હોમપેજદુનિયાકટ્ટરપંથી વિચારોના કારણે ઓમાની એરલાઇન્સે મૂક્યો હતો પ્રતિબંધ, ઇઝરાયેલમાં ક્રેશ કરાવવા માગતો...

કટ્ટરપંથી વિચારોના કારણે ઓમાની એરલાઇન્સે મૂક્યો હતો પ્રતિબંધ, ઇઝરાયેલમાં ક્રેશ કરાવવા માગતો હતો વિમાન: કોણ છે ફ્લાયદુબઈનો જેહાદી કો-પાયલટ હમામ અલ હમ્મામી

હમ્મામીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી જાણવા મળે છે કે તેણે ઓમાન એર માટે 7 વર્ષ કામ કર્યું હતું અને ફેબ્રુઆરી 2025માં તેને કાઢી મૂકાયો હતો. ત્યારબાદ જૂન 2025માં રોયલ એર મેરોક (મોરક્કોની એરલાઈન્સ) સાથે જોડાયો અને જાન્યુઆરી 2026માં ફ્લાયદુબઈમાં આવ્યો હતો.

- Advertisement -

દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈટના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરીને વિમાન ક્રેશ કરાવવાનો પ્રયાસ કરનાર કો-પાયલટ ઓમાનનો હતો એ જાણકારી ઘટના પછી તરફ બહાર આવી હતી. હવે તેનું નામ બહાર આવ્યું છે. હમામ અલ હમ્મામી નામનો આ 29 વર્ષીય કો-પાયલટ વિમાન ક્રેશ કરાવીને 180 લોકોના જીવ લેવા માગતો હતો પરંતુ ભારતીય પાયલટ સ્મિતના સાહસના કારણે એ શક્ય ન બન્યું.

અલ હમામ હમ્મામી ઓમાની નાગરિક છે અને તેનો જન્મ યુએઈમાં થયો હતો. તેનો બાપ ઓમાની છે અને માતા સીરિયન. જોકે કહેવાય છે કે તેણે મોટાભાગનો સમય ઓમાનની બહાર જ ગાળ્યો હતો અને ખાસ કરીને સીરિયામાં ઘણો સમય રહ્યો હતો. સીરિયામાં રહ્યા દરમ્યાન જ તે જેહાદી કટ્ટરપંથી બની ચૂક્યો હતો.

આ કટ્ટરપંથી વિચારોના કારણે જ ઓમાનની એરલાઇન્સે તેને સુરક્ષા માટે જોખમી ગણીને વિમાન ઉડાવવા પર રોક લગાવી દીધી હતી.

- Advertisement -

કટ્ટરપંથી હોવાનું જાણીને ઓમાની એરલાઈન્સે મૂક્યો હતો પ્રતિબંધ

હમ્મામી 2024માં ઓમાન એરમાં કો-પાયલટ ટ્રેની તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ તે કટ્ટરપંથી વિચારધારાથી ગ્રસિત હોવાનું જાણીને એરલાઈન્સે તેની ઉપર વિમાન ઉડાવવા પર રોક લગાવી દીધી હતી અને માત્ર દસ્તાવેજી કામ આપવાનું ચાલુ કર્યું હતું. ફ્લાઈંગ પર રોક લગાવવાનું કારણ સિક્યુરિટી રિસ્ક આપવામાં આવ્યું હતું.

કોણ છે હમ્મામી?

સિક્યુરિટી રિસ્ક હોવા છતાં હમ્મામીને દુબઈની એરલાઈન્સ ફ્લાયદુબઈમાં નોકરી મળી ગઈ અને એટલું જ નહીં પણ ફ્લાઈંગની પરવાનગી પણ અપાઈ અને ઇઝરાયેલ જેવા સંવેદનશીલ રૂટ પર મૂકવામાં આવ્યો હતો. જે વિમાન ક્રેશ કરાવવાનો તેનો ઇરાદો હતો.

હમ્મામીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી જાણવા મળે છે કે તેણે ઓમાન એર માટે 7 વર્ષ કામ કર્યું હતું અને ફેબ્રુઆરી 2025માં તેને કાઢી મૂકાયો હતો. ત્યારબાદ જૂન 2025માં રોયલ એર મેરોક (મોરક્કોની એરલાઈન્સ) સાથે જોડાયો અને જાન્યુઆરી 2026માં ફ્લાયદુબઈમાં આવ્યો હતો.

ઘટના પછી બે પોસ્ટ થઈ: એકમાં આતંકીઓના ફોટો, બીજીમાં ઇસ્લામનાં ત્રણ સ્થળો

CNNના રિપોર્ટ અનુસાર કો-પાયલટની લિંક્ડઇન પ્રોફાઇલ પર બુધવારની ઘટના પછી બે પોસ્ટ થઈ હતી. એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ પોસ્ટ કોઈ બીજાએ પબ્લિશ કરી હતી કે હમ્મામીએ પહેલેથી શિડ્યુલ કરી રાખી હતી. પ્રોફાઇલ હમ્મામીની જ છે એ પુષ્ટિ થઈ ચૂકી છે, જોકે હવે પ્રોફાઇલ ડિલીટ થઈ ગઈ છે. જેનું કારણ જાણવા મળ્યું નથી.

