Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રામયાત્રા પરનો હુમલો પ્રિપ્લાન્ડ, આટલા પથ્થરો આવ્યા ક્યાંથી?’: વડોદરાના બજરંગ દળ નેતાએ...

  ‘રામયાત્રા પરનો હુમલો પ્રિપ્લાન્ડ, આટલા પથ્થરો આવ્યા ક્યાંથી?’: વડોદરાના બજરંગ દળ નેતાએ જણાવ્યો સત્યઘટનાનો ચિતાર, કહ્યું- હુમલા બાદ મહિલાઓને આગળ કરાઈ

  હુમલો પ્રિ-પ્લાન્ડ હોવાની આશંકા વ્યક્ત કરતાં કેતન ત્રિવેદી જણાવે છે કે યાત્રા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક એક મુસ્લિમ શખ્સે નંબર પ્લેટ વગરની બાઈક લાવીને યાત્રામાં સામેલ એક કાર સાથે અથડાવી દીધી હતી.

  - Advertisement -

  ગુરુવારે (30 માર્ચ, 2023) રામનવમીનો દિવસ વડોદરા શહેર માટે ભારે રહ્યો. અહીં એક જ દિવસમાં ભગવાન રામની બે શોભાયાત્રાઓ ઉપર મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થતી વખતે હુમલાઓ કરવામાં આવ્યા હતા. સવારે ફતેપુરાના મુસ્લિમ બહુમતી વિસ્તાર પાંજરીગર મહોલ્લામાં મસ્જિદ પાસે હુમલો થયા બાદ સાંજે પણ અન્ય એક વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો હતો. 

  વડોદરામાં રામનવમી યાત્રાઓ ઉપર ઉપરાછાપરી બે હુમલાઓ થયાની ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલય પણ હરકતમાં આવ્યું છે અને કડક તપાસના આદેશ કર્યા છે. વડોદરા પોલીસે પણ આખી રાત ઓપરેશન ચલાવીને ઉપદ્રવીઓની ઓળખ કરીને અમુકની ધરપકડ કરી છે અને બાકીનાની શોધખોળ ચાલી રહી છે. 

  બે હુમલાઓમાંથી સવારે ફતેપુરામાં થયેલો હુમલો વધુ ઘાતક હતો અને શોભાયાત્રા પર એકધારા પથ્થરો વરસાવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ વડોદરાના શહેર બજરંગ દળ સંયોજક કેતનભાઈ ત્રિવેદીનો સંપર્ક કર્યો. જેઓ સમગ્ર યાત્રા દરમિયાન હાજર હતા અને તમામ વ્યવસ્થાઓ પણ સંભાળી હતી. તેમણે તમામ વિગતવાર માહિતી આપી હતી તેમજ આ હુમલો પ્રિપ્લાન્ડ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. 

  - Advertisement -

  ફતેપુરાના ભૂતડી ઝાંપાથી પાંજરીગર મહોલ્લાના રસ્તા ઉપર આ બનાવ બન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ વિસ્તાર સંવેદનશીલ છે અને અગાઉ પણ આવાં નાનાં-મોટાં છમકલાં થયાં હતાં. આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. 

  અચાનક એક શખ્સે બાઈક લાવીને અથડાવી દીધી અને બીજી તરફ પથ્થરમારો શરૂ થઇ ગયો 

  હુમલો પ્રિ-પ્લાન્ડ હોવાની આશંકા વ્યક્ત કરતાં કેતન ત્રિવેદી જણાવે છે કે યાત્રા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક એક મુસ્લિમ શખ્સે નંબર પ્લેટ વગરની બાઈક લાવીને યાત્રામાં સામેલ એક કાર સાથે અથડાવી દીધી હતી. જેથી કારચાલકે તેને જોઈને ચલાવવા માટે કહ્યું હતું. જેનાથી તે ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી કરવા માંડ્યો હતો અને થોડી જ વારમાં ટોળું પણ એકઠું થઇ ગયું હતું. 

  અચાનક એક ઈસમે બાઈક લાવીને અથડાવી દીધી હતી

  તેમણે કહ્યું કે, એક તરફ ગાડી અથડાઈ અને યુવકે બોલાચાલી શરૂ કરી અને બીજી તરફ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને આસપાસના ઘરોની છત પરથી અને પાછળથી પથ્થરો આવવા માંડ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. પથ્થરો ભગવાન રામની મૂર્તિ તરફ પણ આવવા માંડ્યા હતા પરંતુ બજરંગ દળ કાર્યકર્તાઓએ સતર્કતા દાખવીને મૂર્તિ સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધી હતી. 

  પૂર્વનિયોજિત હુમલો હોવાની આશંકા 

  તેમણે જણાવ્યું કે, હુમલા દરમિયાન મસ્જિદ અને આસપાસનાં ઘરોમાંથી પથ્થર ફેંકવામાં આવ્યા હતા તેમજ આ ઘરોની પાછળની ભાગેથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક ગલીમાંથી 20થી 25 લોકોનું ટોળું હથિયારો લઈને પણ ધસી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 

  તેમણે આ પૂર્વનિયોજિત કાવતરું હોવાની શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, જે સ્થળે આ બનાવ બન્યો ત્યાં રસ્તો બિલકુલ સાફ છે અને આસપાસ એવું કોઈ બાંધકામ પણ ચાલી રહ્યું નથી. તો આ પથ્થરો આવ્યા ક્યાંથી? તેમણે એમ પણ કહ્યું કે, એક જગ્યાએ કદાચ બનાવ બન્યો હોત તો માની શકાય કે કોઈક છમકલાના કારણે પણ આમ થયું હોય શકે, પરંતુ શહેરમાં બેથી ત્રણ સ્થળોએ આ પ્રકારના હુમલા થવા એ પૂર્વનિયોજિત કાવતરા તરફ જ ઈશારો કરે છે. 

  હુમલા બાદ મહિલાઓને આગળ કરાઈ 

  બજરંગ દળ નેતાએ જણાવ્યું કે, શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરીને ઉપદ્રવીઓ ગલીઓમાં ભાગી છૂટ્યા બાદ 100થી 150 મુસ્લિમ મહિલાઓનું ટોળું ફરી વળ્યું હતું અને તેમણે પોલીસ અને હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ સાથે પણ માથાકૂટ કરી હતી. જ્યારે પથ્થરમારો કરનારા ભાગી છૂટ્યા હતા. 

  ‘રામયાત્રામાં આવેલો હિંદુ કઈ રીતે પથ્થરમારો કરી શકે?’ 

  તેમણે કહ્યું કે, અમે ભગવાન રામની શોભાયાત્રા લઈને નીકળીએ ત્યારે સાથે પથ્થરો લઈને નથી નીકળતા અને શોભાયાત્રામાં આવેલો કોઈ પણ હિંદુ વ્યક્તિ શા માટે પથ્થરમારો કરે? આ દેખીતી વાત છે. સોશિયલ મીડિયા ઉપર અમુક વિડીયોમાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પણ પથ્થરમારો કર્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને તેમણે કહ્યું કે, યાત્રા પસાર થઇ ત્યારે ત્યાં કોઈ પથ્થર હતા જ નહીં તો અમે કઈ રીતે મારી શકીએ? જે દેખાય છે એ સામેની તરફથી મારવામાં આવેલા પથ્થરો દેખાય છે. 

  તેમણે જણાવ્યું કે, વડોદરા પોલીસે રામનવમી શોભાયાત્રા પર થયેલા હુમલાઓ મામલે સંજ્ઞાન લઈને ફરિયાદ દાખલ કરી છે અને અમુક તોફાની તત્વોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ પણ આ મામલે ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં