તૂર્કીમાં બેસીને ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા નાર્કો ટ્રાફિકિંગ કિંગપિન નવપ્રીત સિંઘને સરકાર તૂર્કીથી ડિપોર્ટ કરી લાવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ જાણકારી આપી.
તેમણે X પર એક પોસ્ટ કરીને કહ્યું, ‘મોદી સરકારે મોટા નાર્કો ટ્રાફિકિંગ કિંગપિન નવપ્રીત સિંઘને તૂર્કીથી ડિપોર્ટ કરાવવામાં મોટી સફળતા મેળવી છે.’
Modi govt has achieved a historic milestone by securing the deportation of hardened narco-trafficking kingpin Navpreet Singh from Türkiye.
— Amit Shah (@AmitShah) October 3, 2026
Obtaining Turkish citizenship under the fake identity of Navab Virk, he had continued to smuggle heroin and methamphetamine to India from…
ગૃહમંત્રીએ આપેલી જાણકારી અનુસાર, નવપ્રીતે નવાબ વિર્કના નામથી તૂર્કીમાં નાગરિકત્વ મેળવ્યું હતું અને અફઘાનિસ્તાનથી હેરોઇન અને મેથાફેટામાઇન લઈને ભારતમાં સ્મગલ કરવાનો મોટો કારોબાર ચાલવતો હતો.
ભારતીય એજન્સીઓ આખું નેટવર્ક ફંફોસતી છેક નવપ્રીત સુધી પહોંચી ગઈ, તેની સાચી ઓળખ ઉજાગર કરી નાખી અને ત્યારબાદ તૂર્કીથી ડિપોર્ટ કરવી દીધો હતો.
નવપ્રીતને ભારત લાવવામાં આવ્યો છે અને જેલભેગો કરી દેવામાં આવ્યો છે. હવે તેની વિરુદ્ધ ડ્રગ્સ ટ્રાફિકિંગ અને અન્ય ગુનાઓ હેઠળ તપાસ કરવામાં આવશે. ગૃહ પ્રધાને તમામ એજન્સીઓને આ સફળતા માટે શુભકામનાઓ પાઠવી છે.
અમિત શાહે કહ્યું કે ડિસેમ્બર 2029 પહેલાં મોદી સરકાર તમામ નાર્કો કાર્ટેલને ખતમ કરી નાખવા માટે પ્રતિબદ્ધ છે.

