Thursday, September 19, 2024
More
    હોમપેજક્રાઈમઈદના જુલૂસમાંથી બજરંગબલીના મંદિર પર પથ્થરમારો, હિંદુઓ ઉતર્યા રસ્તા પર, કર્યા હનુમાન...

    ઈદના જુલૂસમાંથી બજરંગબલીના મંદિર પર પથ્થરમારો, હિંદુઓ ઉતર્યા રસ્તા પર, કર્યા હનુમાન ચાલીસાના પાઠ: કડક પગલાં નહીં લેવાય તો આંદોલનનું અલ્ટિમેટમ

    ભારતીય જનતા પાર્ટીના મંદસૌરના પદાધિકારીઓએ પણ એલાન કર્યું છે કે, જો હુમલાખોર સામે જલ્દી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મંદસૌરમાં (Mandsaur) સાંપ્રદાયિક તણાવના સમાચાર સામે આવ્યા છે. ઈદે મિલાદ-ઉન-નબીના (ઈદના) જુલૂસ દરમિયાન અહીં હિંસા ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે. હિંસા પાછળનું કારણ જુલૂસમાંથી હનુમાન મંદિર (Hanuman Temple) પર પથ્થરમારો (Stone Pelting) થયો હોવાનું કહેવાય છે. આ પથ્થરમારામાં એક શ્રદ્ધાળુ ઘાયલ પણ થઈ ગયો છે. આ ઘટનાના વિરોધમાં હિંદુ સમુદાય પણ રસ્તા પર ઉતરી આવ્યો છે. પથ્થરબાજની તાત્કાલિક ધરપકડની માંગ સાથે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસની સામે જ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના સોમવાર (16 સપ્ટેમ્બર, 2024)ના રોજ બનવા પામી હતી.

    માહિતી અનુસાર, આ ઘટના મંદસૌરના નેહરુ બસ સ્ટેન્ડ વિસ્તારમાં બની હતી. અહીં બાલાજી મંદિર આવેલું છે, જેમાં બજરંગબલી અને અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. આ મંદિર આસપાસના વિસ્તારના તમામ હિંદુ ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દર મંગળવારે અહીં સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ હોય છે. સોમવારે મુસ્લિમ સમુદાયના લોકો ઈદના જુલૂસ સાથે મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આરોપ છે કે, આ દરમિયાન જુલૂસમાંથી કોઈ એકે મંદિર પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

    જુલૂસમાંથી ફેંકવામાં આવેલો પથ્થર મંદિરમાં હાજર એક ભક્તને વાગ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન ઘટનાની માહિતી મળતા જ હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો ગુસ્સે થઈ ગયા હતા. તેઓ રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનને કેટલાક સ્થાનિક વેપારીઓનો પણ ટેકો મળ્યો હતો અને બજારો પણ બંધ થઈ ગઈ હતી. સ્થિતિ એવી બની કે, બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    - Advertisement -

    કાર્યવાહીની માંગ પર અડગ રહેલા હિંદુ સંગઠનના સભ્યોની પોલીસ સાથે બોલાચાલી પણ થઈ ગઈ હતી. આ ઘટનાના વિરોધમાં હિંદુઓએ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કરી દીધા હતા. હિંદુ સંગઠનોનો આરોપ છે કે, પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી નથી. બીજી તરફ પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે ઘણા વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાલાજી મંદિરના પૂજારી શરદની ફરિયાદ પર અજાણ્યા પથ્થરબાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમોએ તપાસ શરૂ કરી છે. પ્રશાસનનો દાવો છે કે, પથ્થરબાજની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે.

    વિશ્વ હિંદુ પરિષદે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે અને તેને સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મંદસૌરના પદાધિકારીઓએ પણ એલાન કર્યું છે કે, જો હુમલાખોર સામે જલ્દી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા હુમલાખોરને પકડવાના પ્રયાસો ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં