Saturday, May 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદ બાદ હવે કેરળમાં કોંગ્રેસના સહયોગથી સામ્યવાદી જૂથોની આગેવાનીમાં BBCની પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રીના...

    હૈદરાબાદ બાદ હવે કેરળમાં કોંગ્રેસના સહયોગથી સામ્યવાદી જૂથોની આગેવાનીમાં BBCની પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીંગનું આયોજન

    ભાજપે હાલની કેરળ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને બીબીસીની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અટકાવવાં જણાવ્યું છે.

    - Advertisement -

    હૈદરાબાદ બાદ હવે કેરળમાં કોંગ્રેસના સહયોગથી BBCની પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીંગ આયોજન કરાયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તાજેતરમાં જ રિલીઝ થયેલી બીબીસીની ડોક્યુમેન્ટરી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સીપીઆઇએમના ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડીવાયએફઆઇ)એ 24 જાન્યુઆરી અને 25 જાન્યુઆરીના રોજ કેરળના 200 સ્થળોએ ‘ઇન્ડિયા: ધ મોદી પ્રશ્ન’નું સ્ક્રીનિંગ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

    અહેવાલો અનુસાર કેરળમાં કોંગ્રેસના સહયોગથી BBCની પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીંગ ઝુંબેશની માહિતી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ની યુવા પાંખે આપી હતી, તેમણે કહ્યું હતું કે તેઓ મંગળવારે (24 જાન્યુઆરી) સાંજે 6 વાગ્યે પૂજાપુરા ખાતે મોદી વિરોધી પ્રચારનું પ્રદર્શન કરશે. ડીએફવાયઆઈના પ્રદેશ અધ્યક્ષ વી.કે.સનોજે પણ આ બાબતે ટિપ્પણી કરી હતી કે, “લોકોને સંઘ પરિવારના સંગઠનોનો ફાંસીવાદી ચહેરો જોવા દો. અમે આ યોજના સાથે આગળ વધીશું અને આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ વધુ સ્ક્રીનિંગ કરવામાં આવશે.”

    મળતા અહેવાલો મુજબ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ) દ્વારા બપોરે 2 વાગ્યે કન્નુર યુનિવર્સિટીના મંગટ્ટુપરમ્બા કેમ્પસમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ પણ યોજશે. આ ઉરાંત કોચીની કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સરકારી લો કોલેજ એર્નાકુલમમાં પણ પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરશે.

    - Advertisement -

    દરમિયાન, યુથ કોંગ્રેસે પણ ડીવાયએફઆઈ અને એસએફઆઈને સહયોગ આપવાની જાહેરાત કરી છે. યુથ કોંગ્રેસ (કેરળ)ના અધ્યક્ષ શફી પરમબીલે આ બાબતે ટિપ્પણી કરી હતી કે, “ઐતિહાસિક તથ્યો હંમેશા મોદી અને સંઘ પરિવાર માટે પ્રતિકૂળ પક્ષે રહ્યા છે. વિશ્વાસઘાત, માફી અને નરસંહારની યાદગીરીને સત્તાનો ઉપયોગ કરીને છુપાવી શકાતી નથી.”

    તો બીજી તરફ ભાજપે હાલની કેરળ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને બીબીસીની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અટકાવવાં જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને કહ્યું હતું કે, “ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને બિલકુલ મંજૂરી આપવી જોઈએ નહીં. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ.”

    શું છે ડોક્યુમેન્ટ્રી વિવાદ

    થોડા દિવસો પહેલાં બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન (BBC)એ એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી, જે બે ભાગોની સિરીઝ છે. જેનો પહેલો ભાગ રિલીઝ થયા બાદ એટલો વિવાદ થયો કે તેને યુ-ટ્યુબ પરથી હટાવવામાં આવ્યો હતો. બીજી તરફ, ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી તેની ખૂબ ટીકા થઇ હતી.

    ભારત સરકારે આ ડોક્યુમેન્ટ્રીને ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવી હતી તો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા હતા અને પાકિસ્તાની મૂળના સાંસદને ચૂપ કરી દઈને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીના આવા પાત્રાલેખન સાથે બિલકુલ સહમત નથી.

    BBCની આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ થતાંની સાથે જ સવાલોમાં ઘેરાઈ ગઈ હતી કારણ કે ડોક્યુમેન્ટ્રીમાં ક્યાંક ગોધરાની ટ્રેન સળગાવનારા ઇસ્લામીઓને છાવરવામાં આવ્યા હતા તો ક્યાંક એવાં સ્ટિંગનો આધાર લેવામાં આવ્યો હતો જેને ભારતની સુપ્રીમ કોર્ટ જ અમાન્ય ઠેરવી ચૂકી છે. ઉપરાંત, કુખ્યાત અધિકારીઓ અને મોદી વિરોધી ગણાતા એક્ટિવિસ્ટોના પાયાવિહોણા આરોપોનો પણ આધાર લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં