Saturday, November 23, 2024
More
    હોમપેજદેશતિલક લગાવવા અને 'જય શ્રીરામ' બોલવાથી રોક્યા વિદ્યાર્થીઓને: હિમાચલની સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં હિંદુ...

    તિલક લગાવવા અને ‘જય શ્રીરામ’ બોલવાથી રોક્યા વિદ્યાર્થીઓને: હિમાચલની સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં હિંદુ સંગઠનોનો વિરોધ, પ્રોફેસર વિરુદ્ધ કરી કાર્યવાહીની માંગ

    પ્રોફેસરે કહ્યું છે કે, જય શ્રીરામ કહેવું રાજકીય છે. પ્રોફેસર તરફથી આવી હરકત કરવાને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે પ્રોફેસર પર ગેરવર્તન અને ભેદભાવનો આરોપ પણ લગાવ્યો છે. હિંદુ સંગઠનોએ પણ આ મામલે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કાંગડા જિલ્લામાં 22 નવેમ્બર, 2024ના રોજ પરાગપુરના બલાહરમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના (Rashtriya Sanskrit Sansthan) વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન (Students Protest) કર્યું હતું. એક પ્રોફેસરે માથા પર પર તિલક (Tilak) લગાવવાનો અને ‘જય શ્રીરામ’ (Jay Shri Ram) બોલવાનો કથિત રીતે ઇનકાર કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

    વિદ્યાર્થીઓએ અગાઉ સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર સત્યમ કુમારીને ફરિયાદ કરી હતી. તેમણે અનુશાસન સમિતિને આ મામલે તપાસ કરવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પ્રોફેસરે તેમને તિલક લગાવવા અને ‘જય શ્રીરામ’ કહેવાથી રોક્યા હતા.

    પ્રોફેસરે કહ્યું છે કે, જય શ્રીરામ કહેવું રાજકીય છે. પ્રોફેસર તરફથી આવી હરકત કરવાને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે પ્રોફેસર પર ગેરવર્તન અને ભેદભાવનો આરોપ પણ લગાવ્યો છે. હિંદુ સંગઠનોએ પણ આ મામલે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. વિદ્યાર્થીઓની સાથે હિંદુ સંગઠનોએ પણ ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન કર્યું છે.

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદ (VHP), બજરંગ દળ અને બ્રાહ્મણ સભા જેવા અન્ય હિંદુ સંગઠનોએ સંસ્થાના મુખ્ય દ્વાર પર વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમણે જય શ્રીરામના નારા લગાવ્યા અને ભગવાન રામના ભજન પણ ગાયા હતા. આ મામલે ચર્ચા કરવા માટે તેઓ પ્રોફેસર કુમારીને પણ મળ્યા હતા અને આરોપી પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી.

    સંસ્કૃત સંસ્થાનના પ્રોફેસર કુમારીએ કહ્યું, “અમને વિદ્યાર્થીઓની ફરિયાદ મળી છે અને એક અનુશાસન સમિતિની રચના પણ કરવામાં આવી છે. પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ બંનેને કમિટી સમક્ષ તેમના નિવેદનો આપવા માટે કહેવામાં આવ્યું છે. પ્રોફેસરને પહેલાં જ નોટિસ જારી કરવામાં આવી છે.”

    તેમણે આશ્વાસન આપ્યું કે, આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. આ ઉપરાંત તેમણે પરિસ્થિતિ માટે ગેરસમજને જવાબદાર ગણાવી હતી. અનુશાસન સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. હિંદુ જાગરણ મંચના નેતાઓ પણ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના કેમ્પસમાં પહોંચ્યા હતા અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું.

    VHP કાર્યકર્તાઓએ પ્રોફેસરના વર્તનની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, પ્રોફેસરે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. VHPના એક સભ્યએ કહ્યું, “અમે કોઈપણ રીતે અમારા ધાર્મિક અધિકારોનું દમન સહન નહીં કરીએ.” દરમિયાન, વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો કાર્યવાહી નહીં થાય તો તેઓ પ્રદર્શન ચાલુ રાખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં