Friday, January 10, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિAppleના કો-ફાઉન્ડર સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ મહાકુંભમાં લેશે ભાગ: નિરંજન અખાડાના...

    Appleના કો-ફાઉન્ડર સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ મહાકુંભમાં લેશે ભાગ: નિરંજન અખાડાના સાનિધ્યમાં રહીને જોડાશે આધ્યાત્મ સાથે

    13 જાન્યુઆરીના રોજ સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ જોબ્સ મહાકુંભમાં આવશે અને 29 જાન્યુઆરી એટલે કે 17 દિવસ સુધી રોકાશે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ અતિ મહત્વના નિરંજન આખાડાના સાનિધ્યમાં રહેશે.

    - Advertisement -

    તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) આયોજિત મહાકુંભ (Mahakumbh 2025) વિશ્વ આખાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. હિંદુ આસ્થાના અતિ મહત્વના પ્રતિક સમાન આ મહાકુંભમાં વિશ્વભરથી લગભગ 45 કરોડ લોકો આવવાના છે. તેવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, એપ્પલ (Apple) કંપનીના કો-ફાઉન્ડર અને દિવંગત અરબપતિ સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ જોબ્સ (Laurene Powell Jobs) મહાકુંભમાં આવશે. સ્ટિવ જોબ્સનો (Steve Jobs) હિંદુ ધર્મ પ્રત્યેનો લગાવ જગ જાહેર હતો, પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના પત્ની પણ હવે એમના ચીલે ચાલી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર 13 જાન્યુઆરીના રોજ સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ જોબ્સ મહાકુંભમાં આવશે અને 29 જાન્યુઆરી એટલે કે 17 દિવસ સુધી રોકાશે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ અતિ મહત્વના નિરંજન આખાડાના સાનિધ્યમાં રહેશે. તેઓ કલ્પવાસમાં સંન્યાસીઓની માફક રહેશે. નોંધવું જોઈએ કે પતિની માફક લોરેન પણ હિંદુ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવે છે.

    ઉલ્લેખનીય છે કે સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ જોબ્સ એમર્સન કલેક્ટિવના સંસ્થાપક છે અને અધ્યક્ષ છે. સાથે-સાથે તેઓ એપ્પલના માલિક પૈકીના એક છે. તેઓ આગામી દિવસોમાં 17 દિવસ માટે સંપૂર્ણ નિયમાનુસાર કલ્પવાસમાં રહેશે. તેઓ જે નિરંજન અખાડાના સાનિધ્યમાં રહેશે, તે હિંદુ ધર્મના સંતોનો એક પ્રમુખ અખાડો છે અને તેને સહુથી વધુ શિક્ષિત લોકોનો અખાડો માનવામાં આવે છે. આ અખાડાના સંતોમાં અનેક ડીગ્રી મેળવેલા લોકો છે, કે જેમણે સંસારનો ત્યાગ કરીને વૈરાગ્ય અને આધ્યત્મનો માર્ગ પકડ્યો હોય.

    - Advertisement -

    શું હોય છે કલ્પવાસ

    નોંધવું જોઈએ કે કલ્પવાસ અનાદીકાળથી ચાલતી આવતી હિંદુ પરંપરા છે, જેને હિંદુઓ પોષ પૂર્ણિમાથી લઈને માઘી પૂર્ણિમા સુધી મનાવવામાં આવે છે. જે વ્યક્તિ કલ્પવાસમાં રહે છે, તેને કલ્પવાસી કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કલ્પવાસીઓને ખૂબ જ નિયમાનુસાર રહેવાનું હોય છે. આ દરમિયાન ગંગામાં સ્નાન કરવાનો અનેરો મહિમા હોય છે. આ દરમિયાન સંયમમાં રહીને વિભન્ન ઋષીઓ અને સંતોના સાનિધ્યમાં જઈને બોધપાઠ લેવાના હોય છે. તમામ દિવસો આધ્યત્મથી પસાર કરવાના હોય છે.

    આ તમામ નિયમોનું પાલન કરીને સ્ટિવ જોબ્સના પત્ની લોરેન પોવલ જોબ્સ મકર સંક્રાંતિના અવસરે ગંગામાં અમૃત સ્નાન કરશે. આ સ્નાન મહાકુંભના મુખ્ય આકર્ષણ પૈકીનું એક છે અને તેને આધ્યાત્મિક શુદ્ધિકરણનું પ્રતિક માનવામાં આવે છે. પાવેલ નિરંજન અખાડાના કૈલાશાનંદ સ્વામીના સાનિધ્યમાં રહેશે અને અહીં તેઓ યોગ, ધ્યાન અને આધ્યત્મ સાથે જોડાશે. આ મામલે આચાર્ય મહામંડલેશ્વરરે જણાવ્યું છે કે તેઓ સનાતન હિંદુ સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમને આ વખતે મહાકુંભના માધ્યમથી હિંદુ ધર્મન ખૂબ જ નજીકથી જાણવાની ઈચ્છા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં