Sunday, July 14, 2024
More
  હોમપેજક્રાઈમમહિલાઓને આગળ કરીને MS યુનિવર્સીટીને મસ્જિદ બનાવવાનો કારસો, ફરી સામે આવ્યું નમાજ...

  મહિલાઓને આગળ કરીને MS યુનિવર્સીટીને મસ્જિદ બનાવવાનો કારસો, ફરી સામે આવ્યું નમાજ ‘જેહાદ’: બોટની વિભાગમાં નમાજ પઢતી યુવતીનો વિડીયો વાઇરલ

  થોડા સમય પહેલા એમ.એસ. યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો. તેના બે-ત્રણ જ દિવસ પછી કોમર્સ ફેકલ્ટીની બહાર બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢી હતી. આ બંને ઘટનાઓનો વિરોધ અને વિવાદ શમ્યો નહીં અને ત્યાં મારામારી અને છેડતીની ઘટનાઓ સામે આવી હતી.

  - Advertisement -

  સંસ્કાર નગરી કહેવાતા વડોદરા શહેરની MS યુનિવર્સીટી હવે તો જાણે વિવાદોનું ઘર બની ગઈ હોય એમ ત્યાંથી એક પછી એક વિવાદો સામે આવતા રહે છે. યુનિવર્સીટીના સંસ્કૃત વિભાગ બહાર નમાજ પઢવાનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં જ એમ.એસ. યુનિવર્સીટીમાં નમાજ પઢવાનો બીજો એક વિડીયો વાઇરલ થયો છે. આ વખતે આ વિડીયો સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાંથી વાઇરલ થયો છે.

  થોડા સમય પહેલા જ સંસ્કૃત ફેકલ્ટીની સામે નમાજ પડતા વિડીયો વાયરલથી વાતાવરણ ગરમાયું હતું. ત્યારે ફરી એકવાર MSU ની સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતીએ નમાજ પડતા યુનિવર્સિટીનું વાતાવરણ તંગ બન્યું છે. આ અંગે સેનેટ મેમ્બર દ્વારા ફેકલ્ટી ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તો નમાજ મામલે હિંદુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

  યુનિવર્સીટીની હાઈ પાવર કમિટી કરશે તપાસ

  વાયરલ વિડીયોમાં જોઇ શકાય છે કે એક યુવતી ચાદર પાથરીને નમાજ અદા કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિડીયો 13મી જાન્યુઆરીનો હોઇ શકે છે. જોકે નમાજ  પઢનાર યુવતી કોણ છે, શું આ યુવતી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે કે અન્ય કોઇ, તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

  - Advertisement -

  આ મામલે એમ.એસ.યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અગાઉ નમાજ પઢવાના વિવાદ, છેડતી અને મારામારી મામલે તપાસ કરી રહેલી હાઇપાવર કમિટી જ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીના નમાજ પઢવાના મુદ્દે જ તપાસ કરશે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શુક્રવારના રોજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગોત્સવ ઊજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બોટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થિનીએ નમાજ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા.

  શિક્ષાના ધામમાં આ વર્તન અયોગ્ય છે, આની પાછળ પઠાણ ગેંગનો હાથ છે: VHP અધિકારી

  આ મુદ્દે ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં વડોદરાના વિશ્વ હિંદુ પરિષદના અધિકારી વિષ્ણુ પ્રજાપતિએ કહ્યું, “આ ઘટના ખુબ જ આઘાતજનક છે અને આ પહેલી વાર નથી કે MS યુનિવર્સીટીમાં નમાજ પઢાઈ હોય. આ પહેલા પણ આવી ઘટના સામે આવી હતી. ત્યારે પણ અમે કડક શબ્દોમાં તેનો વિરોધ કર્યો હતો. જો આ પ્રકારની ઘટનાઓ દ્વારા કોઈ અમને ચેલેન્જ કરવા માંગતું હોય તો તેમણે સમજી જવું જોઈએ કે અમને છંછેડવામાં મજા નથી.”

  તેમણે આગળ જોડ્યું, “આ એક વિદ્યાનું ધામ છે અને તેમાં તે રીતનું જ વર્તન કરવું જોઈએ. આ રીતે મહિલાઓને આગળ કરીને જેહાદ અને ધર્માંતરણના બીજ ના રોપવા જોઈએ. અમે લોકો આવા વિદ્યાના ધામમાં ક્યારેય કોઈ રીતે પ્રવેશતા નથી પરંતુ જો તે લોકો આ ત્યાં ભણતર સિવાયની આવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહેશે તો અમારે ફેરવિચાર કરવો પડશે.”

  તેમણે કહ્યું, “થોડા દિવસ પહેલા જ એક હિંદુ વિદ્યાર્થિનીની છેડતી અને મારામારીના કેસમાં પઠાણ ગેંગના 3 લોકો પકડાયા હતા. અમને શનાકા જ નહિ પરંતુ પૂરો ભરોસો છે કે યુનિવર્સીટીમાં બનતી આ નમાજની ઘટનાઓ પાછળ પણ આ પઠાણ ગેંગનો જ હાથ છે.”

  આ પહેલા સંસ્કૃત અને કોમર્સ વિભાગમાં પણ પઢાઈ હતી નમાજ

  થોડા સમય પહેલા એમ.એસ. યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો. તેના બે-ત્રણ જ દિવસ પછી કોમર્સ ફેકલ્ટીની બહાર બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢી હતી. આ બંને ઘટનાઓનો વિરોધ અને વિવાદ શમ્યો નહીં અને ત્યાં મારામારી અને છેડતીની ઘટનાઓ સામે આવી હતી.

  એમ.એસ. યુનિવર્સીટીમાં એસ.વાય. બીકોમની એક વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુનિટ બિલ્ડીંગ પાસે જ આ ત્રણેય લોકોએ તેની સામે અભદ્ર ઈશારા કરીને તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ એકે તેની સામે જોઈને ઈશારો કર્યો હતો અને બીજાએ હાથથી ઈશારો કરીને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો.

  વિદ્યાર્થીનીની છેડતી મામલે સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ પણ કરી હતી. જેમની ઓળખ અબુ તાલિબ, રિયાન પઠાણ અને શાહિદ શેખ તરીકે થઇ હતી. આ ત્રણેય પઠાણ ગેંગના લોકો હતા જેમનો આખી યુનિવર્સીટીમાં ખુબ ત્રાસ હોવાની ફરિયાદો હતી.

  હવે જયારે આ જ એમ.એસ. યુનિવર્સીટીમાં ફરી એકવાર નમાજનો મુદ્દો ઊઠયો છે ત્યારે સૌ કોઈની શંકા પઠાણ ગેંગ તરફ જ જઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે યુનિવર્સીટીની આંતરિક તપાસમાં કાંઈ નક્કર સામે આવે છે કે નહિ.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં