
તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અને બે નગરપાલિકા તેમજ અમુક જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ છૂટીછવાઈ એક-બે-પાંચ બેઠકો પર જોવા મળી. આમ આદમી પાર્ટીને આટલી બધી બેઠકોમાંથી સમ ખાવા પૂરતી એક બેઠક મળી છે, જેનો તેમને પારાવાર સંતોષ હોવાનું જણાય છે.
ગાંધીનગર મનપામાં ભાજપનો પ્રચંડ વિજય 44માંથી 38 બેઠકો પર ભાજપનો ભગવો ગાંધીનગર મનપામાં ભાજપનો દબદબો યથાવત #Gandhinagar | #ElectionResults | @BJP4Gujarat | #GandhinagarElection Reporter : @VoraMalhar Anchor : @juhipandya1 https://t.co/s76kwNal1g
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) October 13, 2026
ગાંધીનગરના 11 વૉર્ડની કુલ 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 38 બેઠકો ભાજપે જીતી લીધી. જ્યારે કોંગ્રેસને એક વૉર્ડની 4 બેઠકો મળી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. ચૂંટણી પહેલાં બહુ ઘોંઘાટ કરનાર આમ આદમી પાર્ટીને અહીં એક પણ બેઠક મળી નથી. આ પહેલાં ગાંધીનગર પાલિકામાં AAPનો એક ઉમેદવાર હતો, જે પણ હવે નહીં રહે.
બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતી લીધી છે. જ્યારે પાંચ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીનું અહીં પણ ખાતું ખુલ્યું નથી.
ઓખા નગરપાલિકાની 36 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 33 બેઠકો ભાજપે જીતી છે અને બાકીની ત્રણ કોંગ્રેસને ફાળે ગઈ છે. અહીં પણ આમ આદમી પાર્ટી એક પણ બેઠક ન જીતી શકી.
આ સિવાય અન્ય અમુક નગરપાલિકાઓની એક-એક ખાલી પડેલી બેઠક, એક જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયત બેઠક પર પેટાચૂંટણી થઈ હતી. જેમાંથી માત્ર દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, જેને આમ આદમી પાર્ટીના સમર્થકો આખું ગુજરાત જીતી લીધું હોય એ રીતે રજૂ કરી રહ્યા છે.

