Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આપશે હાજરી: શનિવારે...

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આપશે હાજરી: શનિવારે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે શાહ

    8 અને 19 માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગર, જૂનાગઢ, વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ શનિવારે સર્કિટ હાઉસમાં બેઠક યોજશે. જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા થશે.

    - Advertisement -

    દેશના ગૃહ પ્રધાન અમિત શાહ શનિવર (18 માર્ચ 2023)ના રોજ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાંથી મુખ્ય છે વડોદરાની MS યુનિવર્સિટીના 71મા પદવીદાન સમારોહનો કાર્યક્રમ.

    અહેવાલો મુજબ MS યુનિવર્સિટીના ગત 9 માર્ચના દિવસે વાઈસ ચાન્સેલરે સિન્ડિકેટની બેઠકમાં આ જાહેરાત કરી હતી. જોકે સિન્ડિકેટની અગાઉની બેઠકમાં જે રીતે સિન્ડિકેટ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો તે જોતા તો આ બેઠક પણ તોફાની બનશે તેવા એંધાણ હતા. જોકે બેઠક શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને મોટાભાગના સિન્ડિકેટ  સભ્યોએ આશ્ચર્યજનક રીતે વાઈસ ચાન્સેલરને સહકાર આપ્યો હતો.

    અહેવાલો અનુસાર 18 અને 19 માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગર, જૂનાગઢ, વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ શનિવારે સર્કિટ હાઉસમાં બેઠક યોજશે. જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા થશે. ત્યાર બાદ શનિવારે સાંજે 6 વાગ્યે એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. જે બાદ સાડા આઠ વાગ્યે અમદાવાદ રવાના થશે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી MS યુનિવર્સિટી વિવાદોનું ઉદગમસ્થાન

    ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી કહેવાતા વડોદરા શહેરની MS યુનિવર્સિટી હવે તો જાણે વિવાદોનું ઉદગમસ્થાન બની ગઈ છે. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ બહાર નમાજ પઢવાનો મામલો હોય કે, સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં નમાઝ હોય. ખુબ મોટું નામ ધરાવતા આ વિશ્વવિદ્યાલય માંથી એક પછી એક વિવાદો સામે આવતા રહે છે.

    MS યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી હતી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. તેના બે-ત્રણ જ દિવસ પછી કોમર્સ ફેકલ્ટીની બહાર બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢી હતી. આ બંને ઘટનાઓનો વિરોધ અને વિવાદ શમ્યો નહીં અને ત્યાં મારામારી અને છેડતીની ઘટનાઓ સામે આવી હતી.

    આટલું જ નહી ત્યાર બાદ જાન્યુઆરી મહિનામાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગોત્સવ ઊજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થિનીએ નમાજ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ઑપઇન્ડિયા આ બાબતે ગ્રાઉન્ડ રીપોર્ટ પણ કર્યો હતો.

    આ સિવાયના વિવાદની વાત કરીએ તો યુનિવર્સિટીમાં એસ.વાય. બીકોમની એક વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જણાવ્યું હતું કે, યુનિટ બિલ્ડીંગ પાસે જ ત્રણ લોકોએ તેની સામે અભદ્ર ઈશારા કરીને તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ એકે તેની સામે જોઈને ઈશારો કર્યો હતો અને બીજાએ હાથથી ઈશારો કરીને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીની છેડતી મામલે સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ પણ કરી હતી. જેમની ઓળખ અબુ તાલિબ, રિયાન પઠાણ અને શાહિદ શેખ તરીકે થઇ હતી. આ ત્રણેય પઠાણ ગેંગના લોકો હતા જેમનો આખી યુનિવર્સિટીમાં ખુબ ત્રાસ હોવાની ફરિયાદો હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં