હોમપેજદેશ'અહીં નોકરી કરવી હોય તો અપનાવવો પડશે ઇસ્લામ': લૂલૂ મોલના મેનેજર ફરહાઝે...

‘અહીં નોકરી કરવી હોય તો અપનાવવો પડશે ઇસ્લામ’: લૂલૂ મોલના મેનેજર ફરહાઝે હિંદુ યુવતીને નશીલો પદાર્થ આપીને બળાત્કાર ગુજાર્યો, વિરોધ કરતા વિડીયો વાયરલ કરવાની આપી ધમકી

ફરિયાદ અનુસાર આરોપ છે કે, પીણું પીધા બાદ મહિલા બેહોશ થઈ ગઈ હતી અને ફરહાઝે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો અશ્લીલ વિડીયો બનાવીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

લખનૌના (Lucknow) લૂલૂ મોલમાંથી (Lulu Mall) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, એક હિંદુ મહિલા (Hindu woman) કર્મચારીએ તેના મેનેજર ફરહાઝ (ઉર્ફે ફરાઝ) પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ફરહાઝે (Farhaz) તેને નશીલો પદાર્થ આપીને બળાત્કાર કર્યો, ઘટનાનો વિડીયો બનાવીને બ્લેકમેલ કર્યું, ધર્માંતરણ માટે દબાણ કર્યું અને તેની નોકરી જાળવી રાખવા માટે ઇસ્લામ કબૂલવાનું દબાણ કર્યું. આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાયમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટના મામલે પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

ફરિયાદ અનુસાર, પીડિત મહિલા લૂલૂ મોલમાં કર્મચારી તરીકે કામ કરે છે. આરોપ છે કે, મેનેજર ફરહાઝે તેને ઠંડુ પીણું આપ્યું હતું અને તેમાં નશીલો પદાર્થ નાખ્યો હતો. ફરિયાદ અનુસાર આરોપ છે કે, પીણું પીધા બાદ મહિલા બેહોશ થઈ ગઈ હતી અને ફરહાઝે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો અશ્લીલ વિડીયો બનાવીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ વિડીયોનો ઉપયોગ કરીને તેણે મહિલા પાસેથી રોકડ અને ઘરેણાંની માંગણી પણ કરી હતી. 

ઇસ્લામ કબૂલવા કર્યું દબાણ

વધુમાં આરોપ છે કે, ફરહાઝે મહિલા પર ઇસ્લામ કબૂલવા માટે સતત દબાણ કર્યું હતું. ફરિયાદ અનુસાર, તેણે મહિલાને કહ્યું હતું કે, “જો તું મોલમાં નોકરી ચાલુ રાખવા માંગતી હોય તો ઇસ્લામ કબૂલ કર.” જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ અનુસાર, આ દરમિયાન મહિલાને સિગારેટથી દઝાડવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરહાઝે હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓનું પણ અપમાન કર્યું હોવાનો આરોપ છે.

- Advertisement -

આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ તરત જ સુશાંત ગોલ્ફ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (નોર્થ) નિપુણ અગ્રવાલે જણાવ્યું છે કે, ફરહાઝ વિરુદ્ધ બળાત્કાર, ધમકી, જાનથી મારી નાખવાની ધમકી અને જબરદસ્તી ધર્માંતરણના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફરહાઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ધર્માંતરણ સાથે જોડાયેલા નેટવર્ક્સ સાથે સંભવિત સંબંધો હોય શકે છે. આ દિશામાં સાયબર ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તે જાણી શકાય. મોલના અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કેસના તમામ પાસાઓની તપાસ થઈ શકે.

બીજી તરફ આ ઘટનાને લઈને લૂલૂ મોલના મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. હાલ પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. DCP નિપુણ અગ્રવાલે જણાવ્યું છે કે, આ એક ગંભીર અપરાધ છે અને પોલીસ તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં