Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશ'પોલીસ સ્ટેશનમાં જ કરાઈ હતી પુરાવાઓ સાથે છેડછાડ'- CBI: RG કર હોસ્પિટલ...

    ‘પોલીસ સ્ટેશનમાં જ કરાઈ હતી પુરાવાઓ સાથે છેડછાડ’- CBI: RG કર હોસ્પિટલ બળાત્કાર-હત્યા મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ, કોલકાતા પોલીસ અને બંગાળ સરકારની વધી મુશ્કેલી

    રિમાન્ડ નોટમાં જણાવાયું હતું કે, "બંને આરોપી વ્યક્તિઓની કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન, વધારાની હકીકતો બહાર આવી છે કે તાત્કાલિક કેસને લગતા કેટલાક ખોટા રેકોર્ડ તાલા પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યા હતા અથવા બદલવામાં આવ્યા હતા."

    - Advertisement -

    કોલકાતામાં RG કર હોસ્પિટલ (RG Kar Hospital) ખાતે 31 વર્ષીય ડોક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યા મામલે CBI તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધી ઘણાબધા ચોંકાવનારા ખુલાસા થઇ ચુક્યા છે. ત્યારે આ મામલે વધુ એક ઘસ્ફોટ થયો હતો. આ મામલે CBIએ કોર્ટમાં રજુ કરેલી રિમાન્ડ નોંધમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન તેમને એવું જાણવા મળ્યું છે કે, આ કેસ અંગે પોલીસ સ્ટેશનની અંદર જ ખોટા પુરાવા (Fake Evidence) બનાવવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પોલીસ સ્ટેશનના SHO અભિજીત મંડલ અને RG કર કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષ પર પુરાવા સાથે ચેડા કર્યા હોવાના આરોપો લાગી રહ્યા હતા, આ મામલે કોર્ટે તેમની ઝાટકણી પણ કરી હતી. CBI ઘણા સમયથી બંને આરોપીઓની પૂછપરછ કરી રહી હતી. ત્યારે CBIએ 25 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરેલ રિમાન્ડ નોટમાં નવા ઘસ્ફોટ સામે આવ્યા હતા.

    ‘પોલીસ સ્ટેશનમાં થયા પુરાવા સાથે છેડછાડ’- CBI

    હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર રિમાન્ડ નોટમાં જણાવાયું હતું કે, “બંને આરોપી વ્યક્તિઓની કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન, વધારાની હકીકતો બહાર આવી છે કે તાત્કાલિક કેસને લગતા કેટલાક ખોટા રેકોર્ડ તાલા પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યા હતા અથવા બદલવામાં આવ્યા હતા.” ઉપરાંત CBIએ કોર્ટને જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    CCTV ફૂટેજ, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ જપ્ત

    CBIએ રિમાન્ડ નોટમાં જણાવ્યા અનુસાર ડીજીટલ વિડીયો રેકોર્ડર અને પોલીસ સ્ટેશનની અંદરના સીસીટીવી ફૂટેજ ધરાવતી હાર્ડ ડિસ્ક અને ઘોષ અને મોંડલના મોબાઈલ ફોન જપ્ત કરીને તેને ડેટા નિષ્કર્ષણ માટે કોલકાતા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પુરાવાના રિપોર્ટ માટે તથા અન્ય પુરાવા એકઠા કરવા માટે CBIએ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. તથા બંને આરોપીઓની 30 સપ્ટેમ્બર સુધી જ્યુડીશિયલ કસ્ટડીની માંગ કરી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી.

    ઉલ્લેખનીય છે કે આ મામલે અગાઉ પણ ઘણા ઘસ્ફોટ થઇ ચુક્યા છે. પીડિતાનો મૃતદેહ તેના માતાને સોંપવાથી લઈને, પોલીસને જાણ કરવામાં, તાલા પોલીસ સ્ટેશન HSO અભિજીત મંડલે ઘટના સ્થળે પહોંચવામાં આ દરેક બાબતોમાં જાણીજોઇને વિલંબ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ સિવાય પુરાવા છુપાવવા પીડિતાના મૃતદેહનો અગ્નિસંસ્કાર પણ ઉતાવળે કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

    9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં રોષની જવાળાઓ ફાટી નીકળી હતી. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટનાની પ્રાથમિક તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ કરી રહી હતી, જો કે પછીથી કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. આ બાદ CBIએ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષ અને SHO અભિજીત મંડલની ધરપકડ કરી હતી. જે બાદ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં