Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોલેજમાં અભ્યાસ માટે ગઈ હતી કેરળની શ્રુતિ, મુસ્લિમ સાથીઓએ બ્રેનવૉશ કરતાં ધર્મપરિવર્તન...

    કોલેજમાં અભ્યાસ માટે ગઈ હતી કેરળની શ્રુતિ, મુસ્લિમ સાથીઓએ બ્રેનવૉશ કરતાં ધર્મપરિવર્તન કરીને બની ગઈ હતી રહેમત: કહ્યું- તેઓ હિંદુ ધર્મનું ખોટું અર્થઘટન કરતા

    શ્રુતિએ કહ્યું કે તેના મુસ્લિમ મિત્રો હિંદુ ધર્મની મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા હતા કે હિન્દુ તહેવારો છોકરા અને છોકરીની મુલાકાત માટે હોય છે.

    - Advertisement -

    ફિલ્મ ધ કેરલા સ્ટોરી (The Kerala Story) 5 મે, 2023 ના રોજ થિયેટરોમાં રીલીઝ કરવામાં આવશે. કોંગ્રેસ અને ડાબેરી ગેંગ આ ફિલ્મની રિલીઝ રોકવા માટે તમામ યુક્તિઓ અપનાવી રહી છે. તેમણે ફિલ્મને પ્રોપગેંડા કહીને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ ફિલ્મના કારણે હવે કેરળની એ તમામ યુવતીઓની વાતો ચર્ચામાં આવી રહી છે જેમને સુવ્યવસ્થિત રીતે ઇસ્લામ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. આવી જ એક યુવતી છે શ્રુતિ, જે ધર્માંતરણનો ભોગ બની હતી. તેણે મીડિયા સામે આપવીતી જણાવી.

    કેરળમાં ચાલી રહેલી ‘કન્વર્ઝન ફેક્ટરી’નું સત્ય જાણવા માટે એબીપી ન્યૂઝે અનેક પીડિતો સાથે વાત કરી છે. આ યુવતીઓમાંની એક છે શ્રુતિ. તે ભણવા માટે કોલેજમાં ગઈ હતી. પરંતુ ત્યાં તેની મુસ્લિમ સાથીઓએ તેનું બ્રેઇનવોશ કર્યું અને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું. ધર્માંતરણનો ભોગ બનેલી શ્રુતિ ત્યારબાદ રહમત તરીકે ઓળખાવવા લાગી હતી. કેરળના કાસરગોડની રહેવાસી શ્રુતિનું કહેવું છે કે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ના ટ્રેલરમાં જે બતાવવામાં આવ્યું છે તે સાચું છે.

    શ્રુતિએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, “આ (ધ કેરાલા સ્ટોરી)માં છોકરીઓ જે પણ કહી રહી છે તે સત્ય છે. 10 વર્ષ પહેલાં મારું પણ બ્રેનવોશ કરવામાં આવ્યું હતું, જેના કારણે મેં મારો ધર્મ બદલી નાખ્યો હતો. મારો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મોટાભાગના સહાધ્યાયીઓ મુસ્લિમ હતા. ઇસ્લામ વિશે હું તેમનાથી પ્રભાવિત હતી. તેઓ મારી સાથે તેમના ધર્મ વિશે વધુને વધુ વાતો કરતા હતા. તેમણે મારા હિન્દુ ધર્મ પર પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. મને તે પ્રશ્નોના જવાબો ખબર ન હતી. હું ટીવી પર ઓમ નમ: શિવાય અને જય હનુમાન જેવી સિરિયલોથી થોડું ઘણું જાણતી હતી. પરંતુ તેમની પાસે એટલા બધા પ્રશ્નો હતા કે હું તે બધાના જવાબ આપી શકતી ન હતી. મારા ક્લાસના લોકોએ આનો લાભ ઉઠાવ્યો હતો.”

    - Advertisement -

    શ્રુતિએ કહ્યું કે તેના મુસ્લિમ મિત્રો હિંદુ ધર્મની મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા હતા કે હિન્દુ તહેવારો છોકરા અને છોકરીની મુલાકાત માટે હોય છે. મંદિરમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, જ્યાં પુરુષો મહિલાઓનો લાભ લે છે. તેઓ તહેવાર સાથે બોડી ટચને જોડતા હતા. તેઓ હિંદુ ધર્મનું ખોટી રીતે અર્થઘટન કરતા હતા. આવી સ્થિતિમાં, ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે શું ખરેખર આવું છે?

    તેણે કહ્યું કે મુસ્લિમ મિત્રો તેને કહેતા હતા કે ઇસ્લામમાં આવું નથી થતું. છોકરા-છોકરીઓને અલગ-અલગ બેસાડવામાં આવે છે. તેઓ પરદાની પ્રથાને છોકરીઓની સલામતીની બાંયધરી તરીકે વર્ણવતા હતા. તેઓ પોતાના ધર્મને સર્વોપરી રાખતા હતા. તેમના મતે ઈસ્લામ જ સાચી વિચારધારા હતી. તેઓ પોતાની વાત એવી રીતે કહેતા હતા કે સાંભળનારને પણ લાગતું હતું કે આ જ સાચી વાત છે. નોંધનીય છે કે ધ કેરલા સ્ટોરી ફિલ્મમાં શાલિની નામની છોકરીની કહાની પણ બતાવવામાં આવી છે, જે પોતાના મિત્રોથી પ્રભાવિત થઈ ઈસ્લામ ધર્મ અંગીકાર કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં