Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોકસભા સ્પીકર પર ના બની સહમતી, થશે ચૂંટણી: NDAના ઓમ બિરલા સામે...

    લોકસભા સ્પીકર પર ના બની સહમતી, થશે ચૂંટણી: NDAના ઓમ બિરલા સામે INDI ગઠબંધને ઉતાર્યા કે. સુરેશને, 72 વર્ષના ઇતિહાસમાં ત્રીજીવાર ઇલેક્શન

    NDA નેતાઓએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાની તરફેણમાં 10 સેટમાં નામાંકન ભર્યું હતું. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય NDA નેતાઓ હાજર હતા. દરમિયાન વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે 3 સેટમાં બિરલા સામે લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું હતું.

    - Advertisement -

    સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ સંસદ ભવનમાં 18મી લોકસભાનું પહેલું સત્ર મળ્યું છે. સાંસદો અને મંત્રીઓના શપથ ગ્રહણ બાદ હવે બીજા દિવસે લોકસભા અધ્યક્ષને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભા અધ્યક્ષને લઈને સામાન્ય સહમતી બનાવવાના તમામ પ્રયાસો પર પાણી ફરી ગયું છે. વિપક્ષે નોમિનેશનની ડેડલાઇન પહેલાં કોંગ્રેસ સાંસદ કોડિકુન્નિલ સુરેશને INDI ગઠબંધનના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. થોડી જ વારમાં કે. સુરેશે નામાંકન પણ ભરી દીધું હતું. તે પહેલાં NDA તરફથી ભાજપ સાંસદ ઓમ બિરલાએ નોમિનેશન કર્યું હતું. એટલે લોકસભા સ્પીકર માટે NDAના ઓમ બિરલા સામે INDI ગઠબંધને કે. સુરેશને મેદાને ઉતાર્યા છે.

    લોકસભા સ્પીકર માટે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતી બની શકી નથી. તેથી હવે NDAના ઉમેદવાર ઓમ બિરલા સામે INDI ગઠબંધને કે. સુરેશને ઉતાર્યા છે. મંગળવારે (25 જૂન) INDI ગઠબંધનના ઉમેદવાર કે. સુરેશે નામાંકન કર્યું છે. બપોરે 12 વાગ્યા સુધી નોમિનેશન માટે અંતિમ સમય સીમા નક્કી કરવામાં આવી હતી. તેના થોડા સમય પહેલાં જ બંને ગઠબંધનોના ઉમેદવારોને નામાંકન ભરી દીધું હતું. હવે સ્પીકર પદ માટે બુધવારે (26 જૂન, 2024) સવારે 11 કલાકે મતદાન થશે.

    NDA નેતાઓએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાની તરફેણમાં 10 સેટમાં નામાંકન ભર્યું હતું. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય NDA નેતાઓ હાજર હતા. દરમિયાન વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે 3 સેટમાં બિરલા સામે લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું હતું. નોંધનીય છે કે, કે. સુરેશ 8 વખતથી સાંસદ છે.

    - Advertisement -

    આ પહેલાં NDA તરફથી સ્પીકર પદ માટે સામાન્ય સહમતી બનાવવા માટેના પણ પ્રયાસ થયા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓએ INDI બ્લોકના નેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ અલગ-અલગ નેતાઓ સાથે મુલાકાત અને ટેલિફોનિક વાતચીત કરી હતી. રાજકીય વર્તુળોમાં કહેવાય રહ્યું હતું કે, જો બંને પક્ષો વચ્ચે સહમતી બની હોત તો ડેપ્યુટી સ્પીકરનું પદ INDI બ્લોકને ફાળવવામાં આવત. જોકે, વિપક્ષનું કહેવું છે કે, ડેપ્યુટી સ્પીકર પદ માટે કોઈ વાત નહોતી કરી એટલે જ મામલો ગરમાયો હતો.

    નોંધનીય છે કે, આ ત્રીજી વખત સ્પીકરને લઈને ચૂંટણી યોજાઇ રહી છે. આ પહેલાં 1952, 1974 અને 1976માં પણ લોકસભા અધ્યક્ષના પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં 1952માં પહેલી વાર સ્પીકરને લઈને જીવી માલવણકર અને શંકર શાંતારામ વચ્ચે ચૂંટણી લડાઈ હતી. ત્યારબાદ 1974માં પણ ચૂંટણી યોજાઈ હતી. 1976માં ઇમરજન્સી દરમિયાન પણ સ્પીકર પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યારે હવે 2024માં લોકસભા અધ્યક્ષના પદ માટેની આ ત્રીજી ચૂંટણી થવા જઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં