળાની ઉદાસીનતા દર્શાવે છે.”

ઑનલાઇન વર્ગો શરૂ

આ ઘટનાએ સેવેન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. ઘણા વાલીઓએ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે કડક પગલાંની માંગ કરી છે. શાળા સંચાલકોએ હાલ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે ઘટનાના બીજા દિવસે 20 ઑગસ્ટના રોજ DEOએ શાળાને બંધ કરવાના આદેશ આપ્યા હતા જોકે, પછીથી ધો.6થી 12ના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

હાલમાં શાળાને ઑનલાઇન વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ ઑફલાઇન વર્ગો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. DEOએ શાળામાં સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ શાળાની સુરક્ષા વ્યવસ્થા, સ્ટાફની જવાબદારી અને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટેની નીતિઓની સમીક્ષા કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં