
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમ્યાન સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી પંચના ફોર્મ 6ની કાયદેસરતા પર તેમણે કોઈ નિર્ણય આપ્યો નથી અને તેને મંજૂર કરવાની કે ગેરલાયક ઠેરવવાની કોઈ વાત નથી. કોર્ટે મુખ્ય ન્યાયાધીશના શબ્દોને ખોટી રીતે રજૂ કરવા બદલ વકીલને ફટકાર પણ લગાવી હતી.
SIR પર ચાલી રહેલી સુનાવણી દરમ્યાન એક વકીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે ફોર્મ 6ને કોર્ટે મંજૂરી આપી ન હતી તેમ છતાં ચૂંટણી પંચ કહી રહ્યું છે કે કોર્ટે ફોર્મને મંજૂરી આપી છે.
🚨🚨Breaking : [SIR] A petitioner submits that SC has said that Form 6 is not approved by it, but election commission says it is approved by it. There is no adjudication on the modified ;orm 6, this is what we had said, nothing more: Justice Bagchi Don’t pick up the words like this : CJI. It was not said whether it is approved or disapproved by the Supreme Court: Justice Bagchi
— LawBeat (@LawBeatInd) October 12, 2026
દરમ્યાન જસ્ટિસ બાગચીએ કહ્યું, “ફોર્મ 6 પર અમે કોઈ નિર્ણય આપ્યો નથી. એ જ કહ્યું હતું, બીજું કશું નહીં. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે બિહાર SIRના ચુકાદા વખતે કોઈ નવું ફોર્મ 6 ન હતું. તેનો અર્થ એ નથી કે અમે ફોર્મને મંજૂરી આપી છે કે રદ કર્યું છે.”
સાથે કહ્યું કે ન્યાયાધીશોના શબ્દોને ખોટી રીતે રજૂ કરવા ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં કોર્ટે સુનાવણીમાં ફોર્મ 6 પર એક ટિપ્પણી કરી હતી જેને અવળી રીતે રજૂ કરીને ઇકોસિસ્ટમે ચલાવવાનું શરૂ કર્યું હતું કે કોર્ટે ફોર્મ 6ને કોઈ મંજૂરી ન આપી હોવા છતાં ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે કોર્ટે ફોર્મ 6 મંજૂર કર્યું છે.
કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બરતરફ કરવાની અને SIR સહિતના તેમના નિર્ણયોને રદબાતલ ઠેરવવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે તાત્કાલિક કોઈ નિર્ણય સંભળાવવાનો ઇનકાર કરીને ચૂંટણી પંચ અને સરકારનો જવાબ માગ્યો હતો. ત્યારબાદ ઇકોસિસ્ટમ ચર્ચા ફોર્મ 6 પર લઈ ગઈ હતી અને ભ્રામક દાવા શરૂ કર્યા હતા.
ફોર્મ 6 એ નવા મતદારોની નોંધણી માટેનું ફોર્મ છે અને એક કાયદાનો ભાગ છે, તેને આમ જ ન બદલી શકાય. ચૂંટણી પંચે પણ ક્યારેય તેમાં ફેરફાર કર્યા નથી, SIR વખતે પ્રક્રિયાના ભાગરૂપે માત્ર તેની સાથે એક ડેક્લેરેશન જોડ્યું હતું. આ ડેક્લરેશનમાં મતદારે એ જણાવવાનું હતું કે તેના સંબંધીઓનાં (માતા-પિતા) નામ પાછલી SIR પછીની યાદીમાં છે.
ચૂંટણી પંચે ક્યારેય ફોર્મ બદલ્યું જ નથી એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને મંજૂરી આપવા ન આપવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. ચૂંટણી પંચે પણ ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેમણે ફોર્મ બદલ્યું હતું અને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે ફોર્મ 6 સાથે જે ડેક્લેરેશન ફોર્મ જોડવામાં આવ્યું તેને કોર્ટે મંજૂરી આપી હતી, જે હકીકત છે.
સુપ્રીમ કોર્ટે મે 2026ના આદેશમાં કહ્યું હતું કે SIR માટે અમુક પ્રક્રિયાગત ફેરફારો કરવાનો ચૂંટણી પંચને અધિકાર છે. આ જ ચુકાદામાં ફોર્મ 6 સાથે ડેક્લેરેશન ફોર્મ જોડવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

