Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રાવણના રસ્તે ચાલી રહી છે BJP': રાહુલ ગાંધીને શ્રીરામ સાથે સરખાવીને ટીકાને...

    ‘રાવણના રસ્તે ચાલી રહી છે BJP’: રાહુલ ગાંધીને શ્રીરામ સાથે સરખાવીને ટીકાને પાત્ર બનેલા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદનો યુ-ટુર્ન

    સોમવારે કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન શ્રીરામ સાથે કરી હતી. સાથે જ તેમણે કોંગ્રેસીઓને ભરત કહ્યા છે. અને કહ્યું છે કે શ્રીરામ (રાહુલ ગાંધી) નહિ હોય તો અમે (કોંગ્રેસીઓ) તેમના જોડા લઈને ભરત બનીને યાત્રા ચાલુ રાખીશું.

    - Advertisement -

    પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભગવાન રામ સાથે સરખામણી કરવાને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ભાજપે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે તેમને ‘સુપર હ્યુમન’ પણ કહ્યા હતા. વિરોધ બાદ સલમાન ખુર્શીદે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ભગવાન રામ નથી, પરંતુ તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકે છે. સાથે જ તેમણે ભાજપને રાવણના માર્ગ પર ચાલવાવાળા ગણાવ્યા હતા.

    પોતાના સ્પષ્ટીકરણમાં તેમણે કહ્યું, “રાહુલ ગાંધી ભગવાન રામ નથી, પરંતુ તેઓ ભગવાન રામના બતાવેલા માર્ગ પર ચાલી શકે છે. તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે રાહુલને તેના પર ચાલવાનો કોઈ અધિકાર નથી. અમને તેની સામે વાંધો છે કારણ કે રામને બદલે તે પોતે રાવણના માર્ગે ચાલી રહ્યા છે.”

    સલમાન ખુર્શીદના એક નિવેદનથી શરૂ થયો હતો વિવાદ

    આ સમગ્ર વિવાદની શરૂઆત સલમાન ખુર્શીદના એક નિવેદનથી થઇ હતી જેમાં તેમને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હિંદુઓન આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રીરામ સાથે સરખાવ્યા હતા.

    - Advertisement -

    ગત સોમવારે (26 ડિસેમ્બર 2022) સલમાન ખુર્શીદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને લઈને ઉત્તર પ્રદેશના અમરોહામાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું છે કે ભગવાન રામના ચપ્પલ દૂર દૂર જાય છે. ક્યારેક ચપ્પલ લઈને પણ ચાલવું પડે છે. ભગવાન રામ હંમેશા દરેક જગ્યાએ પહોંચી શકતા નથી. તેમના ભાઈ ભરતજી તેમના ચપ્પલ લઈ જાય છે. ચપ્પલ લઈને અમે ઉત્તર પ્રદેશ પહોંચ્યા છીએ. હવે રામજી પણ પહોંચી જશે. આ અમારો વિશ્વાસ છે.”

    આ નિવેદન બાદ ભાજપના મોટા ભાગના નેતાઓએ સલમાન ખુર્શીદની ટીકા કરી હતી અને તેમના પાર હિન્દુઓની ધાર્મિક ભાગના દુભાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. જે બાદ કોંગ્રેસ નેતાએ પોતાની ટિપ્પણી પર યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં