Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'એવું જૂઠ બોલો જે સરળતાથી પકડાય નહીં': સ્વઘોષિત ફેક્ટચેકર મહોમ્મદ ઝુબૈરે દૂરદર્શનના...

    ‘એવું જૂઠ બોલો જે સરળતાથી પકડાય નહીં’: સ્વઘોષિત ફેક્ટચેકર મહોમ્મદ ઝુબૈરે દૂરદર્શનના પત્રકાર વિશે ફેલાવ્યા ફેક ન્યૂઝ, વિડીયો કટ કરીને મૂક્યા બાદ ફૂટ્યો ભાંડો, જાણો શું છે મામલો

    Alt ન્યૂઝના કથિત ફેક્ટચેકર મહોમ્મદ ઝુબૈરે DD ન્યૂઝના એન્કર અશોક શ્રીવાસ્તવનો વિડીયો કટ કરીને પોસ્ટ કર્યો છે. જેનો ઉદ્દેશ્ય ફેક ન્યૂઝ અને ભ્રામક સમાચાર ફેલાવવાનો છે. પરંતુ પત્રકારે પોતે ઝુબૈરનો ભાંડો ફોડી નાખ્યો છે.

    - Advertisement -

    ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા ફેલાવવા માટે જાણીતો ચહેરો બનેલા મહોમ્મદ ઝુબૈરે ફરી એકવાર પ્રોપગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. સ્વઘોષિત ફેક્ટચેકરે DD ન્યૂઝના (દૂરદર્શન) પત્રકાર અને એન્કર અશોક શ્રીવાસ્તવનો એક વિડીયો X પર પોસ્ટ કર્યો છે. તે વિડીયોનો પાછળનો ભાગ કટ કરી દેવામાં આવ્યો છે. ઝુબૈરે કેપ્શન લખ્યું છે કે, “જો તમે જૂઠ બોલો છો, તો એવું જૂઠ બોલો કે સરળતાથી પકડાઈ ન જાઓ.” આ સાથે તેણે વિડીયો પોસ્ટ કર્યો અને પત્રકારનો એંકરીંગ સમયનો 2013નો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. DD ન્યૂઝના (દૂરદર્શન) પત્રકાર અશોક શ્રીવાસ્તવ વિડીયોમાં લેખક અને ‘સ્વરાજ્ય’ના એડિટર આનંદ રંગનાથનને કહી રહ્યા હતા કે, પહેલાંની UPA સરકારમાં તેમને હાથમાં કલાવો બાંધવા સુધીની પણ સ્વતંત્રતા નહોતી. સરકારી અધિકારીઓએ તેમને કહ્યું હતું કે, સ્ક્રીન પર તેઓ કલાવો પહેરી શકશે નહીં.

    આ વિડીયોની સાથે મહોમ્મદ ઝુબૈરે 2013નો એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં દેખાઈ રહ્યું હતું કે, DD ન્યૂઝના પત્રકાર અશોક શ્રીવાસ્તવ ઓનસ્ક્રીન એંકરીંગ કરી રહ્યા છે અને તેમણે હાથમાં કલાવો પણ પહેરેલો છે. જેથી મહોમ્મદ ઝુબૈરે કેપ્શનમાં પણ કહી દીધું કે, એવું જૂઠ ન બોલો કે, જે તરત પકડાઈ જાય. પરંતુ પત્રકારનો આખો વિડીયો જોતાં તેમાં તેઓ કહી રહ્યા હતા કે, આ ઘટના 2006-7ની છે. જ્યારે ઝુબૈરે 2013નો ફોટો શેર કર્યો છે.

    માત્ર એટલું જ નહીં, પરંતુ અશોક શ્રીવાસ્તવ એવું પણ કહી રહ્યા હતા કે, તેમણે 2006-7માં કલાવો કાઢી નાખવા માટે ઇનકાર કરી દીધો હતો. તેવામાં સ્વાભાવિક છે કે, તેઓ કલાવો પહેરીને જ એંકરીંગ કરતાં નજરે પડશે. પરંતુ ઝુબૈર વિડીયો કટ કર્યા વગર મૂકે તો તેની દુકાન કેવી રીતે ચાલશે? ઝુબૈરની પોસ્ટને રિપોસ્ટ કરતાં સ્વરાજ્યના એડિટર આનંદ રંગનાથને કહ્યું કે, “ISIS દુલ્હનનું આ ટ્વિટ મારા ધ્યાને આવ્યું છે. આખરે આ અર્ધશિક્ષિત આટલી જાડી ચામડીનો કઈ રીતે હોય શકે છે? અશોક શ્રીવાસ્તવ સ્પષ્ટ કહે છે કે, ઘટના 2006ની છે અને તેમણે કલાવો કાઢવાનો ઇનકાર પણ કરી દીધો હતો.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “આ માણસને એક ડિક્શનરીની જરૂર છે. હું પ્રાર્થના કરું છું કે, તેવી 72 તેને જન્નતમાં મળે.” આનંદ રંગનાથન સિવાય પત્રકાર અશોક શ્રીવાસ્તવે પણ મહોમ્મદ ઝુબૈરના આવા પ્રોપગેન્ડા પર પ્રહાર કર્યા હતા. તેમણે X પર ઝુબૈરની પોસ્ટ શેર કરીને લખ્યું કે, “આવી ગયો નકલી ફેક્ટચેકર. પાકિસ્તાન ઝિંદાબાદને નાસિર સાહિબ ઝિંદાબાદ બતાવવાવાળો, 2013ની તસવીર લઈને.”

    તેમણે વધુમાં લખ્યું કે, “2006થી 2012 સુધીમાં ઘણુંબધું બદલાઈ ગયું હતું. તે અધિકારી બદલાઈ ગયા હતા, મંત્રી બદલાઈ ગયા હતા. UPA સરકાર નબળી પડી ગઈ હતી અને હું વધુ ‘આઝાદ’ થઈ ગયો હતો. જોકે, ‘Modi vs Khan Market Gang’ પુસ્તક આવ્યા બાદ તેનું હેરાન થવું સ્વાભાવિક છે. કારણ કે, પુસ્તકમાં એક ચેપ્ટર આવા જ નકલી ફેક્ટચેકરોને સમર્પિત છે, જેના જૂઠ ફોરેન્સિક તપાસમાં પકડાઈ જાય છે અને તેમ છતાં તેઓ પોતાને ફેક્ટચેકર ગણાવે છે.”

    ડિબેટ કરવા માટે ફેંક્યો પડકાર

    DD ન્યૂઝના પત્રકાર અને એન્કર અશોક શ્રીવાસ્તવે મહોમ્મદ ઝુબૈરને ડિબેટ માટેનો પણ પડકાર ફેંકી દીધો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “મહોમ્મદ ઝુબૈર આજે એક ટ્વિટ કરીને ભાગતો નહીં. હિંમત છે તો આવ કોઈ સ્ટુડિયોમાં બેસીને કેમેરા પર જનતાની સામે ડિબેટ કરીએ. રાહુલજીના શબ્દોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.” આ સાથે તેમણે 2021ની ઘટના વિશે પણ જણાવ્યું હતું. 2021માં પણ પત્રકાર અશોક શ્રીવાસ્તવે ઝુબૈરને ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો, પણ તે આવ્યો નહોતો.

    અશોક શ્રીવાસ્તવે વધુમાં લખ્યું કે, “તું શું ડિબેટ કરીશ? 2021માં તે ગાજિયાબાદમાં જૂઠ ફેલાવ્યું હતું, ત્યારે મે તને પોતાના પ્રોગ્રામ ‘Do Took’માં બોલાવ્યો હતો. (સ્ક્રીનશોટ સાથે) ત્યારેપણ તેની હિંમત નહોતી સત્યનો સામનો કરવા માટેની, ભાગી ગયો હતો.”

    શું કહ્યું હતું મૂળ વિડીયોમાં?

    DD ન્યૂઝના પત્રકાર અને એન્કર અશોક શ્રીવાસ્તવે વિડીયોમાં જે કહ્યું હતું તેનાથી મહોમ્મદ ઝુબૈરનું જૂઠ તરત જ પકડાઈ જાય છે. આનંદ રંગનાથને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અશોક શ્રીવાસ્તવનો મૂળ વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં અશોક શ્રીવાસ્તવ રંગનાથનને કહી રહ્યા છે કે, “જ્યારે UPAની સરકાર હતી તો મને એકવાર બોલાવવામાં આવ્યો હતો ટોપ ઓફિશિયલ દ્વારા.”

    “જોકે, હું મારી ઓળખ તરીકે હાથમાં કલાવો બાંધીને જ રાખું છું અને મને તેના પર ગર્વ છે. પરંતુ UPAની સરકાર દરમિયાન મને એકવાર બોલાવવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું કે, આ જે તમે કલાવો પહેરો છો. આ ઘટના લગભગ 2006-7ની છે. તો મને બોલાવીને કહ્યું કે, તમારો કલાવો સ્કીન પર ન દેખાવો જોઈએ.” આ સાથે આનંદ રંગનાથને સ્પષ્ટતા પણ કરી છે કે, અશોક શ્રીવાસ્તવે અધિકારીને કલાવો કાઢવાની ના પણ કહી દીધી હતી.

    તારણ:- ઘટનાક્રમ જોતાં એ સાબિત થાય છે કે, Alt ન્યૂઝના કથિત ફેક્ટચેકર મહોમ્મદ ઝુબૈરે DD ન્યૂઝના એન્કર અશોક શ્રીવાસ્તવનો વિડીયો કટ કરીને પોસ્ટ કર્યો છે. જેનો ઉદ્દેશ્ય ફેક ન્યૂઝ અને ભ્રામક સમાચાર ફેલાવવાનો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં