Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: જાબીર શેખે હિંદુ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું, મિત્ર મલેક પણ કરતો...

    સુરત: જાબીર શેખે હિંદુ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું, મિત્ર મલેક પણ કરતો હતો મદદ, બંને સામે ગુનો દાખલ: પીડિતાનો આપઘાતનો પ્રયાસ

    હિંદુ પરિણીતાને પહેલાં ફેસબુક પર મિત્ર બનાવી ફસાવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું, તેમ ફરિયાદમાં જણાવાયું છે.

    - Advertisement -

    સુરતમાં એક હિંદુ પરિણીતા સાથે અલગ-અલગ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચવાના ગુનામાં બે મુસ્લિમ યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ મહિલા સાથે ફેસબુક થકી મિત્રતા કેળવીને સબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં જ પીડિતાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. 

    વિગતો અનુસાર, સુરતના વેડરોડ ખાતે રહેતી 23 વર્ષીય હિંદુ મહિલા મૂળ મહારાષ્ટ્રની રહેવાસી છે અને બે બાળકોની માતા છે. તેના પતિ સામે મહારાષ્ટ્રમાં કિડનેપિંગ અને ખંડણી ઉઘરાવવાનો કેસ નોંધાતા તે વર્ષદિવસથી જેલમાં બંધ છે. 

    દરમ્યાન, સુરતના હોડી બંગલા ખાતે રહેતા મુસ્લિમ યુવક જાબીર શેખે પરિણીતા સાથે ફેસબુક થકી ઓળખાણ કરી હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી અને વોટ્સએપ પર પણ તેઓ સંપર્કમાં રહેતા હતા. થોડા સમય બાદ જાબીરે મહિલાને ફરવા જવા માટે કહ્યું હતું અને માછીવાડ નજીક બોલાવી હતી. 

    - Advertisement -

    મહિલા ત્યાં પહોંચતા જાબીર પણ તેના મિત્ર મલેક સાથે ત્યાં આવ્યો હતો. જે બાદ તેઓ ફરવા માટે વેસુ તરફ ગયા હતા ત્યારે મલેકે બંનેના ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા. જે બાદ તેઓ મહિલાને તેના ઘરે મૂકી ગયા હતા. ત્યારબાદ પણ તેઓ સંપર્કમાં રહેતાં હતાં અને ફરવા પણ જતાં હતાં. 

    રિપોર્ટ અનુસાર, થોડા સમય બાદ જાબીરે રાત્રે ફરવા જવા માટે કહ્યું હતું, પરંતુ મહિલાને આનાકાની કરતાં તેણે તેમના ફોટા તેના પતિને મોકલી આપવાનું કહીને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી ગભરાઈ જઈને મહિલા તાબે થઇ ગઈ હતી અને મળવા માટે ગઈ હતી. જ્યાં જાબીર એક રિક્ષા લઈને આવ્યો હતો, અને તે મલેક ચલાવતો હતો. 

    બંને મોડી રાત્રે મહિલાને રિક્ષામાં બેસાડીને અવાવરું જગ્યાએ લઇ ગયા હતા અને મલેકે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં ધાકધમકી પણ આપી હતી. આ દરમિયાન મલેક બહાર ઉભો રહીને પહેરો ભરતો હતો. 

    પંદરેક દિવસ પછી જાબીર ફરી મલેક સાથે આવ્યો હતો અને મહિલાને નાનપુરા ખાતે આવેલા માલિકના ઘરે લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પણ જાબીર અલગ-અલગ ફોન નંબર પરથી ફોન કરીને ગાળો આપી ધમકીઓ આપતો હતો. 

    તાજેતરમાં મહિલાનો પતિ જેલની સજા કાપીને ઘરે પરત ફર્યો હતો, ત્યારે પહેલી સપ્ટેમ્બરના રોજ મહિલાએ ફિનાઈલ પી જઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેની સારવાર કરી ભાનમાં આવતાં પરિજનોએ પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે બાદ પરિજનોએ પોલીસને ફરિયાદ કરી હતી. 

    હિંદુ પરિણીતા સાથે દુષ્કર્મ મામલે ચોકબજાર પોલીસે આરોપી જાબીર શેખ અને તેને મદદ કરનાર મલેક સામે બળાત્કારનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં