Saturday, November 16, 2024
More
    હોમપેજક્રાઈમનકલી નોટોનું કારખાનું, જીવતી કારતૂસ અને બૉમ્બ સાથે ઝડપાઇ મુસ્લિમ ગેંગ: સપા...

    નકલી નોટોનું કારખાનું, જીવતી કારતૂસ અને બૉમ્બ સાથે ઝડપાઇ મુસ્લિમ ગેંગ: સપા નેતા મોહમ્મદ રફીક, નૌશાદ ખાન, ઔરંગઝેબ સહિત 10ની ધરપકડ, મળી આવી નેપાળ-ભારતની ફેક કરન્સી

    પકડાયેલા 10 આરોપીઓમાં મોહમ્મદ રફીક અને નૌશાદ ખાન સપા નેતા હોવાનું સામે આવ્યું છે. બાકીના આરોપીઓની ઓળખ ઔરંગઝેબ ઉર્ફે લાદેન, શેખ જમાલુદ્દીન, નિયાજુદ્દીન, રેહાન ખાન, હાશિમ ખાન, શિરાજ, હસમતી અને પરવેઝ ઇલાહી તરીકે થઈ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (UP) કુશીનગરમાં (Kushinagar) નકલી નોટોનું આખું કારખાનું (Factory of Fake Currency) ઝડપાયું છે. કારખાનાની સાથે ગેરકાયદેસર હથિયારો (Illegal Weapons) પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે સપા નેતા (SP Leader) સહિત કુલ 10 મુસ્લિમ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસે સાડા પાંચ લાખ રૂપિયાથી વધુની નકલી ભારતીય નોટો, ત્રણ હજારની નકલી નેપાળી નોટો, ગેરકાયદેસર હથિયારો, કારતૂસ અને બૉમ્બ પણ મળી આવ્યા છે. મુસ્લિમ ગેંગમાં સામેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ મોહમ્મદ રફીક સમાજવાદી પાર્ટીનો (SamajWadi Party) નેતા છે અને તેની સાથે અન્ય એક આરોપી પણ સપા નેતા હોવાનું સામે આવ્યું છે.

    કુશીનગરમાં નકલી નોટોનું કારખાનું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. મુસ્લિમ ગેંગમાં સામેલ મોહમ્મદ રફીક ઉર્ફે બબલુ ખાન સપા લોહિયા વાહિનીનો રાષ્ટ્રીય સચિવ તથા નૌશાદ ખાન સપાના સાંસ્કૃતિક પ્રકોષ્ઠના પ્રદેશ મહાસચિવ છે. પકડાયેલો ઔરંગઝેબ પણ રાજકારણમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સપા જિલ્લા અધ્યક્ષ શુકરુલ્લાહ અન્સારીએ જણાવ્યું છે કે, બંને પદાધિકારીઓને પોલીસે ફસાવ્યા છે. જોકે, ઘાતક હથિયારો, બૉમ્બ, જીવતી કારતૂસો અને બે દેશોના નકલી નાણાં પણ આ ગેંગ પાસે જ મળી આવ્યા હતા.

    નકલી નોટોથી લઈને ઘાતક હથિયારો પણ જપ્ત, આરોપીઓમાં સપા નેતાઓ પણ

    પોલીસ અધિક્ષક સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું છે કે, આ આખી ગેંગને પકડવા માટે બોર્ડર પોલીસ સ્ટેશનો અને સાયબર સેલની મદદ પણ લેવામાં આવી હતી. શનિવારે (21 સપ્ટેમ્બર) પોલીસે પાડેલા દરોડામાં ત્રણ શકમંદોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછના આધારે પછીથી અન્ય 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગેંગ પાસેથી બે કાર, ₹5.62 લાખની નકલી ભારતીય નોટો, નકલી નોટોના બદલામાં મળેલી ₹1.10 લાખની અસલી નોટો, ત્રણ હજારનું નેપાળી ચલણ, દસ તમંચા, 30 કારતૂસ, 12 ખોખા, ત્રણ ઉચ્ચ ક્ષમતાના સૂતળી બૉમ્બ, 13 મોબાઈલ ફોન, 26 નકલી સીમકાર્ડ, 10 નકલી આધારકાર્ડ, 10 ATM કાર્ડ અને 8 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    પકડાયેલા 10 આરોપીઓમાં મોહમ્મદ રફીક અને નૌશાદ ખાન સપા નેતા હોવાનું સામે આવ્યું છે. બાકીના આરોપીઓની ઓળખ ઔરંગઝેબ ઉર્ફે લાદેન, શેખ જમાલુદ્દીન, નિયાજુદ્દીન, રેહાન ખાન, હાશિમ ખાન, શિરાજ, હસમતી અને પરવેઝ ઇલાહી તરીકે થઈ છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું છે કે, આ ગેંગ સામાન્ય લોકોને ધમકાવીને તેમની જમીનની રજીસ્ટ્રી પોતાના નામ પર પણ કરાવી રહી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં