હોમપેજદેશપત્રકારે ઘૂસણખોરી-ઇસ્લામી કટ્ટરવાદને અસમ માટે ગણાવ્યું જોખમ તો મુસ્લિમ નેતાએ નોંધાવી દીધી...

પત્રકારે ઘૂસણખોરી-ઇસ્લામી કટ્ટરવાદને અસમ માટે ગણાવ્યું જોખમ તો મુસ્લિમ નેતાએ નોંધાવી દીધી FIR, ગૌહાટી હાઇકોર્ટે કરી રદ

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પત્રકારે જે લેખ લખ્યો હતો તે વાસ્તવિક આંકડાઓ સાથે તથ્યો રજૂ કરતો હતો. પત્રકાર પોતાના લેખ દ્વારા માત્ર સામાજિક ચિંતા અને વાસ્તવિક જોખમો અંગે જનજાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

- Advertisement -

ગૌહાટી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં એક પત્રકાર સામે દાખલ કરાયેલી FIR રદ કરી છે. આ FIRમાં પત્રકાર પર ગેરકાયદેસર સ્થળાંતર, ધાર્મિક ઉન્માદને પ્રોત્સાહન આપવા અને જાતિઓ વચ્ચે દુશ્મની ફેલાવવાના આરોપો હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં ‘દૈનિક જન્મભૂમિ’ના પત્રકાર કોંગકોન બોરઠાકુરએ તેમના લેખો અને રિપોર્ટ્સ દ્વારા કથિત રીતે ગેરકાયદેસર સ્થળાંતર અને ધાર્મિક ઉગ્રવાદને પ્રોત્સાહન આપ્યું હોવાનો આરોપ હતો. FIR અનુસાર, આ લેખો લોકોમાં ભય અને દુશ્મની ફેલાવતા હોવાનો આરોપ છે, જેનાથી સામાજિક સંવાદિતા પર અસર થઈ શકે છે. જોકે, પત્રકારે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને દલીલ કરી હતી કે તેમના લેખો પત્રકારત્વના ભાગરૂપે જાહેર હિતમાં લખવામાં આવ્યા હતા.

11 નવેમ્બર 2016ના રોજ, શિવસાગર સ્થિત ઓલ આસામ મુસ્લિમ સ્ટુડન્ટ્સ યુનિયનના (AAMSU) પ્રમુખ ફરીદ ઇસ્લામ હજારિકાએ પત્રકાર વિરુદ્ધ FIR નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમના અહેવાલથી સાંપ્રદાયિક સૌહાર્દ જોખમાય છે અને તેઓ વિવિધ વસ્તી વિષયક જૂથોમાં સાંપ્રદાયિક શાંતિ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -

વાસ્તવમાં 8 નવેમ્બર, 2016ના રોજ પત્રકારે અખબારમાં ‘ગેરકાયદે ઘૂસણખોરો’ પર એક લેખ લખ્યો હતો. આ લેખમાં પાડોશી દેશોમાંથી આવેલા ઘૂસણખોરોના કારણે સર્જાયેલ ડેમોગ્રાફી ચેન્જની સમસ્યા, મજહબી કટ્ટરવાદ અને કટ્ટરવાદની આડમાં થતી ‘આતંકી ગતિવિધિ’નો ઉલ્લેખ પણ કર્યો હતો. જે બાદ મુસ્લિમ નેતાએ તેમના પર કેસ કરી દીધો હતો. આ FIRને પડકારતા પત્રકારે ગૌહાટી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પર જસ્ટિસ પ્રાંજલ દાસની સિંગલ બેન્ચે સુનાવણી કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, “આરોપોને જન્મ આપતા અખબારના અહેવાલની તપાસ કરતા પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે, પત્રકાર તરીકે આરોપી અરજદારે કોઈપણ વંશીય કે મજહબી જૂથ પર આરોપ મૂક્યો નથી.”

વધુમાં બેન્ચે કહ્યું કે, “એ કહેવાની જરૂર નથી કે પત્રકારત્વની મૂળભૂત ફરજ જ સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવાની છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, “ગેરકાયદે ઘૂસણખોરો, કટ્ટરવાદ, આતંકી ગતિવિધિઓ અને મૂળ નિવાસીઓ માટે ડેમોગ્રાફીના જોખમ વિશે ચિંતા વ્યક્ત કરવી, તેને સમુદાયો વચ્ચે દુશ્મની ઊભી કરવી અથવા તો હિંસા ભડકાવવા તરીકે સમજી શકાય નહીં.”

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પત્રકારે જે લેખ લખ્યો હતો તે વાસ્તવિક આંકડાઓ સાથે તથ્યો રજૂ કરતો હતો. પત્રકાર પોતાના લેખ દ્વારા માત્ર સામાજિક ચિંતા અને વાસ્તવિક જોખમો અંગે જનજાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. આવું કાર્ય અભિવ્યક્તિની સ્વતંત્રતાના હક્ક હેઠળ આવે છે. તેથી તેમના પર થયેલ FIR કાયદેસર નથી, એમ કહી કોર્ટે FIR રદ્દ કરી દીધી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં