Saturday, September 14, 2024
More
    હોમપેજરાજકારણ45 કરોડના શીશમહેલ બાદ પ્રસ્તુત છે ₹500 કરોડનું આંધ્રપ્રદેશ સંસ્કરણ: પૂર્વ CM...

    45 કરોડના શીશમહેલ બાદ પ્રસ્તુત છે ₹500 કરોડનું આંધ્રપ્રદેશ સંસ્કરણ: પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ પહાડ કાપીને મહેલ તાણી બાંધ્યો હોવાનો આરોપ

    આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ 500 કરોડનો મહેલ ઉભો કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ ઋષિકોન્ડા ડુંગરનો અડધાથી વધારે ભાગનો ભોગ લઇ લીધો છે. ગુરુવારે (20 જૂન 2024) આ જગ્યાનો ડ્રોન દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો જે હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

    - Advertisement -

    આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીની (TDP) સરકાર બનતાંની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. TDPનો આરોપ છે કે વિશાખાપટ્ટનમમાં પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ ઋષિકોન્ડા હિલ્સ કાપીને 500 કરોડના ખર્ચે એક આલીશાન મહેલ ઉભો કર્યો છે. આ મહેલ બનાવવા આખા ડુંગરનો દાટ વાળી દેવામાં આવ્યો હોવાના આરોપ લગાવામાં આવી રહ્યા છે.

    આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ 500 કરોડનો મહેલ ઉભો કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ ઋષિકોન્ડા ડુંગરનો અડધાથી વધારે ભાગનો ભોગ લઇ લીધો છે. ગુરુવારે (20 જૂન, 2024) આ જગ્યાનો ડ્રોન દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો જે હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકો વર્ષ 2021માં લેવામાં આવેલા આ જ ડુંગરના ફોટાને તાજાં દ્રશ્યો સાથે તુલના કરીને દર્શાવી રહ્યા છે કે કેવી રીતે જગન મોહન રેડ્ડીએ ઋષિકોન્ડા હિલ્સ કાપીને મહેલ ઉભો કર્યો છે.

    સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, ઋષિકોન્ડા હિલ્સ પર બનાવવામાં આવેલો પેલેસ ત્યારે વિવાદમાં આવ્યો, જ્યારે ભીમિલીના ધારાસભ્ય ગંટા શ્રીનિવાસ રાવે પાછલી YSRC સરકાર દ્વારા બાંધવામાં આવેલા પેલેસની મુલાકાત લીધી હતી. તેમણે અહીંના બાંધકામને ‘રાજમહેલ’ ગણાવ્યા હતા. બીજી તરફ આ બાંધકામોને લઈને TDP નેતાએ ચિંતા જાહેર કરી હતી.

    - Advertisement -

    આંધ્રપ્રદેશના ઋષિકોન્ડા પહાડના જૂના અને નવા ફોટા જોઇને લોકો જગન મોહન રેડ્ડીની તુલના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી રહ્યા છે. ઋષિકોન્ડા પર બનેલા મહેલની તુલના દિલ્હીના શીશમહેલ સાથે કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા આ પહાડ આખો ઝાડથી ઘેરાયેલો હતો પરંતુ પોતાના મોટાં-મોટાં મકાન બનાવવા રાજનેતાઓએ તેનો દાટ વાળી દીધો છે. લોકો માંગ કરી રહ્યા છે કે ગ્રીન ટ્રીબ્યુનલ આનું સંજ્ઞાન લઈને કાર્યવાહી કરે. આ આલીશાન મહેલની અંદરના પણ કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં ચળકતી ટાઈલ્સ સાથે મોંઘુદાટ ઈન્ટીરીયર પણ નજરે પડી રહ્યું છે.

    બીજી તરફ, TDPના આરોપોને લઈને જગન મોહન રેડ્ડીની પાર્ટીનું કહેવું છે કે આ જગનની ખાનગી માલિકીનું નથી અને ‘જનતા માટે’ બનાવવામાં આવ્યું છે. સાથે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવે ત્યારે સરકાર તેમને અહીં ઉતારો આપી શકશે. જોકે, ઘણાને આ વાતો ગળે ઉતરી રહી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં