રાજધાની દિલ્હીમાં (Delhi) આવેલા ઇન્ડિયા ગેટનું (India Gate) નામ બદલવાને લઈને વડાપ્રધાન મોદીને (PM Modi) પત્ર (Letter) લખવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ભાજપની લઘુમતી પાંખના અધ્યક્ષ (BJP’s minority wing president) જમાલ સિદ્દીકીએ (Jamal Siddiqui) વડાપ્રધાન મોદીને પત્ર લખીને ઇન્ડિયા ગેટનું નામ બદલીને ‘ભારત માતા દ્વાર’ (Bharat Mata Dwar) કરવાની વિનંતી કરી છે. સાથે તેમણે કહ્યું છે કે, ઇન્ડિયા ગેટનું નામ બદલીને જ સાચા અર્થના દેશના મહાન બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તેમ છે. તેમણે વડાપ્રધાન મોદી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, તેમણે મુઘલ આક્રાંતાઓ અને અંગ્રેજોના ગુલામીના ડાઘને ધોવાનું કામ કર્યું છે.
ભાજપની લઘુમતી પાંખના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ 6 જાન્યુઆરી, 2025ના રોજ PM મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ઇન્ડિયા ગેટનું નામ બદલવા માટેની માંગણી કરી છે. તેમણે વડાપ્રધાન મોદીને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, “તમારા નેતૃત્વમાં 140 કરોડ ભારતીયોના હ્રદયમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવના વધી છે. જે રીતે તમે તમારા કાર્યકાળમાં મુઘલ આક્રાંતા અને લૂંટારા અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા ગુલામીના ડાઘને ધોયા છે, તે કાર્યથી આખા ભારતમાં ખુશી છે.”
JUST IN | Jamal Siddiqui, National President of BJP’s Minority Wing, has written to Prime Minister Narendra Modi, requesting that India Gate in Delhi be renamed as ‘Bharat Mata Dwar.’#NarendraModi #IndiaGate #JamalSiddiqui pic.twitter.com/b2pZOpNJKE
— Organiser Weekly (@eOrganiser) January 6, 2025
વધુમાં કહેવાયું છે કે, “તમે ક્રૂર ઔરંગઝેબના નામ પર બનેલા રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કર્યું છે, ઇન્ડિયા ગેટ પર લાગેલી કિંગ જ્યોર્જ પાંચમાની પ્રતિમા હટાવીને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લગાવી છે અને રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડ્યુ છે, એ જ રીતે ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત દ્વાર કરો એવી અમારી પ્રાર્થના છે. તે જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે.”
‘ધરમપુર જામિયા મસ્જિદ આતંકવાદનો અડ્ડો’- અગાઉ હિમચાલના લઘુમતી કલ્યાણ જુથના પ્રમુખે આપ્યું હતું નિવેદન
નોંધનીય છે કે, ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઇન્ડિયા ગેટનું નામ બદલવાની વિનંતી કરી તે પહેલાં હિમાચલ પ્રદેશ લઘુમતી કલ્યાણ પરિષદના રાજ્ય અધ્યક્ષ એસએનએ ગિલાનીનું નિવેદન પણ સામે આવ્યું હતું. ગિલાનીએ હિમાચલ પ્રદેશની સ્થિતિ વિશે મીડિયાને માહિતી આપી હતી. તેમણે સંબોધન દરમિયાન રાજ્યમાં શાંતિ ભંગ કરવા માટે અન્ય રાજ્યોના મુસ્લિમ બદમાશોને જવાબદાર ગણાવ્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, અલગ-અલગ રાજ્યોમાંથી આવતા મુસ્લિમ લોકો મસ્જિદો અને કબ્રસ્તાનો બનાવીને હિમાચલ પ્રદેશની સામાજિક સ્થિતિને ખલેલ પહોંચાડી રહ્યા છે. તેમણે ધરમપુર જામિયા મસ્જિદને રાજ્યમાં થતી તમામ હિંદુ વિરોધી પ્રવૃત્તિઓનું મુખ્ય મથક ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, હિંદુ મહિલાઓની સુરક્ષા માટે આ જામિયા મસ્જિદને બંધ કરી દેવી જોઈએ.