Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતલવારો, ધારિયાં, કુહાડી, લોખંડના પાઇપ, કાચની બોટલો..: ઉનામાં પોલીસને કોમ્બિંગ દરમિયાન મોટા...

    તલવારો, ધારિયાં, કુહાડી, લોખંડના પાઇપ, કાચની બોટલો..: ઉનામાં પોલીસને કોમ્બિંગ દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો મળ્યાં, ગઈકાલે થયો હતો પથ્થરમારો

    ઉનામાં પથ્થરમારા બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તોફાનોમાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં હતાં.

    - Advertisement -

    ગીર સોમનાથના ઉનામાં (Una) શનિવારે (1 એપ્રિલ, 2023) મોડી સાંજે પથ્થરમારો (Stone Pelting) થયાની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં હથિયારો પણ પોલીસને મળી આવ્યાં છે. 

    ઉનામાં પથ્થરમારા બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તોફાનોમાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં હતાં. જે પૂર્વનિયોજિત કાવતરા તરફ પણ ઈશારો કરી રહ્યાં છે. 

    આ હથિયારોમાં તલવાર, કુહાડી, છરી, ધારિયાં, લોખંડના પાઇપ, લાકડાં તથા જથ્થાબંધ કાચની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે આ હથિયારો જપ્ત કરી લીધાં છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    પથ્થરમારો કરનારા 70ની ધરપકડ 

    પોલીસે ઉનામાં પથ્થરમારો કરનારા તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને 70 લોકોની ધરપકડ કરી લીધી છે. આ માટે પોલીસે આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું અને આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, તેમજ SRPની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.

    રામનવમી બાદ ઉનામાં તણાવ 

    ઉનામાં રામનવમીના દિવસે એક શોભાયાત્રાનું આયોજન થયું હતું અને ત્યારબાદ એક ધર્મસભા યોજવામાં આવી હતી. આ સભામાં વક્તા કાજલ હિંદુસ્તાનીએ સંબોધન કરતાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવા માટે આહવાન કર્યું હતું. તેમના આ સંબોધનને ‘મુસ્લિમવિરોધી’ અને ‘ભડકાઉ’ ગણાવીને મુસ્લિમોએ બીજા દિવસે ચક્કાજામ કર્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. 

    આ પ્રદર્શન દરમિયાન પોલીસ સ્ટેશનની સામે જ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે. 

    આ ઘટનાઓ બાદ શનિવારે પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને જેમાં સમાધાન પણ થઇ ગયું હતું પરંતુ સાંજે ફરીથી પથ્થરમારો થયો હતો અને કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી, જેના કારણે ફરી એક વખત ટોળાં રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. 

    વડોદરામાં પૂર્વનિયોજિત કાવતરા હેઠળ થયો હતો હુમલો 

    વડોદરા શહેરમાં રામનવમીના દિવસે ભગવાન રામની બે શોભાયાત્રાઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. યાત્રાના આયોજક અને વડોદરા બજરંગ દળના પ્રમુખ કેતન ત્રિવેદીએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે એક શખ્સે નંબર પ્લેટ વગરની બાઈક લાવીને યાત્રામાં સામેલ કાર સાથે અથડાવી દીધી હતી અને ત્યારબાદ બોલાચાલી અને ગાળાગાળી કરવા માંડ્યો હતો અને બીજી તરફ ટોળાએ એકઠા થઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 

    ત્યારબાદ સાંજે કુંભારવાડામાંથી પસાર થતી રામયાત્રા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 45 આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને 500ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને 23ની ધરપકડ કરી લીધી હતી. જેમાંથી 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 18ને જેલમાં મોકલવામાં આવ્યા હતા. 18 આરોપીઓએ જામીન અરજી દાખલ કરતાં કોર્ટે શનિવારે તે ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં