ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરની સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. એક વ્યક્તિ પર કુરાન અને પયગંબર મોહમ્મદના આરોપ લગાવીને મુસ્લિમ ટોળાંએ ઉત્પાત મચાવ્યો હતો અને પોલીસ સ્ટેશન પણ ઘેરી લીધું હતું. ટોળાંએ પોલીસ સ્ટેશનની બહાર ‘આરોપીઓને સોંપો’ અને અલ્લાહ-હુ-અકબરના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા, જેના કારણે માહોલ ખરાબ થઈ ગયો હતો.
જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ તેમ છતાં ત્રણ કલાક સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. કેટલાક અસામાજિક તત્વોએ ભીડનો લાભ ઉઠાવીને વાતાવરણને વધુ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ટોળાંને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિસ્થિતિ શાંત ન થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
12 સપ્ટેમ્બર શુક્રવારની નમાજ બાદ સાંજે લગભગ 6.30 વાગ્યે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં પયગંબર મોહમ્મદ અને કુરાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી થઈ હોવાનો આરોપ હતો. આ પોસ્ટ પછી મુસ્લિમ સમુદાયનો ગુસ્સો ફાટી નીકળ્યો અને બદલો લેવા માટે કેટલાક મુસ્લિમ યુવાનોએ હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી.
સ્થાનિક ઇદગાહ કમિટીના સભ્ય કાસિમ રઝાએ પોલીસને આ બાબતની જાણ કરી હતી. ઘટના પછી મુસ્લિમ સમુદાયના ટોળાંએ વાતાવરણને વધુ બગાડવાનું શરૂ કર્યું. પોલીસ સ્ટેશનની બહાર ‘આરોપીને સોંપો-સોંપો’ ના નારા લગાવવા લાગ્યા. આ દરમિયાન ભીડ વધુ હિંસક બની ગઈ અને આરોપીને પકડવા માટે પોલીસ સ્ટેશનમાં ઘૂસવા લાગી હતી.
પોલીસ કાર્યવાહી
આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી સામે FIR નોંધી અને તેની ધરપકડ કરી હતી. તેમ છતાં પરિસ્થિતિ શાંત ન થઈ અને મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પહેલાં સમજાવવાનો પ્રયાસ કર્યો અને મુસ્લિમ સમુદાયના મૌલાનાઓને બોલાવીને વાતાવરણને કાબૂમાં લેવા કહ્યું, પરંતુ લોકો સંમત ન થયા. આ પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ નાસભાગ મચી ગઈ અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્રણ કલાક પછી પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી.
थाना सदर बाजार क्षेत्रान्तर्गत एक व्यक्ति द्वारा सोशल मीडिया पर अभद्र टिप्पणी करने की घटना पर पुलिस द्वारा कृत कार्यवाही तथा जनपद वासियों से शांति व्यवस्था की अपील के सम्बन्ध में #SP_SHA की बाइट। @Uppolice @adgzonebareilly pic.twitter.com/9PislHnax7
— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) September 12, 2025
ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રે શાંતિ જાળવવા અપીલ કરી છે. ડીએમ ધર્મેન્દ્ર પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. વિવાદિત પોસ્ટ પણ ડીલીટ કરવામાં આવી છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે અને કહ્યું છે કે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક અસામાજિક તત્વોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.


