Tuesday, March 10, 2026
More
    હોમપેજક્રાઈમ'ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન'- સંભલની મસ્જિદ પર લાગ્યા ઇઝરાયલ વિરોધી પોસ્ટરો: હિંદુ...

    ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’- સંભલની મસ્જિદ પર લાગ્યા ઇઝરાયલ વિરોધી પોસ્ટરો: હિંદુ સંગઠનોએ કરી કાર્યવાહીની માંગ, મોહમ્મદ શાદાબ, રીહાન, ગુલફામ સહિત 7ની ધરપકડ

    પોલીસે CCTV ફૂટેજ અને વિડીયોના આધારે 200થી વધુ બદમાશોના પોસ્ટર બહાર પાડ્યા છે, જેમની ઓળખ કરવામાં આવી રહી છે. આમાંથી 11થી વધુ બદમાશોની ઓળખ થઈ ગઈ છે. તમામ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) આવેલ નરૌલી શહેરમાં દુકાનોની દિવાલો પર ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ જેવા (Free Gaza Free Palestine) પોસ્ટર ચોંટાડવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ પોસ્ટરોમાં મુસ્લિમોને ઇઝરાયલી વસ્તુઓનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ અંગે VHP અને બજરંગ દળે કહ્યું હતું કે જો પ્રશાસન ચોક્કસ પગલા નહીં લેય તો તેઓ આ મામલો હાથ પર લેશે.

    પોલીસે CCTV ફૂટેજ અને વિડીયોના આધારે 200થી વધુ બદમાશોના પોસ્ટર બહાર પાડ્યા છે, જેમની ઓળખ કરવામાં આવી રહી છે. આમાંથી 11થી વધુ બદમાશોની ઓળખ થઈ ગઈ છે. તમામ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

    આ મામલે બનિયાથરના SHO રામવીર સિંઘે જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમાંથી સાતની ધરપકડ કરી છે. આરોપીઓમાં મોહમ્મદ શાદાબ, મોહમ્મદ રીહાન, ગુલફામ, મોહમ્મદ સલીમ, સમીર, યાકુબ અને સલમાનનો સમાવેશ થાય છે. તેમની સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા, હિંસા ફેલાવવા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા સંભલમાં દુકાનોની દિવાલો, મંદિરો, દુકાનો, વીજળીના થાંભલા અને મદરેસાની દિવાલો પર ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ લખેલા પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમોને ઇઝરાયલી વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. SHO રામવીર સિંઘે જણાવ્યું હતું કે જે દુકાનોની દિવાલો પર આ પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા તેમના માલિકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

    આ ઘટના પર પ્રતિક્રિયા આપતા બજરંગ દળના સંયોજક નીતિન શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે પોસ્ટરોમાં મુસ્લિમોને ફક્ત મુસ્લિમ દુકાનદારો પાસેથી જ ખરીદી કરવાની અપીલ કરવામાં આવી છે, જે સમાજમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની માનસિકતા દર્શાવે છે.

    તેમણે કહ્યું, “આ ફક્ત પોસ્ટરો નથી, પરંતુ આ એક ખતરનાક વિચાર છે જે જિલ્લામાં ફેલાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળની જેમ અહીં પણ હિંદુઓ વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. જો વહીવટીતંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે, તો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનો પોતે જ જવાબદારી લેશે.”

    તેમણે કહ્યું કે, “પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારને કારણે પરિસ્થિતિ ચિંતાજનક છે. નરૌલીમાં પણ હવે આવા જ સંકેતો દેખાય છે, જ્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આમાં મુસ્લિમોને ફક્ત મુસ્લિમો પાસેથી જ સામાન ખરીદવાનું કહેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં