Tuesday, January 14, 2025
More
    હોમપેજક્રાઈમહિંદુ યુવાન ચંદન ગુપ્તાની હત્યા મામલે અઝીઝુદ્દીન, મુનાજીર, આસિફ સહિત 28 દોષિત,...

    હિંદુ યુવાન ચંદન ગુપ્તાની હત્યા મામલે અઝીઝુદ્દીન, મુનાજીર, આસિફ સહિત 28 દોષિત, 2 નિર્દોષ: NIA કોર્ટે આપ્યો નિર્ણય, ‘તિરંગા યાત્રા’ પર કરાયો હતો હુમલો

    પાછલાં 6 વર્ષોથી ચંદનના પિતા તેને ન્યાય મળે તે માટે લડત લડી રહ્યા હતા. ત્યારે ગુરુવારે 2 જાન્યુઆરીએ NIA કોર્ટે 30માંથી 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાસગંજના (Kasganj) ચંદન ગુપ્તાની (Chandan Gupta Murder) હત્યાના કેસમાં લખનૌની NIA વિશેષ કોર્ટે (NIA Court) પોતાનો ચુકાદો આપ્યો હતો. આ હત્યા કેસમાં NIAની વિશેષ કોર્ટે 28 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય બેને નિર્દોષ જાહેર કર્યા હતા. આગામી સમયમાં NIA કોર્ટ સજાની જાહેરાત કરશે. આરોપીઓએ NIA કોર્ટની કાયદેસરતા અને સુનાવણી પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે અરજી ફગાવી દેવામાં આવી હતી.

    નોંધનીય છે કે ચંદન ગુપ્તાની 2018માં હત્યા કરવામાં આવી હતી. આ મામલે લગભગ 100થી વધુ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ પર NIA વિશેષ કોર્ટ સુનાવણી કરી રહી હતી. જેની સજાથી બચવા NIAની કોર્ટની કાયદેસરતાને લઈને અને સુનાવણી પર રોક લગાવવા લખનૌ કોર્ટમાં અરજી કરી હતી.

    નોંધનીય છે કે કાસગંજનો આ મામલો 2022માં એટા જિલ્લા કોર્ટ અને પછી NIA કોર્ટ, અને પછી લખનૌ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની NIA કોર્ટે 23 ઑક્ટોબર, 2024ના રોજ કેસની સુનાવણી પૂરી કરી હતી અને 25 ઑક્ટોબર માટે આદેશ અનામત રાખ્યો હતો. 18 આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરીને કેસને કાસગંજ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી, જેના કારણે નિર્ણય અટકી ગયો હતો. કોર્ટે અરજી ફગાવી દેતાં હવે NIA કોર્ટે 28 આરોપીઓને દોષિત જાહેર કરીને 2 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

    - Advertisement -

    6 વર્ષ બાદ 28 થયા દોષિત જાહેર

    પાછલાં 6 વર્ષોથી ચંદનના પિતા તેને ન્યાય મળે તે માટે લડત લડી રહ્યા હતા. ત્યારે ગુરુવારે 2 જાન્યુઆરીએ NIA કોર્ટે 30માંથી 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આરોપી નસરુદ્દીન અને અસીમ કુરેશીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે 28 આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148, 307/149, 302/149, 341, 336, 504, 506 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

    આ 28 આરોપીઓમાં અઝીઝુદ્દીન, મુનાજીર, આસિફ, અસલમ, શબાબ, સાકિબ, આમિર રફી, સલીમ, વસીમ, નસીમ, બબલુ, અકરમ, તૌફિક, મોહસીન, રાહત, સલમાન, આસિફ, નિશુ, વસીફ, ઈમરાન, શમશાદ, ઝફર, શાકીર, ખાલિદ પરવેઝ, ફૈઝાન, ઈમરાન, શાકીર, ઝાહિદનો સમાવેશ થાય છે. તેમાંથી 1 અઝીઝુદ્દીનનું મૃત્યુ થઇ ચુક્યું છે જ્યારે મુનાજીર રફી જેલમાં બંધ છે. અહેવાલ અનુસાર NIA કોર્ટ 3 જાન્યુઆરી, શુક્રવારે આરોપીઓની સજા સંભળાવશે.

    શું હતો સમગ્ર મામલો

    26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં વિશ્વ હિંદુ પરિષદ, ABVP અને હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કેટલાક મુસ્લિમોએ હુમલો કરી દીધો હતો. જેમાં ચંદન ગુપ્તાની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી વાતાવરણ ખૂબ તંગ બન્યું હતું. કાસગંજમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા હતા.

    આ મામલે 30 લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં ત્રણ ભાઈઓ સલીમ, વસીમ અને નસીમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. 27 જાન્યુઆરીએ ચંદનનું શવ પોસ્ટમોર્ટમ પછી અંતિમયાત્રા માટે સોંપવામાં આવ્યું હતું. તેની અંતિમ યાત્રા પરત ફરી રહી હતી ત્યારે પણ કેટલીક દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. પ્રશાસને શહેરમાં RAF તૈનાત કરીને 28 જાન્યુઆરી સુધી કરફ્યુ લાદવો પડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં