હોમપેજમંતવ્યસ્મિત મચ્છર, તુકારામ ઓંબળે: બે ઘટનાઓ, બે નિર્ણાયક વળાંકો

સ્મિત મચ્છર, તુકારામ ઓંબળે: બે ઘટનાઓ, બે નિર્ણાયક વળાંકો

સ્મિત મચ્છરે હજારો ફિટની ઊંચાઈએ લડત આપીને 180ને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા અને ઘટનાને વળાંક આપી દીધો. તેમણે કોકપિટ ન ખોલ્યું હોત તોપણ કંઈ પણ બની શક્યું હોત.

- Advertisement -

26 નવેમ્બર 2008ની રાત્રે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનથી આવેલા દસ આતંકવાદીઓ હતા. બે દિવસના ઑપરેશન પછી એનએસજીએ આઠને ઠાર કરી દીધા. 27મી નવેમ્બરની રાત્રે આમિર અજમલ કસાબ અને તેનો સાથી ઇસ્માઇલ એક કાર હાઇજેક કરીને ગિરગાંવ ચોપાટી તરફ જતા હતા. ડીબી માર્ગ પોલીસ મથકને ઇનપુટ આપી દેવાયું હતું એટલે ઠેરઠેર નાકાબંધી થઈ હતી.

બંને આતંકવાદીઓ સ્કોડા કાર લઈને નાકા સુધી પહોંચ્યા એટલે પોલીસે સરેન્ડર કરવા માટે કહ્યું. પણ ઈસ્માઈલે રિવર્સ લઈને કાર હંકારી મૂકી અને ઉતાવળમાં કાર ડિવાઈડર સાથે જઇને અથડાઈ. પછીથી પોલીસકર્મીઓ કાર તરફ આગળ વધ્યા, દરમ્યાન એક ગોળી ચાલી અને કાર પર વાગી. અહીં ઇસ્માઇલે કસાબને હાથ ઉપર કરીને ઉતરવા કહ્યું પણ પોતે પોલીસ અધિકારીઓ તરફ ગોળી ચલાવી દીધી. જવાબમાં પોલીસે પણ ગોળી ચલાવી અને સીધી ઈસ્માઈલના ગળામાં ઘૂસી ગઈ.

કસાબ જીવિત હતો. પોલીસકર્મીઓ તેને પકડવા માટે પહોંચ્યા ત્યારે અચાનક રાઇફલ કાઢીને તેણે એક કર્મચારીને ગોળીઓ ધરબી દીધી. આ મુંબઈ પોલીસના કોન્સ્ટેબલ તુકારામ ઓંબળે હતા. તેમણે ગોળીઓ ખાધી પણ કસાબને જીવતો પકડી રાખ્યો.

- Advertisement -

સાથીને આ રીતે ઢળી પડતા જોઈને અન્ય પોલીસકર્મીઓ કસાબને ગોળીએ દેવા જતા હતા ત્યાં તેમને લીડ કરતા પીઆઈ સંજય ગોવિલકરે સમજાવ્યા કે કસાબ જીવિત રહેવો જરૂરી છે. પછીથી એ જીવતો પકડાયો. કેસ ચાલ્યો અને 2012માં તેને ફાંસી થઈ.

તુકારામ ઓંબળે અને ગોવિલકર જેવા અધિકારીઓ ન હોત તો આ હુમલો હિંદુ આતંકવાદ ગણાવવા માટે તખ્તો ઘડાઈ ચૂક્યો હતો. હુમલાનો દોષ હિંદુઓના માથે નાખી દેવાયો હોત. કારણ કે તમામ દસ મુસ્લિમ આતંકવાદીઓ ફર્જી હિંદુ આઇડી સાથે ભારત આવ્યા હતા. કસાબ પાસેથી પછીથી સમીર ચૌધરી નામનું એક આઈડી મળી આવ્યું, જેમાં બેંગલુરુનું સરનામું હતું. તેના હાથમાં રક્ષાસૂત્ર હતું જે હિંદુઓ પહેરે છે. કસાબ જીવતો પકડાયો પછી આ બધું ખૂલ્યું. તેણે પોતાના સ્ટેટમેન્ટમાં પણ આ સ્વીકાર્યું હતું.

મુંબઈ પોલીસના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ મારિયાએ વર્ષો પછી ‘લેટ મી સે ઈટ નાઉ’ નામની એક સ્મરણકથા લખી તેમાં આ તથ્યોનો ઉલ્લેખ છે.

તુકારામે વિશ્વભરના હિંદુઓને કલંકિત થતા બચાવી લીધા હતા. તેમના એક સાહસે ઇતિહાસને એક મોટો વળાંક આપી દીધો. બાકી ઘટનાઓ બીજી રીતે પણ બની શકી હોત. તેનાં દુષ્પરિણામો આવ્યાં હોત.

ઇઝરાયેલ જતી ફ્લાઇટને ક્રેશ કરાવવાનો ઓમાની મુસ્લિમ પાયલટનો મનસૂબો પાર ન પડવા દઈને ભારતીય પાયલટ સ્મિત મચ્છરે શૌર્ય અને સાહસ દેખાડ્યું એ આવી બીજી એક ઘટના છે.

જો વિમાન ક્રેશ થયું હોત તો તેનો મુખ્ય પાયલટ એક હિંદુ હતો એવી થિયરી ચાલુ થઈ ગઈ હોત. ફરી ‘સેફરન ટેરર’વાળું જીવતું કર્યું હોત. ફરી આપણને આતંકી કહેવાયા હોત. વિદેશી પ્રકાશનોમાં લાંબા લેખો લખાવા માંડ્યા હોત. જેઓ અત્યારે પાયલટના સાહસને બિરદાવવામાં ખચકાય છે તેમણે મોટેમોટેથી બૂમો પાડી હોત.

સ્મિત મચ્છરે હજારો ફિટની ઊંચાઈએ લડત આપીને 180ને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા અને ઘટનાને વળાંક આપી દીધો. તેમણે કોકપિટ ન ખોલ્યું હોત તોપણ કંઈ પણ બની શક્યું હોત.

તુકારામ ઓંબળે, સ્મિત મચ્છર નાયકો છે. તેઓ પ્રજાની સ્મૃતિમાં કાયમ માટે રહે એ આવશ્યક છે. તેમની વીરતાનું સન્માન થાય એ આવશ્યક છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં