Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટMSUમાં નમાઝ બાદ હવે હિંદુ વિદ્યાર્થીનીની છેડતી અને મારામારી: રિયાન પઠાણ સહિત...

    MSUમાં નમાઝ બાદ હવે હિંદુ વિદ્યાર્થીનીની છેડતી અને મારામારી: રિયાન પઠાણ સહિત ત્રણ ઝડપાયા; છેલ્લા એક અઠવાડિયાથી બનતી ઘટનાઓ પાછળ પઠાણ ગેંગનો હાથ?

    કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ પાર્કિંગમાં બે વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો હતો. જેમાં પણ પઠાણ ગેંગના જ સભ્યો સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

    - Advertisement -

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU) છેલ્લા થોડા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી છે. પહેલાં યુનિવર્સીટી પરિસરમાં નમાઝ પઢવાના ઉપરાછાપરી બે બનાવો બન્યા બાદ હવે એક વિદ્યાર્થી સાથે મારામારી તેમજ એક હિંદુ વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીની છેડતી મામલે સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ પણ કરી છે. જેમની ઓળખ અબુ તાલિબ, રિયાન પઠાણ અને શાહિદ શેખ તરીકે થઇ છે. 

    એમએસ યુનિવર્સીટીમાં એસ.વાય બીકોમની એક વિદ્યાર્થીને સયાજીગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુનિટ બિલ્ડીંગ પાસે જ આ ત્રણેય આરોપીઓએ તેની સામે અભદ્ર ઈશારા કરીને તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ રિયાને તેની સામે જોઈને ઈશારો કર્યો હતો અને તાલિબે હાથથી ઈશારો કરીને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. 

    ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, તેની એક બહેનપણી તેને કોમર્સ યુનિટ બિલ્ડીંગ પાસે મૂકી ગઈ હતી. ત્યારબાદ તે પાર્કિંગમાં તેના મિત્રો પાસે બેસવા જતી હતી ત્યારે તે જ કોલેજમાં અભ્યાસ કરતા રિયાન પઠાણ, અબુ તાલિબ અને શાહિદ શેખે તેની સામે ઈશારા કર્યા હતા અને એકીટસે જોયા કરીને બોલાવવાના પણ પ્રયાસ કર્યા હતા. તેમજ તે પાર્કિંગ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણેયે તેનો પીછો પણ કર્યો હતો. 

    - Advertisement -

    ગભરાઈ ગયેલી યુવતીએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPCની કલમ 354 અને 114 હેઠળ ત્રણેય સામે કેસ દાખલ કરીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. સયાજીગંજ પોલીસ મથકના સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે ત્રણેય આરોપીઓ હાલ નજરકેદ હેઠળ છે અને કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવશે. 

    હિંદુ યુવતીની છેડતી કરનાર ત્રણેય આરોપીઓ

    વિદ્યાર્થીને ટોળાએ માથામાં ફટકા માર્યા

    બીજી તરફ MSU કેમ્પસમાં જ એક વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના બની હતી. કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ પાર્કિંગમાં બે વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો હતો. જેમાં પણ પઠાણ ગેંગના જ સભ્યો સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

    ઘટનાની વિગતો અનુસાર, પરીક્ષા પૂર્ણ થયા બાદ પાર્કિંગમાં બાઈક લેવા ગયેલા એક વિદ્યાર્થીની બાઈક એક વિદ્યાર્થીનીને અડી ગઈ હતી. જેના કારણે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ મારામારીની તક શોધતા તોફાની તત્વોએ આ તક ઝડપી લીધી હતી અને લગભગ 22 તોફાનીઓનું એક ટોળું ધસી આવ્યું હતું અને તેમણે ભેગા થઈને SYના એક વિદ્યાર્થીને માર માર્યો હતો. 

    આ ઘટનાના કલાકેક પછી આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની મદદે આવેલા અન્ય એક વિદ્યાર્થીને આ ટોળાએ ટાર્ગેટ બનાવ્યો હતો અને માથામાં લાકડાના ફટકા મારીને ફરાર થઇ ગયા હતા. જેના કારણે વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો પરંતુ વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી ન હતી. 

    એક અઠવાડિયાથી બનતી ઘટનાઓ પઠાણ ગેંગનું જ કાવતરું?

    એક અઠવાડિયાથી વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં વિવાદાસ્પદ ઘટનાઓ બની રહી છે અને મામલા પોલીસ મથકે પણ પહોંચી ચૂક્યા છે. પહેલાં અહીં સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાઝ પઢી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો. તેના બે-ત્રણ જ દિવસ પછી કોમર્સ ફેકલ્ટીની બહાર બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાઝ પઢી હતી. આ બંને ઘટનાઓનો વિરોધ અને વિવાદ શમ્યો નહીં ત્યાં હવે મારામારી અને છેડતીની ઘટનાઓ બની ગઈ. 

    આ અંગે વધુ માહિતી મેળવવા માટે સ્થાનિક સૂત્રોનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે એવી શક્યતા વ્યક્ત કરી કે આ તમામ ઘટનાઓ પાછળ પઠાણ ગેંગનો જ હાથ હોય શકે તેમ છે. MSUમાં કાળો ઇતિહાસ ધરાવતી આ ગેંગ છેલ્લા થોડા સમયથી શાંત હતી પરંતુ હવે ફરી માથું ઊંચકવા માંડી છે તેમ જણાવવામાં આવ્યું હતું. જેને લઈને હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં છે અને કાર્યવાહીની અપીલ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં