Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલલિત મોદી અને સુષ્મિતા સેનના સબંધોમાં 2 મહિનામાં જ ખટાશ આવી? સોશિયલ...

    લલિત મોદી અને સુષ્મિતા સેનના સબંધોમાં 2 મહિનામાં જ ખટાશ આવી? સોશિયલ મીડિયા પ્રોફાઈલ અપડેટ બની ચર્ચાનો વિષય

    તાજેતરમાં જ લલિત મોદીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. આ સાથે તેમણે સુષ્મિતા સેન સાથેનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો છે. તેવામાં હવે લલિત મોદી સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

    - Advertisement -

    આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ થોડા મહિના પહેલા જ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા, પરંતુ હવે લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપની અટકળોએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ લલિત મોદીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. આ સાથે તેમણે સુષ્મિતા સેન સાથેનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો છે. તેવામાં હવે લલિત મોદી સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

    હાલ તેમના બાયોમાં માત્ર આઈપીએલના સ્થાપક અને મૂન લખેલા છે. આ જોઈને યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે. જો કે સુષ્મિતા અને લલિતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

    ફોટો સાભાર ABP

    થોડા દિવસો પહેલા આઈપીએલના ફાઉન્ડર લલિત મોદીએ બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેની ઘણી અંગત તસવીરો શેર કરી હતી. આટલું જ નહીં, તેમણે પોતાની પ્રોફાઇલ પર એક ફોટો પણ મૂક્યો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામના બાયોમાં લખ્યું- ‘આખરે હું મારા પાર્ટનર સાથે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો છું. માય લવ સુષ્મિતા સેન.’ પણ હવે તેમણે બયોમાંથી આ બધું દૂર કર્યું છે. તેમના ઈન્સ્ટા બાયોમાં આઈપીએલના ફાઉન્ડર હોવા સિવાય બીજું કંઈ નથી લખ્યું. આ સાથે ફોટો પણ બદલાઈ ગયો છે અને તેમની યુવાનીનો ફોટો લગાવ્યો છે.

    - Advertisement -

    એક્સ બોયફ્રેન્ડ સાથે ફરતી જોવા મળી સુષ્મિતા સેન

    અહેવાલો મુજબ બ્રેકઅપ થયું છે કે નહીં તે અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ આ બંનેનો એકબીજા પ્રત્યેનો અભિગમ જોઈને લાગે છે કે બંને અલગ થઈ ગયા છે.

    સુષ્મિતા કોઈની બર્થડે પાર્ટીમાં રોહમન શાલ સાથે જોવા મળી હતી. પહેલા બંને ઈન્સ્ટા લાઈવ પર જોવા મળ્યા હતા અને પછી તેઓ રેને સેનના જન્મદિવસ પર પણ સાથે જોવા મળ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર બંનેની આકરી ટીકા થઈ હતી.

    સુષ્મિતા સેને લલિત મોદીને અનફોલો નથી કર્યા

    મળતી માહિતી મુજબ લલિત મોદીએ રજાઓ દરમિયાન સુષ્મિતા સેન સાથેના ફોટા શેર કર્યા હતા. તેના કેપ્શનમાં સુષ્મિતા સેનને પોતાની બેટર હાફ ગણાવી હતી. આ સંબંધ સામે આવ્યા બાદ ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. બધાને આશ્ચર્ય થયું કે આ બંને ડેટ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી સુષ્મિતા સેને એક પણ વાર લલિત મોદીને ડેટ કરવાની વાત કરી નથી.

    નોંધનીય છે કે, IPLના ફાઉન્ડરે પોતાના સોશિયલ મીડિયા પરથી એક્ટ્રેસના ફોટો ડિલીટ કર્યા નથી. સુષ્મિતા સેને પણ તેને અનફોલો કર્યો નથી. આવી સ્થિતિમાં હવે તેમના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં