Monday, October 14, 2024
More
    હોમપેજક્રાઈમ'વાત નહીં કરે તો તારા મા-બાપને મારી નાંખીશ': રાજકોટમાં ડૉક્ટરી ભણતી હિંદુ...

    ‘વાત નહીં કરે તો તારા મા-બાપને મારી નાંખીશ’: રાજકોટમાં ડૉક્ટરી ભણતી હિંદુ વિદ્યાર્થીનીને આસિફ શેખે ધમકી આપી, પીડિતાએ ત્રાસીને પોલીસ ફરિયાદ કરતા થઇ ધરપકડ

    આસિફની બહેને પણ પીડિતાને ફોન કરી આસિફ સાથે વાત કરવા દબાણ કર્યું હતું. તેમ છતાં પીડિતા તૈયાર ન થતા આસિફે પીડિતાને ધમકી આપી હતી.

    - Advertisement -

    અખા ગુજરાતમાં હિંદુ યુવતીઓ લવ જેહાદ, પ્રતાડના અને બળાત્કારનો ભોગ બનતી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં રાજકોટના પ્રદ્યુમન નગરમાં ડૉક્ટરી ભણતી હિંદુ વિદ્યાર્થીનીને આસિફ શેખે સંબંધ ન રાખવા બદલ ધમકી આપી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આસિફે પીડિતાને તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતે પણ મરી જશે તેમ કહેતા પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસિફ યુસુફ શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

    મીડિયા અહેવાલો અનુસાર રાજકોટમાં હોમિયોપેથીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હિંદુ વિદ્યાર્થીનીને મુસ્લિમ યુવકે પરાણે સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. આરોપી આસિફે પીડિતાને ‘તારા માતા પિતાને જાનથી મારી નાખીશ’ તેમ ધમકી આપતા પીડિતાએ આસિફ વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડૉક્ટરીના અભ્યાસ સાથે લેડીઝ માટેના કપડાની દુકાન સંભાળીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થાય છે.

    તેના એકાદ વર્ષ પહેલા પીડિતા રાજકોટના જ જંકશન વિસ્તારમાં એક ખાનગી ડૉક્ટરના ત્યાં પણ નોકરી કરતી હતી. તે સમયે આરોપી આસિફ પણ ત્યાં કામ કરતો હોવાથી બન્ને સહકર્મીઓ વચ્ચે પરિચય હતો. તેવામાં આસીફે વાંધાજનક હરકતો કરતા પીડિતાએ તેને તેમ કરવાણી ના પડી હતી. તે છતાં આસિફે તેની મસ્તી કરવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન આસિફે વોટ્સએપ ગ્રુપમાંથી પીડિતાનો નંબર મેળવી તેને મેસેજ કરવાનું ચાલુ કરી દીધું હતું. જે બાદ પીડિતાએ ડૉક્ટરના ત્યાં કામ પર જવાનું બંધ કરી દીધું હતું.

    - Advertisement -

    નોકરી છોડી દીધા બાદ પણ આસિફ પીડિતાને ફોન અને મેસેજ કરી હેરાન કરતો રહેતો હતો. જેથી કંટાળીને પીડિતાએ આસિફનો નંબર બ્લોક કરી દીધો હતો. જે પછી આસિફે અજાણ્યા નંબર પરથી ફોન કરીને કહ્યું હતું કે, “તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ,” આ દરમિયાન આસિફની બહેને પણ પીડિતાને ફોન કરી આસિફ સાથે વાત કરવા દબાણ કર્યું હતું. તેમ છતાં પીડિતા તૈયાર ન થતા આસિફે પીડિતાને ધમકી આપી હતી કે, “જો તું મારી સાથે વાતચીત નહીં કરે તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ.” આસિફની ધમકીથી ડરી ગયેપી પીડિતાએ અંતે ત્રાસીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    હાલ પોલીસે રાજકોટના પ્રદ્યુમન નગરમાં ડૉક્ટરી ભણતી હિંદુ વિદ્યાર્થીનીને આસિફ શેખે ધમકી આપી હોવાના મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં