અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 8ના એક સગીર મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ 10ના હિંદુ વિદ્યાર્થી પર થર્મોકોલ કટરથી જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે વિદ્યાર્થીનું 20 ઑગસ્ટે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટનાએ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિસ્ત અને શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાનો હિંદુ સંગઠનો અને વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને ન્યાયની માંગ કરી છે. શાળા વિરુદ્ધ કડક પગલાં લેવાની અને શાળાને તાળા મારવાની માંગ પણ ઉદ્ભવી હતી. આ સિવાય મૃતકને ન્યાય અપાવવા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં સામે આવેલ માહિતી અનુસાર, 23 ઑગસ્ટની સવારે સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શાળાની સામે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મૃતક હિંદુ વિદ્યાર્થીના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદ ગિરિ, વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવનાણી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા વિવાદિત મિશનરી શાળા સામે જ હિંદુ બાળક નયન માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું…
— Lincoln Sokhadia (@journolinc) August 23, 2025
જેની મુસ્લિમ આરોપીએ છરી મારીને કરી હતી કરપીણ હત્યા…
હજારો હિંદુઓ હાજર રહ્યા અને આક્રોશભેર ન્યાયની માંગ કરી…
Justice For Nayan | Seventh… pic.twitter.com/bOxXGwPT5h
અન્ય પીડિતોને સામે આવા અપીલ
આ કાર્યક્રમનો હેતુ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. સાથે જ શાળાની બેદરકારી અને ભૂતકાળની ગેરરીતિઓ સામે એક થઈને ન્યાય મેળવવાનો સંકલ્પ લેવાનો હતો. ઉપરાંત હિંદુ સમાજે અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત શહેરના કાલુપુર, રીલિફ રોડ, સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં ઘણા બજારો બંધ રહ્યા હતા. માધુપુરા વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટ સંપૂર્ણ પણે બંધ રહી હતી
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઘોષણા કરાઈ કે,
— Lincoln Sokhadia (@journolinc) August 23, 2025
ભૂતકાળમાં પણ Seventh Day School દ્વારા કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓ પ્રતાડિત થયા હોય એ લોકો પણ સામે આવે, સમિતિને તેમને ન્યાય અપાવવા પણ લડશે…
માહિતી આપવા સમિતિનો નંબર પણ જાહેર કરાયો – 9376220022 https://t.co/LzZEMieuLq pic.twitter.com/6ck70kkDb0
કાર્યક્રમ દરમિયાન સમિતિએ જાહેર ઘોષણા કરી કે, “જો ભૂતકાળમાં સેવન્થ ડે સ્કૂલ દ્વારા કોઈપણ વિદ્યાર્થી અથવા વાલી પ્રતાડિત થયા હોય તો તેઓ ખુલ્લીને સામે આવે. આપણે સૌ સાથે મળીને ન્યાય મેળવીશું.” આ માટે ખાસ નંબર (+91 9376220022) જાહેર કરવામાં આવ્યો છે, જેના પર ઓળખ ગુપ્ત રાખીને માહિતી આપી શકાશે. આ પગલું એવા લોકોને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું કે જેઓ ઓળખ જાહેર કરીને શાળાની કરતૂતોને ઉઘાડી પાડવામાં ડર અનુભવતા હોય.
વાલીઓએ લગાવેલા આરોપ
વાલીઓ અને મૃતકના પરિવારે શાળા વહીવટ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ઘટના બન્યા બાદ શાળાએ તાત્કાલિક પગલાં લીધાં ન હતાં, જેના કારણે પીડિતની હાલત વધુ ગંભીર બની. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, જો ઘાયલ વિદ્યાર્થીને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત. શાળાના સિક્યુરિટી ગાર્ડે ઘટનાની જાણ સંચાલકોને કરી હતી, પરંતુ તેમણે ન તો પોલીસને જાણ કરી કે ન તો જિલ્લા શિક્ષણ અધિકારીને (DEO), જે શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન છે.
વધુમાં, વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળામાં વિદ્યાર્થીઓની બેગનું નિયમિત ચેકિંગ થતું નથી, જેના કારણે આરોપી હથિયાર લઈ આવ્યો. શાળાના શિક્ષકો અને સંચાલકોના વર્તન પર પણ પ્રશ્નો ઉઠ્યા, કારણ કે અગાઉની ફરિયાદો પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કેટલાક વાલીઓએ શાળામાં શિસ્તના અભાવ અને વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદોને નિયંત્રિત કરવામાં નિષ્ફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નોંધનીય છે કે શાળાના નામે અન્ય એક વિવાદ પણ સામે આવ્યો છે. સામે આવ્યું છે કે 2001માં AMCમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે હાલમાં શાળા જે જમીન પર છે તે 99 વર્ષની લીઝ પર આપવામાં આવી હતી. આ કરારમાં શરત હતી કે શાળાનો ઉપયોગ શૈક્ષણિક હેતુઓ માટે જ થવો જોઈએ અને શાળાના ટ્રસ્ટ દ્વારા જ તેનું સંચાલન થવું જોઈએ. જોકે, સેવેન્થ ડેનું સંચાલન એક ખાનગી કંપની દ્વારા થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે, જે સ્પષ્ટરૂપે કરારની શરતોનો ભંગ છે. આ મામલે AMC કાર્યવાહી કરી રહી છે.