જે બે પોસ્ટ કરવામાં આવી હતી તેમાંથી એક પોસ્ટમાં બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનું કોકપિટ બતાવવામાં આવ્યું હતું. ક્લિપ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની હોવાનું કહેવાય છે, જેમાં વિડીયો શૂટ કરનાર વ્યક્તિ ઇઝરાયેલી એરલાઇન્સના વિમાન પર ઝૂમ કરતી જોવા મળે છે. તારીખ 11 ઑક્ટોબર, 2023ની જોવા મળે છે. આ સમયે હમ્મામી ઓમાન એરલાઇન્સ માટે કામ કરતો હતો.

વિડીયોનો અંત અલ-ઝવાહરીના ફોટો સાથે થાય છે. ઝવાહરી ઓસામા બિન લાદેનને અમેરિકાએ મારી નાખ્યા પછી અલ-કાયદાનો ચીફ બન્યો હતો. સાથે અલ-કાયદાના જ હમામ ખલીલનો પણ ફોટો હતો, જેણે 2009ના એક આત્મઘાતી હુમલામાં અમેરિકાની સીઆઈએના સાત અધિકારીઓ સહિત 9 લોકોની હત્યા કરી હતી.

બીજી પોસ્ટમાં ઈસ્લામનાં ત્રણ સ્થળો મક્કા, મદીના અને જેરુસલેમના એઆઈ જનરેટેડ ફોટો જોવા મળ્યા હતા. સાથે બેકગ્રાઉન્ડમાં એક કવિતા વાગતી હતી, જેમાં મૃત્યુનો ડર ન રાખવાની અને અપમાન સહન ન કરવાની વાત કરવામાં આવી રહી હતી.

લિંક્ડઇન પર કહેવામાં આવ્યું છે કે તે ઈંગ્લેન્ડના બકિંગહામશાયરની યુનિવર્સિટીમાંથી ભણ્યો હતો. સીએનએનના રિપોર્ટ અનુસાર યુનિવર્સિટીએ પુષ્ટિ કરી છે કે આ નામનો એક માણસ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ પૂર્ણ કરી ગયો હતો અને એવિએશન મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી હતી. વર્ષ 2023 હતું.

આ બે વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પણ મૂકવામાં આવ્યા હતા પરંતુ પછીથી અકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

હમ્મામીનું ટ્વિટર અકાઉન્ટ પણ હતું પરંતુ હવે એ પણ ડિલીટ થઈ ચૂક્યું છે. જેમાં તેના કટ્ટરપંથી વિચારો જાણવા મળે છે. જેની ઉપરથી લાગે છે કે તે જેહાદી વિચારધારા ધરાવતો હતો અને સાથે-સાથે મહિલાવિરોધી પણ હતો. 2021થી 2022 વચ્ચે તેણે લગભગ 3000 પોસ્ટ કરી હતી.

ઓમાની પાયલટ ઇઝરાયેલની ફ્લાઇટમાં કઈ રીતે?

ઓમાને ઇઝરાયેલને માન્યતા આપી નથી. ઇઝરાયેલ જે દેશો સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો ન હોય અને જે દેશોએ ઇઝરાયેલને માન્યતા ન આપી હોય તેનું નાગરિકત્વ ધરાવતા પાયલટને પોતાની એરસ્પેસમાં ફ્લાઇંગ કરવા પરવાનગી આપતું નથી. આ સંજોગોમાં પ્રશ્ન એ છે કે ઓમાનનો પાયલટ ઇઝરાયેલ જતા વિમાનમાં કઈ રીતે હોય શકે?

એક શક્યતા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કો-પાયલટ પાસે કોઈ અન્ય દેશની પણ નાગરિકતા હોય શકે, પરંતુ ‘જેરૂસલેમ પોસ્ટ’નું માનીએ તો તેની પાસે માત્ર ઓમાનની જ નાગરિકતા હતી. જેથી બીજા પાસપોર્ટ પર ફ્લાઈંગ કરવાની શક્યતાઓ પણ રહેતી નથી. ઇઝરાયેલ માટે હવે એ પણ સંશોધનનો વિષય છે કે ઓમાની નાગરિક ઇઝરાયેલની ફ્લાઇટમાં કઈ રીતે આવ્યો.

ઓમાન અને ઇઝરાયેલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નથી. યુએઈ અને ઇઝરાયેલ વચ્ચે 2020ના અબ્રાહમ એકોર્ડ્સ પછી સંબંધો સ્થપાયા છે. જોકે યુએઈ સાથે એવિએશનને લઈને જે કરાર થયા હતા તેમાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈનો ઉલ્લેખ નથી કે ઇઝરાયેલ સાથે જેના રાજદ્વારી સંબંધો હોય એ જ દેશના પાયલટને મોકલવામાં આવે. જેથી લૂપહોલ હોવાની પણ શક્યતા છે.

ઇઝરાયેલની બંને એજન્સીઓ શીન બેટ અને મોસાદ એટલી સક્ષમ છે કે કયો પાયલટ ક્યાંથી આવી રહ્યો છે અને તેનું બેકગ્રાઉન્ડ શું છે એ ક્ષણભરમાં જાણી શકે, પરંતુ પાયલટને ફ્લાઇટ અસાઇન કરવાનું કામ એરલાઇન્સનું છે અને ઇઝરાયેલ મોટેભાગે એરલાઇન્સ પર વિશ્વાસ રાખે છે કે તેઓ યોગ્ય પાયલટને જ ઇઝરાયેલની ફ્લાઇટ સાથે મોકલશે. જોકે દિવસમાં આવતી સેંકડો ફ્લાઇટના દરેક પાયલટનું બેકગ્રાઉન્ડ ચેક કરવું વ્યવહારિક રીતે પણ શક્ય નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં