Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓસામા બિન લાદેનને 'ગુરુ' માનનાર UPના SDOને પાણીચું પકડાવાયું: ઓફિસમાં આતંકવાદીનો ફોટો...

    ઓસામા બિન લાદેનને ‘ગુરુ’ માનનાર UPના SDOને પાણીચું પકડાવાયું: ઓફિસમાં આતંકવાદીનો ફોટો લગાવીને કહેતો હતો ‘બેસ્ટ એન્જીનીયર’

    મીડિયા અહેવાલો અનુસાર તપાસ દરમિયાન રવિન્દ્ર ગૌતમે એક પત્ર દ્વારા એમડી સાથે અશ્લીલ અને ગંદી વાતો કરી હતી. આ સમય દરમિયાન તે પોતાની કરતુતને યોગ્ય સાબિત કરવા માટે મક્કમ રહીને દલીલો કરી રહ્યો હતો.

    - Advertisement -

    UPમાં ઓસામા બિન લાદેનને ગુરુ માનનારા UPPCLના (ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લીમીટેડ) એક અધિકારીને નોકરી માંથી હાંકી કાઢવામાં આવ્યો છે. વીજળી વિભાગમાં SDOના પદ પર નોકરી કરતા રવીન્દ્ર પ્રકાશ ગૌતમે પોતાની ઓફિસમાં અલકાયદાના મુખિયા ક્રૂર આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો લગાવ્યો હતો. આટલું જ નહી, આ અધિકારી લાદેનને સહુથી બેસ્ટ એન્જીનીયર પણ કહેતો હતો. જુન 2022માં આ ઘટના સામે આવ્યાં બાદ ગૌતમને સસ્પેન્ડ કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં આરોપો સાચા પુરવાર થતાં ગૌતમે અભિવ્યક્તિની આઝાદીના નામે તેના ઉપરી અધિકારીઓ સાથે અભદ્રતા પણ કરી હતી.

    UPમાં ઓસામા બિન લાદેનને ગુરુ માનવાનો આ કિસ્સો ગત વર્ષે જૂન 2022 માં પ્રકાશમાં આવ્યો હતો, તે સમયે રવિન્દ્ર ગૌતમને યુપી પાવર કોર્પોરેશનમાં ફરુખાબાદ જિલ્લાના પેટાવિભાગ નવાબગંજમાં SDO તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનનો ફોટો ઓફિસમાં લગાવ્યો હતો. જ્યારે આ બાબતે જોર પકડ્યું ત્યારે ગૌતમે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાની કરતુતને છાવરવા લૂલી દલીલો આપવાનું ચાલુ રાખ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને દક્ષિણાંચલ વિદ્યુત નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અમિત કિશોરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. તેમજ વિભાગ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.

    સામે આવેલા મીડિયા અહેવાલો અનુસાર તપાસ દરમિયાન રવિન્દ્ર ગૌતમે એક પત્ર દ્વારા એમડી સાથે અશ્લીલ અને ગંદી વાતો કરી હતી. આ સમય દરમિયાન તે પોતાની કરતુતને યોગ્ય સાબિત કરવા માટે મક્કમ રહીને દલીલો કરી રહ્યો હતો. તેણે અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ પોતાના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સિવાય તેણે નાથુરામ ગોડસે દ્વારા ગાંધીની હત્યા અને દેશમાં ગોડસેમાં વિશ્વાસ રાખનારાઓનું ઉદાહરણ આપીને પોતે સાચો હોવાનું રટણ ચલાવ્યે રાખ્યું હતું.

    - Advertisement -

    ગૌતમે ફરિયાદ નોંધાતા તેમ પણ કહ્યું હતું કે ઓસામા બિન લાદેન અને અન્ય મહાપુરુષોના ફોટોગ્રાફ્સ મૂકવાની પરવાનગી માગ્યા બાદ પણ વિભાગ દ્વારા તેમને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ગૌતમે કહ્યું કે, 2011માં પોતાની પહેલી નિયુક્તિ દરમિયાન અમેરિકામાં બનેલી 9/11ની ઘટના તેમના મગજમાંથી હટવાની નથી. દરમિયાન વરિષ્ઠ અધિકારીઓને તેનો જવાબ સંતોષકારક લાગ્યો ન હતો. તપાસ દરમિયાન તેની પર લાગેલા આરોપો પણ સાચા ઠર્યા હતા. આ જોતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં