હોમપેજક્રાઈમબંગાળના માલદામાં મુસ્લિમોના ટોળાએ બનાવ્યા હિંદુઓના ઘર-દુકાન-વાહનોને નિશાન: તોડફોડ અને હિંસાના વિડીયો...

બંગાળના માલદામાં મુસ્લિમોના ટોળાએ બનાવ્યા હિંદુઓના ઘર-દુકાન-વાહનોને નિશાન: તોડફોડ અને હિંસાના વિડીયો આવ્યા સામે, સુવેંદુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખી કરી CAPF તૈનાત કરવાની માંગ

24 માર્ચની રાત્રે માલદામાં આવેલ મસ્જિદની સામે કોઈકે ફટાકડો ફોડ્યો હતો. જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકો રોષે ભરાયા અને 27 માર્ચે કથિત ફટાકડો ફોડવાના મામલે બેઠક બોલાવી હતી. જે બાદ મુસ્લિમોના ટોળાએ મસ્જિદની બહાર નીકળીને ત્યાં આસપાસના રસ્તાઓ પર આવેલી હિંદુઓના ઘરો, દુકાનો અને વાહનોને નિશાન બનાવ્યા હતા.

- Advertisement -

પશ્ચિમ બંગાળના માલદામાં (Malda) થયેલી હિંસાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું સામે આવ્યું છે કે મુસ્લિમોના ટોળાએ (Muslim Mob) પસંગીપૂર્વક હિંદુઓના (Attack on Hindus) ઘરો, દુકાનો અને વાહનોને નિશાન બનાવ્યા હતા. સામે આવેલ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે એક ટોળું જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ મામલે ભાજપના (BJP) નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ (Suvendu Adhikari) રાજ્યપાલને પત્ર લખ્યો છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને પત્ર લખીને કાર્યવાહી માટે વિનંતી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “મેં માનનીય @BengalGovernorને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ પશ્ચિમ બંગાળ સરકારને માલદા જિલ્લાના મોથાબારીમાં તાત્કાલિક ધોરણે CAPF તૈનાત કરવા નિર્દેશ આપે.”

આ ઉપરાંત ભાજપના IT સેલના પ્રભારી અને પશ્ચિમ બંગાળના સહ પ્રભારી અમિત માલવિયાએ પણ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમણે મમતા બેનર્જી પર પ્રહાર કરતા લખ્યું હતું કે, “દક્ષિણ માલદાના મોથાબારીમાં કોમી હિંસા ફાટી નીકળી છે – ખૂની મુસ્લિમ ટોળા શેરીઓમાં ધસી રહ્યા છે, કોઈપણ ઉશ્કેરણી વિના હિંદુઓના ઘરો, દુકાનો અને કાર પર હુમલો કરી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લંડનમાં આરામ કરી રહ્યા છે, તેમને પોતાના દેશમાં ચાલી રહેલી અરાજકતા વિશે કોઈ ચિંતા નથી.”

- Advertisement -

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંતા મજુમદારે પણ વિડીયો શેર કરીને ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “દક્ષિણ માલદાના મોથાબારીમાં ભયાનક દ્રશ્યો – હિંસક ટોળા દ્વારા હિંદુઓના ઘરો અને દુકાનોમાં તોડફોડ. @MamataOfficial અને તેના મૂક દર્શક @WBPolice શું કરે છે? ચૂપ થઈ જાય છે. આ તેમના બેશરમ તુષ્ટિકરણના રાજકારણની કિંમત છે – હિંદુઓ માટે અરાજકતા, ભય અને અન્યાય!”

શું છે સમગ્ર મામલો

અહેવાલ અનુસાર 24 માર્ચની રાત્રે માલદામાં આવેલ મસ્જિદની સામે કોઈકે ફટાકડો ફોડ્યો હતો. જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકો રોષે ભરાયા અને 27 માર્ચે કથિત ફટાકડો ફોડવાના મામલે બેઠક બોલાવી હતી. કહેવાઈ રહ્યું છે કે આ બેઠકમાં મુસ્લિમોનું ટોળું ભેગું થયું હતું. આ મુસ્લિમોના ટોળાએ મસ્જિદની બહાર નીકળીને ત્યાં આસપાસના રસ્તાઓ પર આવેલી હિંદુઓના ઘરો, દુકાનો અને વાહનોને નિશાન બનાવ્યા હતા.

કહેવાઈ રહ્યું છે કે ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો પોલીસના વાહનો સાથે પણ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. પોલીસે ઘણા લોકોની ધરપકડ કરવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હજી સુધી કેટલા લોકોની ધરપકડ થઈ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં