Thursday, December 26, 2024
More
    હોમપેજદુનિયાઅફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હવે સીરિયા..દેશ બદલાયો, પેટર્ન એ જ: રાષ્ટ્રપતિ દેશ છોડી...

    અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હવે સીરિયા..દેશ બદલાયો, પેટર્ન એ જ: રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા બાદ મહેલમાં ઘૂસી ગયું ટોળું, મચાવી ધમાલ, ચલાવી લૂંટ

    બશર અલ-અસદે જેવો દેશ છોડ્યો કે વિદ્રોહી જેહાદીઓએ સીરિયાના રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો. અહીં અંધાધુંધ ગોળીબાર કરીને તોડફોડ અને લૂંટ મચાવવામાં આવી છે.

    - Advertisement -

    છેલ્લા ત્રણ વર્ષમાં 2 એવા ઇસ્લામી દેશ જોયા જ્યાં જેહાદી કટ્ટરપંથીઓએ સત્તા પલટાવી દીધી. હવે આ સૂચીમાં વધુ એક નામ ઉમેરાયું છે. સીરિયાના જેહાદી વિદ્રોહીઓએ તખ્તાપલટ કરતા રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડી ભાગી ચૂક્યા છે. બશર અલ-અસદે જેવો દેશ છોડ્યો કે વિદ્રોહી ટોળાંએ સીરિયાના રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો. અહીં અંધાધુંધ ગોળીબાર કરીને તોડફોડ અને લૂંટ મચાવવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, એક પછી એક શહેરો કબજે કરીને આગળ વધતા જેહાદી વિદ્રોહીઓ આખરે પાટનગર દમાસ્કસ સુધી પહોંચી ગયા હતા અને પાટનગર પર કબજો કરી લીધો હતો. સત્તા પર પકડ ઢીલી થતા જ રાષ્ટ્રપતિએ દેશ છોડી દેવો પડ્યો અને પોતાના પરિવાર સાથે સુરક્ષિત સ્થળે પલાયન કરવું પડ્યું હતું. બીજી તરફ સત્તા ઉથલાવીને વિદ્રોહીઓએ સીરિયાના રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો હતો.

    અહીં તેમણે ભારે ઉત્પાત મચાવ્યો હોવાના અહેવાલો છે. જેહાદીઓએ પહેલાં તો પેલેસને બહારથી જ ઘેરી લઈને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. પેલેસના સુરક્ષા કર્મચારીઓ વણસેલી સ્થિતિ પામી ગયા અને મહેલ છોડીને ભાગી છૂટ્યા હતા. તક મળતા જ જેહાદી વિદ્રોહીઓ પેલેસમાં ઘૂસી ગયા અને તોડફોડ મચાવી દીધી. આ દરમિયાન ત્યાં લૂંટફાટ કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. આ ટોળામાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનું નજરે પડ્યું છે.

    - Advertisement -

    આ પહેલાં અફઘાનીસ્તાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળ્યા હતા આવા જ દ્રશ્યો

    છેલ્લા ત્રણ વર્ષમાં આ ત્રીજો ઇસ્લામી દેશ છે, જ્યાં ઉગ્ર કટ્ટરવાદીઓએ સત્તા ઉથલાવી દીધી હોય. આ ઘટનાક્રમ 2021માં અફઘાનિસ્તાનથી શરૂ થયો હતો. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પરત બોલાવી લેવાનું એલાન કર્યા બાદથી જ તાલિબાને અફઘાનિસ્તાનના શહેરોમાં કબજો મેળવવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ 15 ઓગસ્ટ 2021ના દિવસે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પકડ જમાવી દીધી હતી. તે સમયે પણ તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું અને તાલિબાની આતંકવાદીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં આતંક મચાવ્યો હતો.

    ત્યારબાદ આવા જ દ્રશ્યો બાંગ્લાદેશથી પણ સામે આવ્યા હતા. કટ્ટરપંથી ઇસ્લામીઓએ આંદોલનના નામે આખો દેશ બાનમાં લીધો અને લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાંપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધી હતી. શેખ હસીનાએ પણ દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ત્યારે પણ ટોળા તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. આટલું જ નહીં, લોકોએ કિંમતી સામાનની રીતસર લૂંટ ચલાવી હતી. સામાન તો ઠીક, ટોળાંએ ભવનમાં પાળેલા પ્રાણીઓની પણ લૂંટ ચલાવી હતી. દરમિયાન કેટલાક લોકોએ શેખ હસીનાના ઘરેથી આંતરવસ્ત્રો લૂંટીને તેને જાહેરમાં ઉછાળી મર્યાદાઓની તમામ સીમાઓ ઓળંગી નાખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં