Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મને કોઈનો ડર નથી, મારો સમાજ મારી સાથે છે' કહી સોનગઢના સાદિક...

    ‘મને કોઈનો ડર નથી, મારો સમાજ મારી સાથે છે’ કહી સોનગઢના સાદિક ખાને હિંદુ યુવતીને નિકાહની ના પાડવા બદલ એસિડ એટેકની ધમકી આપી

    તાજેતરમાં જ અમદાવાદથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ભૂરેખાન નામના ઇસમે એક મહિલા વકીલને લગ્ન બાદ ધર્માંતરણ કરીને ઇસમ કબુલ કરવા માટે દબાણ કર્યું હતું. આટલું જ નહિ, આરોપીએ મહિલાને નાક, કાન, અને વાળ કાપી ચહેરાને એસિડથી બળી નાંખવાની પણ ધમકી આપી હતી.

    - Advertisement -

    તાપી જીલ્લામાં આવેલા સોનગઢના સાદિક ખાને હિંદુ યુવતીને એસિડ એટેકની ધમકી આપી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિતા સોનગઢ ખાતે તેના પરિવાર સાથે રહેતી પીડિતાએ વાંકવેલ ખાતે રહેતા સાદિક ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેણે પીડિતાને ધર્માંતરણ કરીને નિકાહ કરવા દબાણ કર્યું હતું, અને તેમ ન કરવા પર એસિડ એટેક કરવાની ધમકી આપી છે.

    અહેવાલો અનુસાર પીડિત હિંદુ યુવતી અને આરોપી સાદિક ખાન થોડા વર્ષો અગાઉ સાથે કોલેજ કરતા હોવાથી પરિચિત હતા. કોલેજ પૂરી થયાં બાદ સાદીકે યુવતીને નિકાહ કરવા કહ્યું હતું. પરંતુ યુવતીએ તેની ના પાડી હતી, ત્યાર બાદ પીડિતની અમદાવાદ ખાતે સગાઈ થઈ જતા સાદિકે કોઈ રીતે તેની સગાઈ તોડવી નાંખી હતી. આટલેથી ન અટકતા સોનગઢના સાદિક ખાને હિંદુ યુવતીને એસિડ એટેકની ધમકી પણ આપી હતી.

    પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સાદિક અવારનવાર તેની સાથે સબંધ રાખવા દબાણ કરતો હતો. તેવામાં પીડિતા પોતાની બહેન સાથે કામથી બહાર ગઈ હતી, તે સમયે સાદિક ત્યાં આવી ચઢ્યો હતો અને પીડીતાનો હાથ પકડીને કહ્યું હતું કે, “મારી સાથે નિકાહ કરીલે, મારે કોઈનાથી ડરવાની જરૂર નથી, મારો સમાજ મારી સાથે છે. અને જો ના પડીશ તો તને અને તારા પરિવારને ક્યાયના નહિ રહેવા દઉં.” આટલેથી ન અટકતા સાદીકે યુવતીને એસિડ નાંખીને ચહેરો ખરાબ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપઈ હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઑપઈન્ડિયા પાસે રહેલી ફરિયાદની નકલમાં પીડિતાએ તેમ પણ જણાવ્યું હતું કે સાદિક અવારનવાર તેનો પીછો કરીને તેની છેતડી કરતો હતો, કહેવામાં આવી રહ્યું છે કે સાદિક એટલો માથાભારે છે કે તેણે પોતાના ભાઈઓ સાથે મળીને પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જે બદલ સોનગઢ પોલીસે સાદીક તેના નાના ભાઈ સાબિરખાન સહીત અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ભૂરેખાન નામના ઇસમે એક મહિલા વકીલને લગ્ન બાદ ધર્માંતરણ કરીને ઇસમ કબુલ કરવા માટે દબાણ કર્યું હતું. આટલું જ નહિ, આરોપીએ મહિલાને નાક, કાન, અને વાળ કાપી ચહેરાને એસિડથી બળી નાંખવાની પણ ધમકી આપી હતી. જે પછી પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભૂરેખાન અને તેના 2 પુત્રોની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં