Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબૌદ્ધ બની ઇમરાને કર્યા હતા દલિત મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન: માનસિક ત્રાસ...

    બૌદ્ધ બની ઇમરાને કર્યા હતા દલિત મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન: માનસિક ત્રાસ આપી કર્યો અપ્રાકૃતિક બળાત્કાર, અબ્બુ સુલતાન અને ભાઈ મોહસિન પણ સામેલ

    પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 498-A, 323, 377, 504, 506, 376, 328 અને 420 હેઠળ કેસ નોંધ્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ (યુપી)ના પ્રયાગરાજમાં પોલીસ વિભાગમાં તૈનાત દલિત સમુદાયની એક મહિલા કોન્સ્ટેબલે તેના પતિ પર ઉત્પીડન અને અપ્રાકૃતિક કૃત્ય આચર્યાનો આરોપ લગાવ્યો છે. આરોપી પતિનું નામ ઈમરાન ખાન છે, જેણે પીડિતા સાથે બૌદ્ધ બનીને લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈમરાન ઉર્ફે અશોક પણ પોલીસ કોન્સ્ટેબલ છે જે હાલમાં ઉત્તર પ્રદેશના પીલીભીતમાં તૈનાત છે. 

    મળતી માહિતી મુજબ, આ મામલે પ્રયાગરાજના શિવકુટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધવામાં આવ્યો છે. દલિત સમુદાયની મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા અનુસાર તે હિંદુ ધર્મમાં દલિત સમુદાયમાંથી આવે છે.  ઈ.સ. 2016માં તે મુરાદાબાદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પહેલીવાર ઈમરાનને મળી હતી. આ દરમિયાન ઈમરાને જ તેને ટ્રેઈનીંગ આપી હતી, જ્યાં બન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા, ત્યાર બાદ ઈમરાન અને પીડિતાએ લગ્ન કરી લીધા હતા. 

    આરોપી કોન્સ્ટેબલ ઇમરાન ખાન સંભલ જિલ્લાનો રહેવાસી છે અને મિનાર મસ્જિદ પાસે રહે છે. જ્યારે પીડિત મહિલા કોન્સ્ટેબલ, મૂળ વારાણસીની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મહિલાએ  દાવો કર્યો છે કે ઇમરાન લગ્ન દરમિયાન બૌદ્ધ ધર્મ અપનાવીને અશોક નામ ધારણ કર્યું હતું. પીડિતાએ કરેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ તેના પતિ ઈમરાન તેના પિતા અને ભાઈ સાથે મળીને તેને માનસિકત્રાસ આપતા હતા તેમજ તેની સાથે અપ્રાકૃતિક સંબંધો પણ બાંધતા હતા. પીડિતાએ એ પણ શંકા વ્યક્ત કરી છે કે તેનો પતિ ઇમરાન અન્ય કોઈ મહિલા સાથે પણ સંબંધો ધરાવતો હોવો જોઈએ.  

    - Advertisement -

    પીડિત મહિલાની ફરિયાદમાં પોલીસે એફઆઈઆરમાં કોન્સ્ટેબલ ઈમરાન ઉર્ફે અશોકની સાથે તેના પિતા સુલતાન ખાન અને ભાઈ મોહસીન ખાનનું નામ પણ નોધ્યું છે. પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 498-A, 323, 377, 504, 506, 376, 328 અને 420 હેઠળ કેસ નોંધ્યો છે. સ્ટેશન હાઉસ ઓફિસર શિવકુટીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

    પીડિતાને ટાંકીને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રયાગરાજ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ચંદ્રભાનુ યાદવે પીડિતાને સહકાર આપ્યો ન હતો અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે OpIndiaએ  પીડિત કોન્સ્ટેબલનો સંપર્ક કર્યો હતો. તેની સાથે વાત કરતા તેણે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. મહિલા કોન્સ્ટેબલે કહ્યું, “મેં પોલીસ અધિકારી ચંદ્રભાનુ યાદવ વિરુદ્ધ કોઈ દિવસ કઈ જ કહ્યું નથી, મીડિયામાં આવેલા અહેવાલો પાયા વિહોણા છે.” સાથે જ તેણે પોલીસ વિભાગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

    તેણે મીડિયાને પણ પાયા વિહોણા અહેવાલો પ્રકાશિત ન કરવા માટે અપીલ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં