Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાઅમેરિકામાં પકડાયો હમાસ આતંકી, જેલમાં મળશે હલાલ મીટ અને શરિયાવાળી સુવિધાઓ: કોણ...

    અમેરિકામાં પકડાયો હમાસ આતંકી, જેલમાં મળશે હલાલ મીટ અને શરિયાવાળી સુવિધાઓ: કોણ છે 60 યહૂદીઓની હત્યામાં સામેલ મહમૂદ અમીન યાકુબ અલ મુહતાદી

    ઈઝરાયેલમાં હુમલાને અંજામ આપ્યા બાદ ખોટા વિઝાના આધારે અમેરિકામાં ગયો હતો અને ચૂપચાપ રહેવા માંડ્યો હતો.

    - Advertisement -

    હમાસના એક વૉન્ટેડ આતંકવાદી મહમૂદ અમીન યાકુબ અલ-મુહતાદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા હુમલામાં સંડોવાયેલો હતો. 20 ઓક્ટોબર 2025ના રોજ તેની ધરપકડ કરવામાં આવી. 33 વર્ષીય મહમૂદ હાલમાં લાફાયેટ, લ્યુઇસિયાનામાં રહેતો હતો.

    અટોર્ની જનરલ પામેલા બોન્ડીએ જણાવ્યું, “અમેરિકામાં છુપાયા બાદ આ ખૂંખાર આતંકવાદીને શોધી કાઢવામાં આવ્યો અને 7 ઑક્ટોબરના આતંકવાદી કૃત્ય માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો. હોલોકોસ્ટ પછી યહૂદીઓ પરનો આ સૌથી મોટો હુમલો હતો.” આ હુમલામાં ડઝનબંધ અમેરિકન નાગરિકોના પણ જીવ ગયા હતા.

    17 ઓક્ટોબરે જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં નેશનલ સિક્યુરિટીના સહાયક અટોર્ની જનરલ જોન એ. આઇઝનબર્ગે જણાવ્યું, “ગઈકાલે દાખલ કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે 7 ઓક્ટોબરે જ્યારે અલ-મુહતાદીને ઇઝરાયેલ અને અમેરિકા સહિત અન્ય દેશોના નાગરિકો પર થઈ રહેલા નિર્દય હુમલાની જાણકારી મળી ત્યારે તે તુરંત સક્રિય થયો હતો. હથિયારોથી સજ્જ થઈને તેણે પોતાની ટીમમાં કેટલાક લોકોને સામેલ કર્યા અને પછી ઇઝરાયેલમાં પ્રવેશ્યો હતો. તેની વિરુદ્ધ પૂરતા પુરાવા ઉપલબ્ધ છે.”

    - Advertisement -

    અલ-મુહતાદીએ પછીથી અમેરિકામાં પ્રવેશ માટે ખોટી રીતે વિઝા મેળવ્યા હતા. અમેરિકા આવીને છુપાઈને રહેવા માંડ્યો. જોકે, ન્યાય વિભાગે હમાસના આતંકવાદીઓને નરસંહાર માટે જવાબદાર ઠેરવવાની વાત કરી હતી, પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે લ્યુઇસિયાનાની જેલમાં બંધ આ હમાસ આતંકવાદીને તેની માગણી પર મજહબી સુવિધાઓ આપવામાં આવી છે.

    ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ શુક્રવારે મહમૂદ અમીન યાકુબ અલ-મુહતાદીએ કોર્ટમાં અરજી કરી કે યુએસ માર્શલ્સને તેને મજહબી સુવિધાઓ પૂરી પાડવા અને જેલમાં રહીને પોતાની મજહબી ફરજો પૂરી કરવાની મંજૂરી આપવામાં આવે. નોંધનીય છે કે મહમૂદ અમીન યાકુબ અલ-મુહતાદીએ માત્ર ઇઝરાયેલમાં નરસંહાર કર્યો એટલું જ નહીં, પરંતુ અમેરિકન વિઝા માટેની અરજી દરમિયાન પણ જૂઠું પણ બોલ્યો, જેમાં તેણે 7 ઓક્ટોબરના નરસંહારમાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

    હમાસના આતંકવાદીએ કોર્ટમાં હલાલ માંસ આપવા, ઉપવાસ કરવા અને જેલમાં પોતાની મજહબી ફરજો પૂરી કરવાની મંજૂરી માગી હતી. કોર્ટે આરોપીની અરજી સ્વીકારતાં કહ્યું, “યુએસ માર્શલ્સે આરોપીને તે સુવિધાઓ આપવી જોઈએ, જે તેઓ આપી શકે.” કોર્ટે આતંકવાદીના વકીલને યુએસ માર્શલ્સ સાથે સંપર્કમાં રહેવા અને આ માગણીઓ પૂરી કરવાની તેમની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા પણ કહ્યું હતું.

    કોણ છે મહમૂદ અમીન યાકુબ અલ-મુહતાદી?

    મહમૂદ અમીન યાકુબ અલ-મુહતાદી તે સમયે ગાઝામાં રહેતો હતો. તે 7 ઑક્ટોબરના નરસંહારમાં સામેલ હતો, જેમાં ઇઝરાયેલના કફર આઝા કિબુત્ઝમાં રહેતા 60 લોકોની હત્યા કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, 7 ઓક્ટોબરના નરસંહાર પહેલાં તેણે પોતાના એક સાથી આતંકવાદીને આનંદથી કહ્યું હતું કે આ નરસંહાર ‘ત્રીજું વિશ્વ યુદ્ધ’ ભડકાવશે.

    ફરિયાદમાં એ પણ બહાર આવ્યું કે માત્ર કફર આઝા કિબુત્ઝમાં 60 લોકો માર્યા ગયા અને 19નું અપહરણ કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલાઓમાં 4 અમેરિકન નાગરિકો હતા. કફર આઝાથી અપહરણ કરાયેલા 19 લોકોમાં એક અમેરિકન નાગરિક હતો.

    સેલફોન ડેટાથી જાણવા મળે છે કે અલ-મુહતાદી તે દિવસે સવારે કફર આઝામાં હાજર હતો. તેણે નરસંહાર પહેલાં પોતાના સાથી આતંકવાદીઓને રાઇફલ, બુલેટપ્રૂફ વેસ્ટ અને દારૂગોળો લાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

    ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, 7 ઓક્ટોબરની સવારે એક અન્ય આતંકવાદી સાથે ફોન પર વાતચીતમાં અલ-મુહતાદીએ કહ્યું હતું કે, “ઘણા ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે, આ એક ખેલ છે.” તેણે કોલ દરમિયાન કહ્યું, “જો બધું બરાબર રહ્યું તો સીરિયા ભાગ લેશે, લેબનોન ભાગ લેશે… આ ત્રીજું વિશ્વ યુદ્ધ હશે.”

    આતંકવાદી હુમલાના એક વર્ષથી પણ ઓછા સમયમાં અલ-મુહતાદી અમેરિકા ગયો હતો. પોતાની વિઝા અરજીમાં તેણે દાવો કર્યો હતો કે તે કોઈ આતંકવાદી જૂથનો ભાગ નથી, તેણે ક્યારેય કોઈની હત્યા કરી નથી અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી. આ સ્પષ્ટ રીતે જૂઠાણું હતું. તે સપ્ટેમ્બર 2024માં અમેરિકા પહોંચ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં