Monday, March 3, 2025
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં સરકાર અને સેનાના અત્યાચારોથી ત્રસ્ત બળવાખોરોએ કરાચી એરપોર્ટ બહાર ટેન્કર ફૂંક્યુ:...

    પાકિસ્તાનમાં સરકાર અને સેનાના અત્યાચારોથી ત્રસ્ત બળવાખોરોએ કરાચી એરપોર્ટ બહાર ટેન્કર ફૂંક્યુ: ભીષણ વિસ્ફોટમાં 3 ચીની નાગરિકના મોત, અનેક ઘાયલ- ચીન લાલ ઘૂમ

    વિસ્ફોટ બાદના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા. કેટલાક વિડીયોમાં વિસ્ફોટની તોવ્રતા નજરે પડી. બ્લાસ્ટમાં અનેક ગાડીઓ આગની ઝપેટમાં આવી હોવાનું પણ નજરે પડ્યું.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) આંતરિક અશાંતિ ઉગ્ર બનતી જઈ રહી છે. સરકારના દમનથી ત્રસ્ત નાગરિકો બળવાખોર બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ (Karachi Airport) બહાર ભીષણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 3 ચીની નાગરિકોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બ્લાસ્ટ (Bomb Blast) બળવાખોર સમૂહ બલોચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવ્યો છે. ચીની નાગરિકોના મોત ઉપરાંત કેટલાક પાકિસ્તાની પોલીસકર્મીઓ પણ બ્લાસ્ટમાં ઘાયલ થયા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કરાચી એરપોર્ટ બહાર રવિવારે (6 ઓકટોબર 2023) એક ભીષણ વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે એરપોર્ટની ઈમારતો ધ્રુજી ઉઠી. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એક ટેન્કરમાં કરવામાં આવ્યો હતો. આ હુમલો ચીની નાગરિકોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હોવાનું પાકિસ્તાની અધિકારીઓનું માનવું છે.

    વિસ્ફોટ બાદના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા. કેટલાક વિડીયોમાં વિસ્ફોટની તીવ્રતા નજરે પડી રહી છે. બ્લાસ્ટમાં અનેક ગાડીઓ આગની ઝપેટમાં આવી હોવાનું પણ નજરે પડ્યું. ધુમાડાના બાચકા અને સળગેલી ગાડીઓ સહિતના દ્રશ્યો વિચલિત કરનારા છે. પાકિસ્તાની સરકાર અને સેનાથી ત્રસ્ત બળવાખોર સમૂહ બલોચિસ્તાન લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. બીજી તરફ વિસ્ફોટમાં ચીની નાગરિકોના મોતથી ચીન પાકિસ્તાન પર લાલ ઘૂમ છે.

    - Advertisement -

    ચીન પાકિસ્તાન પર લાલ ઘૂમ

    પાકિસ્તાનમાં ચીની દૂતાવાસે આ બ્લાસ્ટ વિશે નિવેદન જાહેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને પાકિસ્તાનને ચીનના પ્રોજેક્ટ્સ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સૂચના આપી છે. ચીની દૂતાવાસે પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરિકો અને ચાલુ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકોને પણ સતર્ક રહેવા અને સ્થાનિક લોકો પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે.

    ચીની દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “6 ઓક્ટોબરના રોજ, રાત્રે લગભગ 11:00 વાગ્યે, આતંકવાદીઓએ કરાચીમાં જિન્ના આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક ચીન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા પોર્ટ કાસિમ પાવર જનરેશન કંપની લિમિટેડના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં ચીની કર્મચારીઓ માર્યા ગયા હતા, એક ચીની કાર્યકર ઘાયલ થયો હતો અને પાકિસ્તાની પક્ષે અનેક લોકો ઘાયલ થયા.” નોંધનીય છે કે નિવેદન જાહેર થયા બાદ મળેલી તાજી જાણકારી અનુસાર મૃત્યુઆંક ત્રણ થયો છે અને તે પણ ચીની નાગરિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    તેમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે ઇમરજન્સી રિસ્પોન્સ વર્ક શરૂ કરી દીધું છે, જે હેઠળ પાકિસ્તાને ઇજાગ્રસ્તોની સારવાર માટે તમામ શક્ય પ્રયાસો કરવાની, હુમલા પર સંપૂર્ણ તપાસ કરવાની અને ગુનેગારોને કડક સજા કરવાની જરૂર છે. સાથે જ પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યવહારિક અને અસરકારક પગલાં લેવા જરૂરી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં