દેશભરમાં વિવિધ સરકારી મિલકતો, ઐતિહાસિક સ્મારકો, આખેઆખા ગામડા, મંદિરો, સરકારી કચેરીઓ પર પોતાનો દાવો ઠોકી બેસાડનાર વક્ફ બોર્ડ (Waqf Board) પર લગામ તાણવા સરકાર વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2024) લાવવા જઈ રહી છે. ત્યારે મુસ્લિમ સંગઠનો વક્ફ બોર્ડને બચાવવા તેમના છેલ્લા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. 17 માર્ચના રોજ દિલ્હીના જંતર મંતર (Jantar-Mantar) ખાતે વક્ફ બિલનો વિરોધ કરવા માટે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના (AIMPLB) લોકો પહોંચી ગયા છે.
નોંધનીય છે કે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદની, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી, TMC સાંસદ અબુ તાહિર, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સાંસદ ET બસીર, CPI મહાસચિવ સૈયદ અઝીઝ પાશા અને CPIMLના સાંસદ રાજા રામ સિંઘ પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા છે.
दिल्ली के जंतर-मंतर पर वक्फ बिल के खिलाफ प्रदर्शन में पहुंचे असदुद्दीन ओवैसी#AIMPLB #WaqfBoardBill #Protest #Owaisi | #ZeeNews pic.twitter.com/GyCrEOLbQD
— Zee News (@ZeeNews) March 17, 2025
વિરોધ પ્રદર્શનમાં સામેલ AIMPLB પ્રવક્તા SQR ઇલ્યાસે ખેડૂતોના કાયદાઓનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે આ બિલ પણ એ જ રીતે પાછું ખેંચવામાં આવશે. ઇલ્યાસે કહ્યું કે, “જેમ ખેડૂતોએ કેન્દ્ર સરકાર પર દબાણ કર્યું અને કાયદા રદ કરાવ્યા, તેમ અમે આ બિલ પસાર ન થાય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, જો સરકાર એટલી કાયર છે કે તે કોઈનું સાંભળી શકતી નથી, તો આવી સરકારને સરકાર ચલાવવાનો કોઈ અધિકાર નથી.”
#WATCH | All India Muslim Personal Law Board (AIMPLB) holds a protest against Waqf (Amendment) Bill 2024 at Delhi's Jantar Mantar pic.twitter.com/8Wym4WkibV
— ANI (@ANI) March 17, 2025
AIMPLBના ઉપપ્રમુખ ઉબૈદુલ્લાહ આઝમીએ ભારતીય બંધારણ દ્વારા પૂરી પાડવામાં આવેલ ધાર્મિક બાબતોના રક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, “ભારતને વફાદારીના આધારે સ્વીકારવામાં આવ્યું હતું, ગૌણતાના આધારે નહીં. આ ભૂમિ કોઈના પૂર્વજોની નથી. અમે આ જમીન માટે બલિદાન આપ્યું છે અને અમે આ કરતા રહીશું.” તેમણે ચેતવણી આપી હતી કે જો બિલ રદ કરવામાં નહીં આવે તો AIMPLBના નેતૃત્વ હેઠળ મુસ્લિમો દેશ વતી કોઈપણ બલિદાન માટે તૈયાર રહેશે.
નોંધનીય છે કે આ વિરોધ પ્રદર્શન 13 માર્ચે શરૂ થવાનું હતું, પરંતુ હોળીની રજાઓને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. બોર્ડના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિરોધની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ બિલ ‘ભેદભાવ’ સમાન છે. નોંધનીય છે કે આ પ્રદર્શન પહેલાં મુસ્લિમ સમુદાયના નેતાઓ બીજું શાહીનબાગ ઉભું કરવાની ધમકીઓ પણ આપી ચૂક્યા છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ (BJP) AIMPLB પર વક્ફ સુધારા બિલનો ઉપયોગ અશાંતિ ફેલાવવા અને મતદારોનું ધ્રુવીકરણ કરવાના બહાના તરીકે કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા શેહઝાદ પૂનાવાલાએ AIMPLB, કોંગ્રેસ, TMC, સમાજવાદી પાર્ટી અને AIMIMની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


