ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) વિવાદિત શાહી જામા મસ્જિદની (disputed Shahi Jama Masjid) સામેની ખાલી જગ્યા પર પોલીસ ચોકીની (Police Post) સ્થાપના માટે શનિવારે (28 ડિસેમ્બર 2024) ભૂમિપૂજન (Bhoomi Pujan) કરવામાં આવ્યું હતું. આ પૂજા સંપૂર્ણ વિધિ અને મંત્રોના જાપ સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન સંભલ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પોલીસ ચોકીનું નામ સત્યવ્રત પોલીસ ચોકી હશે. કહેવાય છે કે સત્યયુગમાં સંભલનું નામ ‘સત્યવ્રત નગર’ (Satyavrat Nagar) હતું.
संभल में जामा मस्जिद के सामने पुलिस चौकी बनेगी। आज भूमि पूजन हुआ।
— Sachin Gupta (@SachinGuptaUP) December 28, 2024
इसका नाम "सत्यव्रत पुलिस चौकी" होगा। कहा जाता है कि सतयुग में संभल का नाम "सत्यव्रत नगर" था। pic.twitter.com/fWk6AZbeVs
ASP શ્રીશચંદ્ર અને કોતવાલી પ્રભારી અનુજ તોમરે પોસ્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ભગવાન શિવની સ્તુતિ પણ કરવામાં આવી હતી. અગાઉ શુક્રવારે (27 ડિસેમ્બર 2024), સરકારે સ્થળને ચિહ્નિત કર્યું હતું અને જમીનની માપણી કરી હતી. પોસ્ટનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સંભલના એડિશનલ એસપી શ્રીચંદ્રએ કહ્યું હતું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી અહીં પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈસ્લામીઓએ કર્યો હતો પોલીસ પર હુમલો
ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ પર 24 નવેમ્બરે અહીં સર્વે કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કટ્ટરવાદી મુસ્લિમોએ હુમલો કર્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકો જેને શાહી જામા મસ્જિદ કહે છે, હિંદુ સમુદાયના લોકો તેને હરિહર મંદિર કહે છે. હિંદુ સમાજનું કહેવું છે કે મંદિર તોડીને તેના પર મસ્જિદ બનાવવામાં આવી છે. હિંદુ સમાજે આ અંગે કોર્ટમાં અરજી પણ કરી છે.
આ બાદ સંભલથી લઈને દેશના અલગ અલગ શહેરોમાં તપાસ દરમિયાન મુસ્લિમ વસ્તીઓમાંથી અનેક મંદિરો મળી આવ્યા હતા. પૌરાણિક મંદિરો મળવાની હારમાળા હજુ ચાલુ જ છે.