Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલાઓ બાદ ગૃહ વિભાગ એક્શનમાં: મધ્યરાત્રિ સુધીમાં તોફાનીઓને...

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલાઓ બાદ ગૃહ વિભાગ એક્શનમાં: મધ્યરાત્રિ સુધીમાં તોફાનીઓને પકડવાના આદેશ, સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું

    ડોદરાનો પોલીસ વિભાગ પણ સતર્ક બન્યો છે અને શહેરભરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તો સીસીટીવી ફૂટેજ જોઈને તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    વડોદરા (Vadodara) શહેરમાં એક જ દિવસમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થતી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયાની (Stone Pelting) બે ઘટનાઓ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ નજર રાખી રહ્યા છે. 

    અહેવાલો અનુસાર, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં હુમલાખોરોને પકડવા માટેના આદેશ આપ્યા છે. જેને લઈને વડોદરાનો પોલીસ વિભાગ પણ સતર્ક બન્યો છે અને શહેરભરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તો સીસીટીવી ફૂટેજ જોઈને તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે. બીજી તરફ, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

    વડોદરાના પોલીસ કમિશનરે મોરચો સંભાળ્યો 

    વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંઘ પોતે પણ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, વધુ પોલીસ કર્મચારીઓની જરૂર હોઈ પાડોશી જિલ્લાઓમાંથી પોલીસફોર્સ મંગાવવામાં આવી છે. 

    - Advertisement -

    ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે સુરત ખાતે રામનવમીના એક કાર્યક્રમમાં હાજર રહેનાર હતા પરંતુ જાણવા મળ્યું છે કે તેમણે આ કાર્યક્રમ રદ કરી દીધો છે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પોલીસ અધિકારીઓની એક અગત્યની બેઠક યોજી કડક તપાસ-કાર્યવાહીના આદેશ આપ્યા છે. આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં ઉપદ્રવીઓની ઓળખ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટેના ગૃહ વિભાગના આદેશને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. 

    એક જ દિવસમાં બે શોભાયાત્રાઓ પર હુમલા 

    વડોદરા શહેરમાં રામનવમીના દિવસે આયોજિત બે શોભાયાત્રાઓ પર હુમલાની ઘટનાઓ બની હતી. સવારે વિશ્વ હિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર મુસ્લિમ બહુમતી વિસ્તાર પાંજરીગર મહોલ્લાની મસ્જિદ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિહિપ અનુસાર, મુસ્લિમોના 200થી 500ના ટોળાએ યાત્રા પર પથ્થર ફેંક્યા હતા અને ભગવાનની મૂર્તિ ખંડિત કરવાના પણ પ્રયાસ કર્યા હતા પરંતુ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓની સતકર્તાના કારણે મૂર્તિ સુરક્ષિત ખસેડવામાં આવી હતી. 

    આ હુમલા દરમિયાન પથ્થરો ફેંકાયા ઉપરાંત અમુક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જેના વિડીયો-તસ્વીરો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયાં છે. 

    સાંજે ફતેપુરામાં ફરી હુમલો થયો 

    સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં વડોદરા શહેરના ફતેપુરામાંથી પસાર થતી ભગવાન રામની વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. જેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પથ્થરમારામાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચી હોવાનું તેમજ 2 આરોપીઓ પકડાયા હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં