Friday, January 10, 2025
More
    હોમપેજરાજકારણ'જ્યાં જરૂર લાગે ત્યાં મસ્જિદ ઉભી કરી દેવાની... એમાં કશું ખોટું નથી':...

    ‘જ્યાં જરૂર લાગે ત્યાં મસ્જિદ ઉભી કરી દેવાની… એમાં કશું ખોટું નથી’: સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાના સમર્થનમાં, TMC નેતાએ કરી હતી ઘોષણા

    સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક આ બાબરી મસ્જિદ બનાવવાના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે, અમારી બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી તે અલગ વાત છે, પરંતુ જો કોઈ નવી મસ્જિદ બનાવવા માંગે તો તે બનાવી શકે છે.

    - Advertisement -

    છેલ્લા બે દિવસથી દેશમાં ફરી એક વાર બાબરી મસ્જિદ (Babri Masjid) ચર્ચામાં આવી છે. તેની પાછળનું કારણ છે પશ્ચિમ બંગાળની પાર્ટી TMC અને મમતા બેનર્જીના સાંસદ હુમાયુ કબીર (Humayun Kabir). તેમણે સોમવારે (9 ડિસેમ્બર 2024) પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ ઉભી કરવાનો ઘોષણા કરી છે. તેમણે 6 ડિસેમ્બર 2025ના રોજ બેલડાંગામાં મસ્જિદનો પાયો નાખવાની વાત પણ કરી દીધી. ત્યારે હવે સપા સાંસદ (SP MP) ઝિયાઉર રહેમાન બર્ક (Ziaur Rahman Barq) આ બાબરી મસ્જિદ બનાવવાની ઘોષણાના સમર્થનમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ પર ઉભા કરવામાં આવેલા બાબરી ઢાંચાને 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવ્યો હતો, આથી જ TMC નેતાએ એજ તારીખે મસ્જિદ બનાવવાની શરૂઆત કરવાની ઘોષણા કરી છે.

    બીજી તરફ સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક આ બાબરી મસ્જિદ બનાવવાના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે, “અમારી બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી તે અલગ વાત છે, પરંતુ જો કોઈ નવી મસ્જિદ બનાવવા માંગે તો તે બનાવી શકે છે.” તેમણે કહ્યું કે, “પ્રદેશ અને દેશમાં તમામ મઝહબના લોકો રહે છે. તેમને પોતાની મરજીથી તેમના મઝહબી સ્થળો બનાવવાનો અધિકાર છે. અમે આ માટે તેમનો ઈસ્તકબાલ કરીએ છીએ. અમારી બાબરી અયોધ્યામાં હતી તે વાત અલગ છે, પણ પ્રદેશમાં બધાજ લોકો વસે છે અને તેમને તેમના મઝહબનું પાલન કરવા અને મઝહબી સ્થળ બનાવવાનો અધિકાર છે જ.”

    બાબરી મસ્જિદ બનાવવામાં કશું ખોટું નથી: બર્ક

    તેમણે કહ્યું કે, “જ્યાં સુધી બાબરી મસ્જિદનો સવાલ છે, તો બાબર દ્વારા બનાવવામાં આવી હોવાના કારણે તેનું નામ બાબરી મસ્જિદ રાખવામાં આવી હતી. નવી મસ્જિદનું નામ તે નામ પરથી રાખવું હોય તો રાખી શકાય, એમાં કોઈ વાંધો નથી. કે પછી બીજું કશું નામ રાખવું હોય તો પણ રાખી શકાય.” આજતકના રિપોર્ટ અનુસાર જયારે તેમને પૂછવામાં આવ્યું કે, તમને શું લાગે છે કે નવી બાબરી મસ્જિદ બનાવવાનો સમય આવી ગયો છે? તેના પર તેમણે કહ્યું કે, “મસ્જિદ બનાવવાનો કોઈ સમય નથી હોતો, તે ગમેત્યારે બનાવી શકાય છે. જરૂરતના હિસાબે અને જયારે તમે મહેસુસ કરો ત્યારે મસ્જિદનું નિર્માણ થઇ શકે છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “માની લો કે, કોઈ જગ્યાએ મસ્જિદ નથી, પરંતુ ત્યાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા વધારે છે કે પછી પહેલા કોઈ મસ્જિદ હતી અને તેને તોડી પાડવામાં આવી છે, તો જરૂરિયાતના હિસાબે ત્યાં નવી મસ્જિદનું નિર્માણ કરી શકાય છે. અમે દેખાડા માટે કે અન્ય લોકોને ઈર્ષા કરાવવા માટે મસ્જિદ નથી બનાવતા, જ્યાં જરૂર છે ત્યાં મસ્જિદો બનવી જ જોઈએ અને તેમાં કશું ખોટું નથી.”

    TMC ધારાસભ્યએ શું કરી હતી ઘોષણા?

    TMC ધારાસભ્ય હુમાયુ કબીરે સોમવારે (9 ડિસેમ્બર 2024) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં નવી બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ઘોષણા કરતા કહ્યું હતું કે, 6 ડિસેમ્બર 2025 સુધીમાં મસ્જિદનો પાયો નાખી દેવામાં આવશે. આ નિવેદન આપતી વખતે તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં 35% મુસ્લિમ વસ્તી છે અને ખાલી મુર્શિદાબાદમાં જ 70% મુસ્લિમો છે. આ તમામની ભાવના અને તેમની ‘માથું ઊંચું કરીને જીવવાની’ ઈચ્છાને કારણે આ ઘોષણા કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

    કબીરે એમ પણ કહ્યું કે, મસ્જિદના નિર્માણ માટે ભંડોળની કોઈ કમી નહીં હોય અને તે પોતે એક કરોડ રૂપિયા આપશે. તેમણે દાવો કર્યો કે, આ માટે બે એકર જમીન પર એક ટ્રસ્ટ બનાવવામાં આવશે, જેમાં મદરેસાઓના પ્રમુખ અને સચિવો સામેલ હશે. તેમણે કહ્યું કે બેલડાંગા અને બહેરામપુરના મદરેસાઓના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી મળીને 100થી વધુ લોકોનું બાબરી મસ્જિદ ટ્રસ્ટ ઉભું કરવામાં આવશે અને આ ટ્રસ્ટ બાબરી મસ્જિદ નિર્માણકાર્ય સંભાળશે.

    નોંધવું જોઈએ કે હુમાયુ કબીર અગાઉ પણ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભાજપના સમર્થકો વિરુદ્ધ હિંસક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદન પર બીજેપી નેતા મિથુન ચક્રવર્તીએ તીખી પ્રતિક્રિયા પણ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં