હોમપેજરાજકારણબાટલા હાઉસ એનકાઉન્ટર મુદ્દે અમિત શાહે ગાંધી પરિવાર પર સાધ્યું નિશાન: વાંચો...

બાટલા હાઉસ એનકાઉન્ટર મુદ્દે અમિત શાહે ગાંધી પરિવાર પર સાધ્યું નિશાન: વાંચો એ ઘટના વિશે, જેમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું– તસવીરો જોઈને રડી પડ્યાં હતાં સોનિયા ગાંધી 

“આંસુ જ સારવાં હતાં તો શહીદ મોહનચંદ શર્મા માટે સાર્યાં હોત…બાટલા હાઉસના આતંકવાદીઓ માટે રડવું આવે છે? અને આ લોકો અમને પૂછે છે… તેમને કોઈ અધિકાર નથી.”

- Advertisement -

મંગળવારે (29 જુલાઈ) લોકસભામાં ઑપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો. તેમણે પહલગામના આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારત સરકારે હાથ ધરેલા ઑપરેશન સિંદૂર પર વિસ્તૃત જવાબ આપ્યો. આ સાથે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસના ગાંધી પરિવારને પણ આડેહાથ લીધો. તેમણે ‘બાટલા હાઉસ’ એનકાઉન્ટર મુદ્દે સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. 

અમિત શાહે કહ્યું, “હું સલમાન ખુર્શીદને પણ યાદ કરવા માંગું છું. એક વખત હું એક સવારે નાસ્તો કરી રહ્યો હતો તો ટીવી પર તેમને રડતા જોયા. મને થયું કે શું કોઈ મોટી ઘટના બની ગઈ? રડતા-રડતા તેઓ સોનિયા ગાંધીના ઘરથી બહાર આવ્યા હતા અને કહ્યું કે બાટલા હાઉસની ઘટના જોઈને સોનિયાજી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં.”

તેમણે ઉમેર્યું, “આંસુ જ સારવાં હતાં તો શહીદ મોહનચંદ શર્મા માટે સાર્યાં હોત…બાટલા હાઉસના આતંકવાદીઓ માટે રડવું આવે છે? અને આ લોકો અમને પૂછે છે… તેમને કોઈ અધિકાર નથી.”

- Advertisement -

શું છે બાટલા હાઉસ એનકાઉન્ટર? 

આ સમગ્ર ઘટના બની વર્ષ 2008માં. 19 સપ્ટેમ્બર, 2008ના રોજ દિલ્હીના દાલમિયા નગરમાં આવેલ બાટલા હાઉસ ખાતે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી બાદ દિલ્હી પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. અહીં આતંકીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ અને જેમાં આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ નામના બે આતંકીઓ માર્યા ગયા જ્યારે આરિઝ અને અન્ય બે ભાગી છૂટ્યા હતા. આ એનકાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માને ગોળી વાગી ગઈ અને ટૂંકી સારવાર બાદ તેઓ વીરગતિ પામ્યા હતા. 

વર્ષ 2018માં આરિઝને નેપાળ સરહદેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આતંકવાદી શેહઝાદ હાલ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. જ્યારે બાકીનો એક આતંકી જુનૈદ હજુ પણ ફરાર છે. 

કેસની ટ્રાયલ દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા અને તેમની ટીમ આરોપીઓની ધરપકડ કરવા ગઈ હતી અને કોઈને પણ મારવાનો ઈરાદો ન હતો. પોલીસની ટીમમાંથી ઘણા પાસે હથિયારો પણ ન હતાં કે તેમણે કોઈની ઉપર ગોળીબાર પણ કર્યો ન હતો. પરંતુ આરિઝ અને તેના સાથીઓએ કોઈ પણ કારણ વગર પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં એક અધિકારીનો જીવ ગયો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આતંકીઓના ફ્લેટમાંથી AK47 અને પિસ્તોલ મળી આવ્યાં હતાં. 

સલમાન ખુર્શીદે કહ્યું હતું- સોનિયા ગાંધી એનકાઉન્ટરની તસ્વીરો જોઈને રડી પડ્યાં હતાં 

વર્ષ 2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે એક સભામાં કહ્યું હતું કે, “સોનિયા ગાંધીને અમે જ્યારે એ ઘટનાની તસ્વીરો બતાવી તો તેમને આંસું આવી ગયાં અને તેમણે હાથ જોડીને કહ્યું કે મને આ તસ્વીરો ન બતાવો અને જઈને વઝીર-એ-આઝમને (મનમોહન સિંઘ, તત્કાલીન પીએમ) વાત કરો. મેં વડાપ્રધાન સાથે વાત કરી અને નક્કી થયું કે આ મામલે તપાસ થશે.

જોકે, એ પણ નોંધવું જોઈએ કે વર્ષ 2019માં ખુર્શીદે ફેરવી તોળ્યું અને દાવો કર્યો કે તેમને ખોટી રીતે ક્વોટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું, “મેં એવું ક્યારેય નથી કહ્યું. મને મિસક્વોટ કરવામાં આવ્યો હતો. મેં જે કહ્યું હતું અને મીડિયાએ જે દર્શાવ્યું તેમાં ફેર હતો. મેં કહ્યું હતું કે, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ એનકાઉન્ટરની તસ્વીરો જોવા માંગતાં ન હતાં.” 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં