Monday, March 24, 2025
More

    વિવાદિત શાહી જામા મસ્જિદ સામે ચોકી બનાવી રહી છે સંભલ પોલીસ: સર્વે દરમિયાન ઇસ્લામિક કટ્ટરવાદીઓએ કર્યો હતો હુમલો

    ઉત્તર પ્રદેશના સંભલમાં વિવાદિત શાહી જામા મસ્જિદની (disputed Shahi Jama Masjid) નજીક એક પોલીસ ચોકી (police post) બનાવવામાં આવશે. આ પોસ્ટ શાહી જામા માળખાંની સામે ખાલી પડેલા મેદાનમાં બનાવવામાં આવશે. આ અંગે વહીવટી તંત્રે સ્થળ પર માર્કિંગ કરી જમીનની માપણી કરી છે. બાંધકામનું પણ ટૂંક સમયમાં શરૂ થશે. સંભલના (Sambhal) એડિશનલ એસપી શ્રીચંદ્રએ કહ્યું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી અહીં પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમુદાયના લોકો જેને શાહી જામા મસ્જિદ કહે છે, હિંદુ સમુદાયના લોકો તેને હરિહર મંદિર (Harihar Temple) કહે છે. હિંદુ સમાજનું કહેવું છે કે મંદિર તોડીને તેના પર મસ્જિદ બનાવવામાં આવી છે. હિંદુ સમાજે આ અંગે કોર્ટમાં અરજી પણ કરી છે. કોર્ટના આદેશ પર 24મી નવેમ્બરે અહીં સર્વે કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ ટીમ પર હુમલો (radical Muslims attacked Police) કર્યો હતો.

    આ હુમલામાં અનેક પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ કેસમાં સંભલ પોલીસે CCTV ફૂટેજના આધારે લગભગ 140 તોફાનીઓની ઓળખ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં 50 બદમાશોની ધરપકડ કરી છે. અન્ય 90 તોફાનીઓની શોધ કરવામાં આવી રહી છે.