Saturday, December 7, 2024
More
    હોમપેજક્રાઈમજે અયાજ ઈસ્માઈલને રાખ્યો પોતાના કાર ડ્રાઈવર તરીકે, તેણે જ પત્નીને ફસાવીને...

    જે અયાજ ઈસ્માઈલને રાખ્યો પોતાના કાર ડ્રાઈવર તરીકે, તેણે જ પત્નીને ફસાવીને સાથે મળી હિંદુ પતિ પર કરી દીધો હુમલો: છરીના ઘા પણ ઝીંક્યા, જેતપુરની ઘટના

    ફરિયાદી ફેનિશે જેતપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે જેતપુર પોલીસે ફરિયાદીની પત્ની અને તેના પ્રેમી અયાજ સામે FIR નોંધી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 115(2), 118(1), 352, 351(2), 54 અને ગુજરાત પોલીસ એક્ટ (GPA)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    - Advertisement -

    રાજકોટના (Rajkot) જેતપુરમાં (Jetpur) રહેતા એક વેપારીની પત્નીએ તેના પ્રેમી અયાજ ઈસ્માઈલ બાલાગામી સાથે મળીને પોતાના પતિ પર જ હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, હિંદુ વેપારી ફેનિશ ભૂછડાએ થોડા સમય પહેલાં અયાજને કાર ડ્રાઈવર તરીકે નોકરીએ રાખ્યો હતો. જે બાદ અયાજે ફેનિશની પત્નીને જ ફસાવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ પણ વિકસી ગયો હતો. જે બાદ બંનેએ સાથે મળીને ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. આરોપી અયાજે છરીના ઘા ઝીંક્યા હોવાનો પણ આરોપ છે.

    આ સમગ્ર ઘટના બુધવારે (27 નવેમ્બર)ના રોજ જેતપુરમાં બનવા પામી હતી. ફરિયાદી ફેનિશે જેતપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે જેતપુર પોલીસે ફરિયાદીની પત્ની અને તેના પ્રેમી અયાજ સામે FIR નોંધી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 115(2), 118(1), 352, 351(2), 54 અને ગુજરાત પોલીસ એક્ટ (GPA)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    FIR અનુસાર, ફેનિશ ભૂછડા જેતપુરમાં કાપડની દલાલીનું કામ કરે છે. થોડા મહિનાઓ પહેલાં તેણે પોતાની કારના ડ્રાઈવર તરીકે અયાજ ઈસ્માઈલભાઈ બાલાગામીને નોકરીએ રાખ્યો હતો. જે બાદ અયાજે તેની જ પત્નીને જાળમાં ફસાવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. 5 મહિના પહેલાં ઘટનાની જાણ થતાં જ ફેનિશે અયાજને નોકરીમાંથી છુટ્ટો કરી દીધો હતો, પરંતુ તેમ છતાં તેની પત્નીએ અયાજ સાથે વાત કરવાનું અને તેને ઘરમાં લાવવાનું ચાલુ રાખ્યું હતું.

    - Advertisement -

    ફરિયાદ અનુસાર, 27 નવેમ્બરના રોજ ફેનિશે પરિવાર સાથે દીવ ફરવા જવાનું આયોજન કર્યું હતું. જેના માટે તે પરિવારજનો સાથે વહેલી સવારે કાર લઈને ફરવા નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. ઠીક તે સમયે જ અયાજ ત્યાં ઘસી આવ્યો હતો અને ‘મારે પણ દીવ ફરવા આવવું છે’ કહીને ફરિયાદી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જે બાદ ફરિયાદીએ પણ આરોપીને સાથે લઈ જવા માટેની ના કહી દીધી હતી. દરમ્યાન ફેનિશની પત્ની રિદ્ધિએ કહ્યું હતું કે, તેણે જ અયાજને સાથે આવવા માટે કહ્યું છે. ઉપરાંત તેણે એવું પણ કહ્યું હતું કે, તેને અયાજ સાથે પ્રેમસંબંધ પણ છે.

    ઉશ્કેરાઈ જઈને ઝીંકી દીધા છરાના ઘા

    આ સમગ્ર ઘટના બાદ પણ ફેનિશ અયાજને સાથે લઈ જવા માટે ઇનકાર કરી રહ્યો હતો. જેના કારણે આરોપી અયાજે ફરિયાદીને અપશબ્દો કહેવાના શરૂ કરી દીધા હતા અને તેને તથા તેના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ ફરિયાદીએ અપશબ્દો બોલવાનો ઇનકાર કરતા આરોપીએ હુમલો કરી દીધો હતો અને ઢીકાપાટુ મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન જ ફરિયાદીની પત્ની રિદ્ધિએ પણ ફરિયાદીને ગાલ પર તમાચો મારી દીધો હતો.

    જે બાદ આરોપ છે કે, રિદ્ધિએ ફરિયાદીને પકડી રાખ્યો હતો અને અયાજે છરો કાઢીને પેટમાં ઝા ઝીંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ફરિયાદીએ હાથ આડો કરી દેતા હાથના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાનો હોબાળો જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને અયાજ પણ ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. ત્યારબાદ ફરિયાદીએ સિવિલ હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવી હતી અને પોતાની પત્ની રિદ્ધિ તથા અયાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં