હોમપેજગુજરાતવિદ્યાર્થિની PhD બાદ બની ફેકલ્ટી મેમ્બર અને અધ્યાપક સાથે કર્યાં લગ્ન; પ્રોફેસરનાં...

વિદ્યાર્થિની PhD બાદ બની ફેકલ્ટી મેમ્બર અને અધ્યાપક સાથે કર્યાં લગ્ન; પ્રોફેસરનાં કોરિયન પત્ની આસિસ્ટન્ટ ટીચિંગ પ્રોફેસર: હવે IIT ગાંધીનગરની નિમણૂકો પર પ્રશ્નાર્થ 

પ્રશ્નો એ થઈ રહ્યા છે કે ‘કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રેસ્ટ’ અને ‘ભાઈભત્રીજાવાદ’ ન થાય તે માટે સંસ્થામાં કોઈ પોલિસી બનાવવામાં આવી છે કે કેમ કે આવી સમસ્યાઓ ન ઉદભવે તે માટે નિમણૂક પહેલાં કોઈ પ્રકારની પૂર્વચકાસણી કરવામાં આવે છે કે કેમ.

- Advertisement -

છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતી સંસ્થા IIT ગાંધીનગર હવે ફરી વિવાદમાં આવી છે અને આ વખતે સવાલો તેમાં થતી નિમણૂકો પર ઊભા થયા છે. ‘કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રેસ્ટ’ હોવાના આરોપ સાથે જવાબ માંગવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી શિક્ષણ સંસ્થા મૌન સેવી રહી છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, એવાં 14 દંપતી વિશે જાણવા મળ્યું છે જેઓ એક જ શિક્ષણ સંસ્થામાં જુદાં-જુદાં ઊંચાં પદ પર હોય. અમુક અધ્યાપકો અને કર્મચારીઓ એવા પણ હોવાનું ખૂલ્યું છે જે પિતા અને પુત્રી બંને IIT ગાંધીનગરમાં જ ફરજ બજાવતાં હોય. અમુક ઈન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી જેવાં મહત્ત્વપૂર્ણ પદ પર પણ બેઠાં હોવાનું ધ્યાને આવ્યું છે. 

સંસ્થામાં એવા કિસ્સાઓ પણ સામે આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં એક અધ્યાપકે સંસ્થામાં જ PhD કરતી એક વિદ્યાર્થિનીને પહેલાં નોકરીએ ચડાવી અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરી લીધાં હતાં. હવે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું આ ફેવરેટિઝમ નથી અને સંસ્થાના ધ્યાને હોય તો ચલાવી લેવામાં કેમ આવે છે? 

- Advertisement -

જાણવા એમ પણ મળ્યું છે કે, IIT ગાંધીનગરના અન્ય એક ટોચના અધ્યાપક છે, જેમનાં કોરિયન પત્ની IIT ગાંધીનગરમાં અગાઉ વિઝીટીંગ ફેકલ્ટી હતાં અને હવે આસિસ્ટન્ટ ટીચિંગ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

પ્રશ્નો એ થઈ રહ્યા છે કે ‘કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રેસ્ટ’ અને ‘ભાઈભત્રીજાવાદ’ ન થાય તે માટે સંસ્થામાં કોઈ પોલિસી બનાવવામાં આવી છે કે કેમ કે આવી સમસ્યાઓ ન ઉદભવે તે માટે નિમણૂક પહેલાં કોઈ પ્રકારની પૂર્વચકાસણી કરવામાં આવે છે કે કેમ. પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીમાં કોઈ અધ્યાપક હોય અને તેનાં પતિ-પત્ની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવે તો તે તટસ્થ કઈ રીતે રહી શકે અને શું કરદાતાઓના પૈસે ચાલતી સંસ્થા આવું ચલાવી શકે? 

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં લેખક, કૉલમિસ્ટ હર્ષિલ મહેતા કહે છે કે, “કુલ લગભગ 14 દંપતીઓ આ એક જ સંસ્થામાં કામ કરે છે, પણ મને એવી કોઈ પોલિસી જડતી નથી, જેમાં આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હોય. જો કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રેસ્ટ પોલિસી હોય તો IIT ગાંધીનગરે એ પણ જણાવવું જોઈએ. પ્રશ્ન એ પણ છે કે શું IIT ગાંધીનગર કોઈ ફેમિલી રિયુનિયન પ્રોગ્રામ ચલાવે છે? જો તેમ હોય તો પછી તેને આધિકારિક પોલિસી જ જાહેર કરી દેવી જોઈએ.”

તેઓ કહે છે, “સંસ્થામાં અધ્યાપક પ્રાચી થારેજા ઇન્ટર્નલ કમ્પલેન્ટ કમિટીમાં છે. શું સંસ્થાને જાણ છે કે તેમના પતિ પણ ત્યાં જ નોકરી કરે છે? તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ થાય તો તે કિસ્સામાં પ્રાચી હિતસંઘર્ષ (Conflict of interest) સાથે કઈ રીતે નિર્ણય લેશે? મોટી-મોટી કંપનીમાં પણ હિતસંઘર્ષ નિવારવા નીતિઓ હોય છે. આઇઆઇટી ગાંધીનગરમાં આ નીતિ ક્યાં છે?” 

તેમણે આગળ ઉમેર્યું કે, “જો આમ ન હોય તો પછી આવી પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે શું પગલાં લેવામાં આવ્યાં તે શિક્ષણ સંસ્થાએ જણાવવું જોઈએ.” તેમણે સંસ્થાના ડાયરેક્ટર, પૂર્વ ડાયરેક્ટર સુધીર જૈન, જેમના સમયમાં આ નિમણૂકો થઈ હોવાનું અનુમાન છે તેમજ અન્ય અધિકારીઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા તેમજ સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના હસ્તક્ષેપની પણ માંગ કરી. હવે આમાં આગળ શું પગલાં લેવાય એ જોવું રહ્યું. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં