Friday, September 20, 2024
More
    હોમપેજદેશસ્વાસ્થ્ય મંત્રાલય સાથે રસ્તા પર OPD ચલાવશે ડોક્ટર્સ, યથાવત રહેશે હડતાલ: દિલ્હી...

    સ્વાસ્થ્ય મંત્રાલય સાથે રસ્તા પર OPD ચલાવશે ડોક્ટર્સ, યથાવત રહેશે હડતાલ: દિલ્હી AIIMS સહિતના હોસ્પિટલ્સનો નિર્ણય

    એમ્સના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનને એક પ્રેસ રીલીઝ દ્વારા વિરોધ પ્રદર્શનની માહિતી આપી હતી. RDA એમ્સે જણાવ્યું હતું કે, તમામ રેસિડેન્ટ ડૉક્ટર્સ નિર્માણ ભવનની બહાર દર્દીઓને દવા, સર્જરી, પ્રસુતિ તેમજ સ્ત્રી રોગ, બાળ ચિકિત્સા, આંખના રોગ તેમજ હાડકા સહિત લગભગ 36 પ્રકારની વૈકલ્પિક OPD ચલાવશે.

    - Advertisement -

    એક તરફ કોલકાતાની (Kolkata) આરજી કર મેડીકલ કૉલેજમાં જુનિયર ડૉક્ટરના બળાત્કાર બાદ હત્યાના વિરોધમાં તબીબો હડતાલ પર છે. તો બીજી તરફ દિલ્હી એમ્સ (Delhi AIIMS) અને અન્ય હોસ્પિટલ્સના રેસિડેન્ટ ડૉક્ટર્સ 19 ઓગસ્ટ 2024થી નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) સામે રસ્તા પર OPD સેવાઓ શરૂ કરવા જઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શન વચ્ચે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ યથાવત ચાલુ રહેશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર એમ્સના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનને એક પ્રેસ રીલીઝ દ્વારા વિરોધ પ્રદર્શનની માહિતી આપી હતી. RDA એમ્સે જણાવ્યું હતું કે, તમામ રેસિડેન્ટ ડૉક્ટર્સ નિર્માણ ભવનની બહાર દર્દીઓને દવા, સર્જરી, પ્રસુતિ તેમજ સ્ત્રી રોગ, બાળ ચિકિત્સા, આંખના રોગ તેમજ હાડકા સહિત લગભગ 36 પ્રકારની વૈકલ્પિક OPD ચલાવશે. તેમના જણાવ્યા અનુસાર જ્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા અધિનિયમના માધ્યમથી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા પૂરી પડવાનું આશ્વાસન નહીં મળે, ત્યાં સુધી રસ્તા પર OPD ચાલુ રહેશે.

    નોંધનીય છે કે તબીબોની એક પેનલે થોડા સમય પહેલા જ સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જોકે તેમના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કોઈ તારણ નીકળ્યું નથી. આ બેઠકમાં તબીબોએ 4 માંગ મૂકી હતી, મંડળે આખા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકો પ્રત્યે ચિંતા દાખવી કેન્દ્રીય સંરક્ષણ અધિનિયમ સમિતિની સ્થાપનાની માંગ કરી હતી. પ્રતિનિધિ મંડળનું કહેવું છે કે દેશભરમાં તબીબી સેવાઓ સાથે જોડાયેલા લોકો સાથે હિંસા વધી રહી છે.

    - Advertisement -

    મંત્રાલય સાથેની બેઠક નિષ્ફળ જતા મોડી રાત્રે એસોસિએશને 25 રાજ્યોમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનના 70 પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સર્વસહમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી તેમની માંગો નહીં સંતોષવામાં આવે, ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે. તબીબોના પ્રતિનિધિ મંડળનું કહેવું છે કે અંદોલન તેવી રીતે ચાલુ રહેશે કે જેનાથી દર્દીઓને તકલીફ ન પડે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં