Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસતીશ કૌશિકનાં મૃત્યુની ઊંડાણપૂર્વક થઇ રહી છે તપાસ: જે સ્થળે પાર્ટી હતી...

    સતીશ કૌશિકનાં મૃત્યુની ઊંડાણપૂર્વક થઇ રહી છે તપાસ: જે સ્થળે પાર્ટી હતી ત્યાંથી મળી દવાઓ, પોલીસ પાર્ટીમાં સામેલ લોકોની કરશે પૂછપરછ

    હોળીની પાર્ટી જે ફાર્મ હાઉસ પર રાખવામાં આવી હતી તેનો માલિક બળાત્કારનો આરોપી અને ગુટખા કિંગ વિકાસ માલુ છે. માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ફિલ્મ અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકનું નિધનના કારણે બોલીવુડ જગતમાં અને તેના ચાહકોમાં આઘાતની લાગણી પ્રસરી છે. અલગ અલગ અભિનેતા સોશિયલ મીડિયામાં પોતાના તેમની સાથેના અનુભવો શેર કરી રહ્યા છે. આ મામલે પોલીસ કોઈ અંતિમ નિર્ણય પર આવવા તૈયાર નથી માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે આ તપાસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્લીના જે ફાર્મ હાઉસ પર તેમનું દેહાંત થયું છે, હવે ત્યાં કેટલીક દવાઓ પણ મળી આવી છે. 

    મળતી માહિતી અનુસાર, સતીશ કૌશિકનું રહેવાનું મુંબઈમાં જ છે, પરંતુ તેઓ હોળી મનાવવા માટે દિલ્લી આવ્યા હતા અહીં એક ફાર્મ હાઉસ પર એક પાર્ટીમાં સામેલ થયા હતા, ત્યારે રાતના સમયે તેમની તબિયત બગડી હતી અને હોસ્પિટલ લઇ જવા પહેલા જ તેમનું મૃત્યુ થઇ ચુક્યું હતું. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે તેને હાર્ટ એટેકથી મૃત્યુ ગણાવ્યું છે, પરંતુ હજુ પણ તપાસ ચાલી રહી છે. હવે જે ફાર્મ હાઉસ પર મૃત્યુ થયું હતું ત્યાં તપાસ કરતા કેટલીક દવાઓ મળી આવી છે. જેમાં કેટલીક દવાઓ તેમની રોજ લેવાતી છે, તેમજ અન્ય દવાઓ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ ફાર્મ હાઉસ બળાત્કારનાં આરોપી અને ગુટખા કિંગ વિકાસ માલુનું હતું તેમ પણ જાણવા મળ્યું છે. જેના કારણે પોલીસ થોડી વધુ સતર્ક થઇ છે. 

    આ મામલે પોલીસે કહ્યું છે કે પ્રાથમિક નજરે તો કઈ જ શંકાસ્પદ નથી લાગતું, છતાં પણ વિસેરા રીપોર્ટમાં વધુ પુરાવાઓ મળશે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ કારણોસર. આ બાબતને લઈને જેટલા પણ લોકો પાર્ટીમાં સામેલ હતા તે તમામનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ બધાની પૂછપરછ કરવામાં આવશે. જોકે હમણાં સુધી જેટલા પણ લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમાં કઈ જ શંકાસ્પદ મળ્યું નથી. 

    - Advertisement -

    સતીશ કૌશિક બોલીવુડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવતા હતા. તેઓ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યા છે સાથે સાથે તેરેનામ અને મુજે કુછ કહેના હૈ જેવી અસંખ્ય ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેઓ સામાન્યપણે કોમેડી રોલ કરતા હતા. તેઓ બોલીવુડમાં કેલેન્ડરના નામથી ફેમસ હતા. આ બાબતે અનુપમ ખેરે પોતાની લાગણી વ્યક્ત કરી ભાવુક થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં