Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગીર સોમનાથના ઉનામાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હોવાનો વિડીયો વાયરલ:...

    ગીર સોમનાથના ઉનામાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હોવાનો વિડીયો વાયરલ: જુમ્માના દિવસે કરાયો ચક્કાજામ, બીજા દિવસે પથ્થરમારો પણ થયો

    સાંપ્રદયિક તણાવને લઈને ઉના પોલીસે બીજા દિવસે બંને સમુદાયના અગ્રણીઓને બોલાવીને સમાધાન માટે એક બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ આ બેઠકમાં પણ વિખવાદ થયો હતો.

    - Advertisement -

    ગીર સોમનાથના ઉનામાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અહીં રામનવમીની શોભાયાત્રા દરમિયાન યોજાયેલી જાહેર સભામાં થયેલાં ભાષણોને ‘વિવાદિત’ ગણાવીને શુક્રવારે (31 માર્ચ, 2023) મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે બંને જૂથો વચ્ચે સમજાવટ થઇ હતી પરંતુ પછી ફરી સાંજે પથ્થરમારો થયાની ઘટના બની હતી. 

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં મુસ્લિમ યુવાનો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા જોવા મળે છે. પોલીસ સ્ટેશનની સામે જ આ ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ના નારા લાગતા જોવા મળ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. 

    રામનવમીના દિવસે યોજાઈ હતી સભા

    રામનવમીના દિવસે (30 માર્ચ, 2023) ઉનામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં જાણીતાં હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાની પણ હાજર રહ્યાં હતાં અને ભાષણમાં લવજેહાદ અને લેન્ડ જેહાદ સહિતના મુદ્દાઓ પર બોલ્યાં હતાં. 

    - Advertisement -

    આ ભાષણોના વિડીયો વાયરલ થયા બાદ બીજા દિવસે મુસ્લિમ સમુદાયના યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો અને કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહીની માંગ કરીને વિરોધ નોંધાવ્યો હતો. પછીથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમજાવટ કરીને ફરિયાદ નોંધવાની ખાતરી આપી હતી. 

    સમાધાન બેઠક બાદ પણ પથ્થરમારો

    સાંપ્રદયિક તણાવને લઈને ઉના પોલીસે બીજા દિવસે બંને સમુદાયના અગ્રણીઓને બોલાવીને સમાધાન માટે એક બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ આ બેઠકમાં પણ વિખવાદ થયો હતો. બેઠકમાં બંને સમુદાયો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ માહોલ તંગ બનતાં મુસ્લિમ આગેવાનો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જેની જાણ શહેરમાં પણ થતાં વેપારીઓએ પણ ટપોટપ દુકાનો બંધ કરવા માંડી હતી અને સમગ્ર બજાર બંધ રહ્યું હતું. 

    પછીથી ગીર સોમનાથ એસપીએ બંને સમુદાયના માત્ર પાંચ-પાંચ આગેવાનોને સર્કિટ હાઉસ ખાતે બોલાવીને સમાધાન કરાવ્યું હતું તો બીજી તરફ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 

    જોકે, આ બેઠક બાદ ફરી સાંજે વાતાવરણ બગડ્યું હતું અને શહેરમાં પથ્થરમારાની ઘટના બની હતી. મોડી સાંજે ઉનામાં કુંભારવાડા, કોળીવાડ અને ચંદ્રકિરણ સોસાયટી વિસ્તારોમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન સોડાની બોટલો પણ ફેંકવામાં આવી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ટોળું ફરી એક વખત રસ્તા પર ઉતરી આવતાં પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં